Gujarati Article  બોલીવુડમાં એવા ઘણા કલાકાર છે જેમની પાસે પોતાના પ્રાઈવેટ જેટ છે. જી હાં, આ લિસ્ટમાં અત્યાર સુધી ઘણા કલાકાર શામ...

Gujarati -પોતાના પ્રાઈવેટ જેટને અહીં પાર્ક કરે છે બોલીવુડના કલાકાર, જાણશો તો ચકિત રહી જશો.


Gujarati Article 

બોલીવુડમાં એવા ઘણા કલાકાર છે જેમની પાસે પોતાના પ્રાઈવેટ જેટ છે. જી હાં, આ લિસ્ટમાં અત્યાર સુધી ઘણા કલાકાર શામેલ છે. અમે વાત કરી રહ્યા છીએ એ કલાકારોની જેમની પાસે પ્રાઈવેટ જેટ છે. એમના જેટ વિષે ઘણા બધા લોકો જાણતા હશે. પણ એ નહિ જાણતા હોય કે તેઓ એને પાર્ક ક્યાં કરે છે. એ વાતની જાણકારી અમુક જ લોકોને હોય છે. તો આવો આજે અમે તમને જણાવીએ કે ક્યાં થાય છે આ કલાકારોના પ્રાઈવેટ જેટનુ પાર્કિંગ.



વિચારવા જેવું છે કે મુંબઈમાં બે એયરપોર્ટ છે, અને આ એયરપોર્ટ પર હજારો લોકોની અવરજવર શરુ જ રહે છે. જે કારણે આ એયરપોર્ટમાં આખો દિવસ લાખો લોકોની ભીડ રહે છે. જણાવી દઈએ કે મુંબઈ એયરપોર્ટમાં વધારે ભીડ હોવાને કારણે અહીં પર પ્રાઈવેટ વિમાનોના પાર્કિંગ માટે જગ્યા નથી બચતી. માટે બોલીવુડના લગભગ બધા કલાકાર પોતાના પ્રાઈવેટ જેટને નાગપુર, હૈદરાબાદ અને અમદાવાદના એયરપોર્ટમાં પાર્ક કરે છે. બોલીવુડના કલાકારના સૌથી વધારે પ્રાઈવેટ જેટ અમદાવાદના એયરપોર્ટમાં પાર્ક થાય છે

જણાવી દઈએ કે પ્રાઈવેટ જેટને પાર્ક કરવા માટે એયરપોર્ટ ઓથોરિટી જેટના માલિક પાસે એક દિવસના લગભગ 75000 રૂપિયા ભાડું લે છે. એ હિસાબે એક મહિનાના લગભગ 22 લાખ 50 હજાર રૂપિયા ભાડું એ કલાકાર ચૂકવે છે. હવે બોલીવુડના આ કલાકારો એટલા તો અમીર હોય જ છે, કે તેઓ આવા શોખ રાખે છે તો એમની પાસે એ શોખ પુરા કરવાનું સંપૂર્ણ પ્લાનિંગ હોય છે.



ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો શાહરુખ ખાન, સલમાન ખાન, પ્રિયંકા ચોપડા, શિલ્પા શેટ્ટી, અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકાર પાસે પોતાના પ્રાઈવેટ જેટ છે. અને તેઓ પોતાની કમાણી માંથી જ જેટના પાર્કિંગનું ભાડું ચૂકવે છે

આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog