Gujarati Article જમ્મુ-કાશ્મિરના પુલવામા ખાતે CRPF ના જવાનો ઉપર કટ્ટરવાદી સંગઠનોના આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો અને ૪૪ જેટલા ભા...

Gujarati - આ ગુજરાતી દરેક શહિદનાં પરિવારને આપશે રૂપિયા એક લાખ
Gujarati Article

જમ્મુ-કાશ્મિરના પુલવામા ખાતે CRPF ના જવાનો ઉપર કટ્ટરવાદી સંગઠનોના આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો અને ૪૪ જેટલા ભારતના સપુતો શહીદ થયાં છે. આ શહીદ જવાનોના પરિવારજનોને સહાયરૂપ થવા ગુજરાતના જય સોમનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક બાબુભાઇ કે. પટેલ અને રમણભાઇ કે. પટેલના પરિવાર દ્વારા શહીદ જવાન દીઠ રૂ.૧ લાખની સહાય કરવાનો નિર્ણય કર્યો છે. ૪૪ શહીદના પરિવારજનોને રૂ.૪૪ લાખની સહાય સત્વરે તેમને પહોંચાડવામાં આવશે.આજે ગાંધીનગર ખાતે બાબુભાઇ પટેલ દ્વારા કરેલ જાહેરાત સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રાજ્ય સરકાર વતી તેઓને અભિનંદન પાઠવ્યા હતાં અને ઉમેર્યુ કે, દેશભરમાંથી શહીદો માટે સહાયની સરવાણી થઇ રહી છે ત્યારે બાબુભાઇ પટેલે ગઇ કાલે મારો સંપર્ક કરીને શહીદોના પરિવારજનોને મદદરૂપ થવા માર્ગદર્શન માંગ્યુ હતું અને મેં તેમના ઉત્સાહને વધાવી પ્રેરણા આપીને માર્ગદર્શન આપ્યું હતું જેથી પ્રેરાઇને તેઓએ સહાય કરવાનો નિર્ણય કર્યો હતો અને આજે જાહેરાત કરી છે તે સત્વરે શહીદોના પરિવારજનોને પહોંચતી કરાશે.
બાબુભાઇ પટેલના પરિવાર દ્વારા શહીદોની શહાદત માટે શ્રધ્ધાંજલિ આપવા જે પ્રયાસ કરાયો છે. તે ગુજરાત માટે ગૌરવ છે અને અન્ય લોકો તથા સેવાભાવી સંસ્થાઓ પણ આ માટે પ્રેરાશે તેઓ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog