Gujarati Article   ગુજરાતનું સૌથી વધુ સમૃદ્દ ગણાતું આણંદ જિલ્લાનું ધર્મજ ગામનો આજે એટલે 12 જાન્યુઆરીએ 13મો ધર્મજ-ડે મનાવવા માટે...

Gujarati - ગુજરાતમાં પણ વસેલું છે એક PARIS, જુઓ ગામમાં કેવો છે અદભુત નજારો



Gujarati Article 


ગુજરાતનું સૌથી વધુ સમૃદ્દ ગણાતું આણંદ જિલ્લાનું ધર્મજ ગામનો આજે એટલે 12 જાન્યુઆરીએ 13મો ધર્મજ-ડે મનાવવા માટે તમામ તૈયારી કરી દેવામાં આવી છે. ચલો થીમ આધારીત ધર્મજોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગ હોવાથી વિદેશમાં રહેતા ગુજરાતીઓ પોતાના માદરે વતન ધર્મજ આવી રહ્યા છે. આ ગામ પર એક નજર કરીએ....

ધર્મજ ગામમાં પ્રવેશતાં જ તમામ માર્ગો પાકા અને બાજુમાં બ્લોક બેસાડેલાં જોવા મળે છે. ગામડું હોવા છતાં ક્યાંય ઉકરડાં કે કચરાંના ઢગ ખડકાયેલાં નથી. કાદવ-કિચ્ચડ તો ઠીક પાણીનું ખાબોચિયું પણ જોવા નહીં મળે. માર્ગ પર કચરો તો ઠીક માટી કે ધૂળ પણ નથી. કલ્પના ન કરી શકીએ એવો છે ધર્મજ ગામનો નજારો.

દેશમાં ભલે સ્વચ્છતા ઝૂંબેશ હમણાં હાથ ધરવામાં આવી હોય પણ અહીં વર્ષો અગાઉ અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. ગામમાં પંચાયત દ્વારા જ સાફ-સફાઈ કામ કરાવવામાં આવી રહી છે. જેમાં ગ્રામજનો સ્વચ્છતા જાળવવાની પોતાની જવાબદારી સમજીને આ ગામ ચોખ્ખાચણાંક રાખે છે. પંચાયતની સાથે અહીંના એનઆરઆઇ પણ ગામોને સમયે સમયે મદદરૂપ થતાં રહે છે

ધર્મજ ગામમાં 25 વોર્ડ અને અંદાજે 12 હજારની વસતિ છે. વર્ષ 1895થી નોકરી ધંધા અર્થે વિદેશમાં ગયેલાં ગ્રામજનોએ ધર્મજને ચરોતરના ‘પેરિસ’ની ઉપમા અપાવી છે. વિદેશમાં જઈને સ્વચ્છતાનું મહત્વ સમજતાં ગ્રામજનોએ સ્વયં સ્વચ્છતા માટે અલર્ટ રહે છે.

આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog