Gujarati Article  તમને લાગતું હશે કે દુબઈ પાસે આટલા બધા પૈસા તેના પેટ્રોલીયમ પેદાશના કારણે આવ્યા હશે. નહિ મિત્રો, એવું નથી. દુબ...

Gujarati - જાણો દુબઈ આટલું ધનિક કેવી રીતે બની ગયું જોઈ લો એવી બીજી વસ્તુ પણ છે જ્યાંથી મળે છે કરોડો


Gujarati Article

 તમને લાગતું હશે કે દુબઈ પાસે આટલા બધા પૈસા તેના પેટ્રોલીયમ પેદાશના કારણે આવ્યા હશે. નહિ મિત્રો, એવું નથી. દુબઈએ તેની પેટ્રોલિયમ પેદાશના કારણે પૈસા નથી આવ્યા કેમ કે દુબઈમાં પેટ્રોલિયમ પેદાશનું રેવન્યુ માત્ર ૧% છે. તો તેની પાસે આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી અને તે ધનિક કેવી રીતે બન્યું તે ચાલો આજે અમે તમને જણાવી દઇએ કે દુબઈ આટલું ધનિક કેમ બન્યું.


20 વર્ષ પહેલા દુબઈ પાસે આટલા બધા પૈસા હતા જ નહીં. દુબઇ પાસે ગોલ્ડ કે પેટ્રોલિયમના કારણે પૈસા નથી આવ્યા. આ વીસ વર્ષમાં દુબઈને એટલું વિકસિત બનાવ્યું કે તે ગ્લોબલ ડેસ્ટીનેશન, ગ્લોબલ હબ અને 3rd મોસ્ટ ટ્રાવેલિંગ સિટી બની ગયું. દુબઈ ઓઈલ-બેઇઝ ઈકોનોમી હતું તેને બદલીને ટ્રાવેલિંગ બેઇઝ ઇકોનોમિક કરી નાખ્યું છે. દુબઈમાં 20 વર્ષ પહેલા માત્ર રણ વિસ્તાર જ હતો.
શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતૌમ્ દુબઈના રૂરલ પ્રાઈમ મિનિસ્ટર ઓફ UAE છે. દુબઈના આ શેખને એવી વસ્તુઓ પસંદ છે કે જે દુનિયામાં માત્ર એક જ હોય અથવા તો તે વસ્તુઓ નંબર વન હોય.


દુબઈમાં દુનિયાનો સૌથી મોટો મોલ બનાવ્યો છે, દુનિયાનો સૌથી મોટો ટાવર બુર્જ ખલીફા બનાવેલ છે અને હમણાં જ બનાવેલ પાલમ જુમેઇરહ મેન મેડ આઇલેન્ડ બનાવેલ છે. અંડરવોટર બ્રિજ પણ બનાવેલ છે અને સેવન સ્ટાર હોટલ દુબઈમાં આવેલી છે. આ બધી વસ્તુના કારણે દુનિયાના દરેક લોકો અહીં મુસાફરી કરવા અને વેકેશન મનાવવા આવે છે જેથી અહીંની ઇકોનોમીમાં વધારો થાય છે.


દુબઈમાં તમારી ગાડી એકદમ સાફ હોવી જોઈએ અને જો તમારી ગાડી સાફ ન હોય તો 200 dirham fine તમારા એકાઉન્ટમાંથી કપાઈ જાય છે. જો તમારે ગાડી સાફ કરાવી હોય તો તમે જાતે ગાડી સાફ નથી કરી શકતા તેના માટે સ્પેશિયલ સર્વિસ સ્ટેશન રાખેલ છે.


આ સાથે જ દુબઈમાં તેના રણ વિસ્તારમાં “દુબઈ મીરેકલ ગાર્ડન” બનાવેલ છે અને આ ગાર્ડન દુનિયાનું સૌથી મોટુ ફૂલોનું ગાર્ડન બનાવ્યું છે અને દુનિયાની સૌથી ઊંચી ફાઈવસ્ટાર હોટલ “JW Marriott” દુબઈમાં છે. આથી વિશેષ દુનિયાની સૌથી મોટી સોનાની માર્કેટ “the gold souk” દુબઈમાં આવેલી છે.


ત્યારબાદ આટલી બધી વસ્તુઓ બનાવ્યા બાદ દુબઈના શેખે વિશેષ કરવાનું વિચાર્યું. આ શેખ અમેરિકા ગયા અને ડિઝની પાસે દુનિયાનું સૌથી મોટું ડિઝનીલેન્ડ બનાવવાની માંગ કરી. પરંતુ ડિઝનીએ તે બનાવવાની ના પાડી. તેથી આ શેખે ડિઝની લેન્ડથી પણ મોટુ દુબઈ લેન્ડ બનાવ્યું. જેમાં દરરોજ બે લાખ લોકો અહીં આવે છે.
દુબઈના શેખે દુબઈ 10X પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. કે દુબઈમાં દરેક વસ્તુ દસ ગણી વધતી રહે અને હાલના સમયમાં દુબઈ કેનાલ પ્રોજેક્ટ પણ શરૂ કરવાનું વિચારી રહ્યા છે કે જેમાં 200 મકાનો બનાવશે અને આ મકાનોને અલગથી વેચવાનો પ્લાન પણ છે, અને રેસ્ટોરન્ટ બનાવશે જેથી તેમના આવકનો સ્ત્રોત વધતા રહે.


અહીં દુબઈમાં સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે અને આવા પોલીસ સ્ટેશનમાં એક પણ પોલીસવાળાની જરૂર પડશે નહીં. જો કોઈની સામે કમ્પ્લેઇન કરવી હોય કે પછી ક્રિમિનલ રેકોર્ડ ચેક કરવા હોય એ દરેક વસ્તુ ઓટોમેટીક મશીન દ્વારા કામ થઈ જશે. આનાથી કોઈ પણ માણસની જરૂર પડશે નહીં તેથી તેમના પગારનો ખર્ચો બચી જાય. બધુ જ મશીનો દ્વારા થતું હોવાના કારણે ભ્રષ્ટાચાર થશે જ નહીં. અને હા એક દુબઇની બુર્ઝ ખલીફા વિશે જણાવી દઇએ કે આ બુર્ઝ ખલીફા ના 14 વર્લ્ડ રેકોર્ડ છે.

તમો અમોનો લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો , અમોનો આ લેખને  તમોએ વાંચવા બદલ અમોની ટીમ આપનો  આભાર માનીયે છીએ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમોને જણાવો....
 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમોનું ફેસબુક પેજ નીચે લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog