Gujarati Article  દુબઇ દુનિયાના સૌથી અમીર દેશો માંથી એક છે. દુબઈની મોટાભાગની જનસંખ્યા અમીરોની લિસ્ટમાં આવે છે. દુબઈમાં દુનિયાન...

Gujarati - દુબઈ માં ફરવું છે બહુ મોંઘુ પણ દુબઈમાં આ 4 વસ્તુ છે સાવ ફ્રી, જાણીને જરૂર જશો દુબઇ




Gujarati Article 

દુબઇ દુનિયાના સૌથી અમીર દેશો માંથી એક છે. દુબઈની મોટાભાગની જનસંખ્યા અમીરોની લિસ્ટમાં આવે છે. દુબઈમાં દુનિયાની સૌથી મોટી બિલ્ડીંગ બુર્જ ખલીફા સાથે ઘણા મોંઘા મોલ પણ છે. જ્યાં સામાન્ય માણસ જવાનું પણ વિચારી શકે નહિ. કોઈ ખુબ અમિર છે તો દુબઇ તેને ફરવા માટે શ્રેષ્ઠ જગ્યા છે. દુબઈમાં અમીર રહેન-સહન અને શાહી અંદાજ અહીંયા આવેલ મુસાફરોને તેની તરફ આકર્ષિત કરે છે. સાથે તેના ખિસ્સાને પણ ખાલી કરી નાખે છે. પણ દુબઈમાં ઘણી એવી જગ્યા છે જ્યાં જવાનું બોલકુલ ફ્રી છે. ચાલો આજે અમે જણાવીએ એવીજ કેટલીક જગ્યા વિષે જ્યાં તમે પૈસા ખર્ચ કર્યા વિના જઈ શકો છો.

1. કેમલ મ્યુઝીયમ

દુબઈમાં અસ્ત દિગામા સ્થિત કેમલ મ્યુઝીયમ દુબઈના સૌથી જુના મ્યુઝીયમ માંથી એક છે. જેને 1940 માં બનાવવામાં આવ્યું હતું. આ મ્યુઝીયમને કેમલ રાઇડિંગ હાઉસ, બેટ એવેકાબ થી પણ જાણવામાં આવે છે. અહીંયા તમને ઉંટ અને ઉંટ સાથે માણસોના સંબંધો વિષે ખુબ જાણકારી મળી શકે છે. આ એક એવું મ્યુઝીયમ છે જ્યાં ઊંટ વિષે એટલી જાણકારી મળી શકે છે કે જેટલી ગૂગલ કરવા પર તમને નહિ મળે. આ મ્યુઝીયમ માં જવાનું બિલકુલ મફત છે. અહીંયા કોઈ પ્રકારની ફી લાગતી નથી.

2. ફ્રી મૂવી અંડર ધ સ્ટાર્સ

લગભગ દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે ખુલ્લા આકાશના નીચે બેસી ને ફિલ્મ જુએ. પણ આવા થિયેટ માં હમેશા પૈસા આપીને જવું પડે છે. ત્યાં દુબઇ માં આ બિલકુલ ફ્રી છે. દુબઈમાં વાફી મોલમાં સ્થિત પિરામિટ રૂફટોપ જઈને તમે આ સપનાને પૂરું કરી શકો છો. અહીંયા તમે ફ્રી માં બેસીને ક્લાસિક મુવીનો આનંદ ઉઠાવી શકો છો. દર રવિવાર 8.30 વાગ્યા પછી તમે ખુલ્લા આકાશના વચ્ચે ફિલ્મ જોવાનું આનંદ ઉઠાવી શકો છો.

3. એકવેરિયમ વ્યુ :

દુનિયાના સૌથી મોટા એકવેરિયમમાં જવા વાળા લોકોને કોઈ પ્રકારની ટિકિટ ખરીદવી પડતી નથી. રણ પ્રદેશ દુબઇએ ઘણા વર્ડ રેકોર્ડ પોતાના નામ કર્યા છે. તેમાંથી એક છે દુનિયાનો સૌથી મોટો મોલ નો જેનું નામ છે દુબઇ મોલ આ મોલમાં આવવા માટે 17 દિરહામ આપવા પડે છે. એટલે ભારતીય રૂપિયામાં 310 રૂપિયા જેવા થાય છે. પણ આના અંદર રહેલ એકવીરિયમમાં જવા માટે કોઈ પૈસા આપવા પડતા નથી.

4. પહેલવાની રેસલિંગ

જો તમે ભારતના દેશી વ્યક્તિ છો તો પહેલવાની વિષે તો તમે જાણતા જ હશો રેસલિંગ ના મેચને દુબઇ જેવા દેશમાં જોવું તમારા માટે એક સપના જેવું હશે. જો તમને દુબઇ જવાની તક મળે છે તે દરમિયાન થનારી પહેલવાની મેચ જરૂર જુઓ દર શુક્રવાર સાંજે 5 વાગે અહીંયા ફ્રી માં મેચ જોઈ શકો છો. જ્યાં કોઈ પણ વ્યક્તિ વિના ટિકિટ જઈ શકે છે.

5. ઇટોન ઇન્સ્ટિટ્યૂટ, ફ્રી કોર્ષ :

જો તમને નવી ભાષા શીખવાનું ખુબ પસંદ છે તો દુબઇ તમારા માટે ખુબ સસ્તું સાબિત થઇ શકે છે. દુબઈના કલ્ચર અને ભાષાને શીખવાની જો તમને ઈચ્છા છે તો તમારા માટે દુબઈના ઇટોન ઇન્સ્ટિટયૂડ સૌથી સારું વિકલ્પ છે. સાથે આ ઇન્સ્ટિટયૂટ તમને એક એપ પણ ડાઉનલોડ કરવામાં આવે છે. જે તમને દુબઈમાં થનારી ઘટનાઓની જાણકારી આપતી રહે છે.

આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog