Gujarati Article  કેરળની Alappuzha માં એક એવી રેસ્ટોરાં ખુલી છે, જ્યાં તમને બિલ ભરવાની જરૂર નથી. આ વાત સાચી છે, કેરળના આ રેસ્ટો...

Gujarati - આ રેસ્ટોરામાં પેટ ભરીને ખાવ, મરજી હોય તો બિલ ચૂકવો નહીંતર ના ચૂકવો




Gujarati Article 


કેરળની Alappuzha માં એક એવી રેસ્ટોરાં ખુલી છે, જ્યાં તમને બિલ ભરવાની જરૂર નથી. આ વાત સાચી છે, કેરળના આ રેસ્ટોરામાં પસંદગીનું ભોજન અનલિમિટેડ માત્રામાં ખાઈ શકો છો. તમારે ચિંતા કરવાની જરૂર નથી કે બિલ કેટલું આવશે? કારણ કે રેસ્ટોરામાં કોઈ બિલિંગ કાઉન્ટર નથી અને ન કોઈ કેશિયર રાખવામાં આવ્યો છે. રેસ્ટોરાંના વેટર પણ તમને બિલ આપશે નહીં.

જેટલું ખાવું હોય તેટલું ખાવ અને જેટલું બિલ ભરવું હોય એટલું જ ભરો...

આ વાત કેવી રીતે સંભવ છે તે અંગે ઘણા લોકો વિચારતા હશે, એક અંગ્રેજી અખબારની રિપોર્ટ અને કેરળના નાણા મંત્રી થોમસ ઈસાકની ફેસબુક પોસ્ટ અનુસાર કેરળના અલાપ્પુજામાં ચેરથલા રાજમાર્ગ પાસે આ અનોખી રેસ્ટોરાં ખુલી છે. જ્યાં તમારે જેટલું જમવું હોય જમો અને બિલ ભરવામાંથી તમને મુક્તિ મળે છે. થોમસ ઈસાકે પણ આ રેસ્ટોરાંમાં કોઈ કેશિયર ન હોવાની વાત કહી હતી.



તમે જ આ હોટલના કેશિયર છો, તેથી તમારી ઈચ્છા અનુસાર રેસ્ટોરાંમાં રાખવામાં આવેલા એક બોક્સમાં પૈસા નાંખી શકો છો. જો તમે બોક્સમાં પૈસા નાખ્યા વગર પણ બહાર નીકળશો તો કોઈપણ તમને અટકાવશે નહીં. થોમસ ઈસાક અનુસાર જનતા ભોજનાલયનો હેતુ 'Eat as much as you want, give as much as you can' એટલે કે ‘જમવું હોય એટલું જમો અને ચુકવવા હોય એટલા જ પૈસા ભરો’નો છે.

આ રેસ્ટોરાંમાં રોજ 2000 લોકો માટે જમવાનું બને છે, જેની પાછળ 11.25 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. કેરળની IRTC ની મદદથી વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ અને વોટર ટ્રિટમેન્ટ પ્લાનટ માટે 6 લાખનો ખર્ચ કરી પ્લાન્ટ સેટઅપ કરાયું છે. બે ફ્લોરમાં બનેલી આ રેસ્ટોરાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. રેસ્ટોરાંનું સંચાલન કેરળ સ્ટેટ ફાયનાન્સિયલ એન્ટરપ્રાઈઝ અને સીએસઆર ફંડથી આવે છે. રેસ્ટોરાંના ગ્રાઉન્ડ ફ્લોર પર કિચન છે અને બીજા ફ્લોર પર જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. થોમસની પોસ્ટ અનુસાર, 1576 સ્વંયસેવકોએ 10ગામ ફરી 22 લાખ 76 હજારનું ફંડ ભેગું કર્યું જેના વડે આ અનોખા રેસ્ટોરાંની સ્થાપ્ના કરવામાં આવી અને તેનું સંચાલન કરવામાં આવે છે.



3 માર્ચથી શરુ થયેલા આ અનોખા રેસ્ટોરાંને સ્નેહજલકમ સમૂહના લોકો સંભાળી રહ્યાં છે, જમીનથી લઈ રેસ્ટોરાંની ડિઝાઈન સુધી તમામ જવાબદારી આ ગ્રુપે જ સંભાળી છે. આ રેસ્ટોરાંનો હેતુ એક રીતે લોકો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થાકરવાનો છે, જેથી કોઈએ ભોજન વગર સુવાનો વારો ન આવે. રેસ્ટોરાંમાં લખ્યું છે,‘જો તમને ભૂખ લાગે તો અહીં આવો અને પોતાની મર્જી પ્રમાણે જમો. જેને પૈસા ભરવા હોય તે ઈચ્છા અનુસાર બોક્સમાં નાખે. જેમની પાસે પૈસા ન હોય તેઓ ભરપેટ ભોજન બાદ આરામથી પૈસા ભર્યા વગર જ જઈ શકે છે.’ આ રેસ્ટોરાં માટે 25.5 કરોડના ખર્ચે ઓર્ગેનિક ફાર્મની રચના કરવામાં આવી છે, જ્યાંથી આ રેસ્ટોરાં માટે શાકભાજી અને ફળો લાવવામાં આવે છે. સામાન્ય લોકો પણ આ ફાર્મની શાકભાજી અને ફળ ખરીદી શકે છે.

આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog