Gujarati Article ફ્રિઝ આપણા રૂટિનમાં એ રીતે વણાયેલું છે કે તેના વગરનું રસોડુ આપણે વિચારી શકતા નથી. આપણે તેમાં એટલી બધી એવી...

Gujarati - ભુલથી પણ ના મુકતા ફ્રિજમાં આ 5 વસ્તુઓ, નહિં તો…


Gujarati Article
ફ્રિઝ આપણા રૂટિનમાં એ રીતે વણાયેલું છે કે તેના વગરનું રસોડુ આપણે વિચારી શકતા નથી. આપણે તેમાં એટલી બધી એવી વસ્તુઓ મુકતા હોઈએ છીએ કે ક્યારેક આપણને પણ યાદ નથી રહેતું કે તેમાં કઈ કઈ વસ્તુઓ હોય છે. આપણા મગજમાં ફ્રિઝ એટલે આહારને તાજુ રાખતું મશીન, કોઈ વસ્તુ ન બગડે એટલે તેમાં વિચાર્યા વગર મુકી દેતા હોઈએ છીએ. ક્યારેક તેમાં કામની અને ક્યારેક તો નકામો આહાર પણ અંદર રાખી દેતા હોઈએ છીએ. ફ્રિઝમાં અમુક ચોક્કસ આહાર મુકવાથી તેની ગુણવત્તામાં ફરક પડે છે. તો આજે જોઈએ ફ્રિઝમાં કઈ વસ્તુઓ મુકી શકાય અને કઈ ન મુકાય.
1. આઈસ ક્રિમ

આ તો એકદમ નવાઈ લાગે તેવી વાત છે કે ફ્રિઝમાં આઈસ ક્રિમ ન મુકાય. આ એક ડેરી પ્રોડક્ટ છે એટલે તેને એક વાર ખોલ્યા પછી ફરીથી ફ્રિઝમાં મુકવુ ન જોઈએ. તે ફરી ફ્રિઝમાં મુકવાથી તેનો સ્વાદ અને ટેક્સચર બગાડી દે છે.
2. ફળોનો રસ

ફ્રુટ જ્યૂસને તમે એકવાર નીકાળો એટલે તાજો જ પી લેવો જોઈએ અને જો તમે પેકમાં લાવતા હોવ તો તેને ખોલ્યા પછી એકવારમાં જ પી લોવો હિતાવહ છે.
3. સ્મૂધી

સ્મૂધીમાં દૂધ ઉમેરવામાં આવતુ હોવાથી તેને વધારે સમય રાખવા માટે ફ્રિઝમાં મુકવુ એ બેડ આઈડિયા છે. તેમાં ડેરી પ્રોડક્ટ હોવાના કારણે તે બનાવીને વધારે સમય રાખવુ ન જોઈએ.
4. કાચુ મિટ

ક્યારેય કાચુ મિટ ફ્રિઝમાં ન રાખવું જોઈએ કારણકે તેની સ્મેલ તો ફ્રિઝમાં રહે જ છે પરંતુ તેની સાથે તેનો રંગ અને સ્વાદ પણ ફિક્કો થઈ જાય છે. તેને તાજુ જ પકાવીને ખાવું જોઈએ.
5. સલાડ

સલાડને ફ્રિઝમાં રાખવાથી તેનો રંગ અને સ્વાદ ફિક્કા પડી જતા હોય છે. તેના પૌષ્ટિક તત્વો પણ ઓછા થઈ જાય છે.

આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog