Gujarati Article પાન મસાલાનો શોખ તમને ભારે પડશે. કારણ કે અમદાવાદના શાહઆલમમાં ડુપ્લીકેટ પાન મસાલા બનાવવાનું રેકેટ સામે આવ્યું છે. ...

Gujarati - ચેતી જજો...પાન મસાલાનો શોખ પડશે ભારે, અમદાવાદમાં બની કંઇક આવી ઘટના



Gujarati Article

પાન મસાલાનો શોખ તમને ભારે પડશે. કારણ કે અમદાવાદના શાહઆલમમાં ડુપ્લીકેટ પાન મસાલા બનાવવાનું રેકેટ સામે આવ્યું છે. પાનમસાલામાં ભેળસેળ કરીને બજારમાં વેચાણ કરીને લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરતા હોવાનો થયો પ્રર્દાફાશ થયો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરીને મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સમગ્ર અહેવાલ વિશે જણાવીએ તો, શાહઆલમ વિસ્તારમાં ગેરકાયદેસર પાનમસાલામાં ભેળસેળ કરીને ડુપ્લીકેટીગ પાન મસાલા બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે.

ઇસનપુર પોલીસ તેમજ કંપનીના માણસોએ રેડ કરીને એક આરોપી ઝહીરુદ્દીન ઇસ્માઇલભાઇ મેમણની ઘરપકડ કરી છે. જે પાન મસાલાને ડુપ્લીકેટ કરવાનો ધંધો કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો.

આરોપી પાન મસાલાનો કાચો માલ લાવીને તેમાં ભેળસેળ કરતો હતો અને તેને કંપનીના નામે પેક કરીને બજારમાં વેચતો હતો. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર આ શખ્સને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો છે. આરોપી બજારમાં મળતા પાન મસાલાની કિંમત કરતા સસ્તી કિંમતમાં વેચાણ કરતો હોવાનું સામે આવ્યું.
ઉતરપ્રદેશમાં રહેતા અને એક કંપનીમાં વિજીલન્સ ઓફિસર તરીકે કામ કરતા વિજયભાઇ શ્રીવાસ્તવે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નકલી પાન મસાલાની માહિતી આપી હતી.

જેના આધારે પોલીસે શાહઆલમમાં ઝહીરુદિનના ઘરે દરોડા પાડ્યા હતા. જ્યાં પાનમસાલામાં ભેળસેળ કરતા રંગે હાથે ઝડપાઇ ગયો હતો. છેલ્લા 3 માસથી નકલી પાન મસાલા બનાવતા હોવાનું ખુલ્યું હતું. પોલીસે આરોપીના ઘરેથી પાન મસાલાનો કાચો માલ તેમજ પેકિંગ કરવાના મશીનો પણ જપ્ત કર્યા છે.

આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog