Gujarati Article  27 વર્ષ ની વલ્લરી ચંદ્રાકર કોમ્પ્યુટર સાયંસ થી એમટેક છે. કોલેજમાં અસિસ્ટેંટ પ્રોફેસર રહી ચુકી છે. પરંતુ હમણાં ...

Gujarati - જોબ છોડીને ખેતી કરી રહી છે આ છોકરી, દુબઈ સુધી જાય છે આ દીકરી ની ખેતી કરેલ શાકભાજી



Gujarati Article 

27 વર્ષ ની વલ્લરી ચંદ્રાકર કોમ્પ્યુટર સાયંસ થી એમટેક છે. કોલેજમાં અસિસ્ટેંટ પ્રોફેસર રહી ચુકી છે. પરંતુ હમણાં તે જોબ છોડીને 27 એકડ જમીન પર ખેતી કરી રહી છે. વલ્લરી પોતાની ખેતરની શાકભાજી દુબઇ અને ઇઝરાયલ ને એક્સપોર્ટ કરવાની તૈયારી કરી રહી છે. શરૂઆતમાં લોકો એને કહેતા હતા કે ભળેલી-ગણેલી મૂર્ખ.



રાયપુર થી 88 કિમિ દૂર આગબહાર ના સિરી ગામની રહેવા વાળી વલ્લરીએ ખેતીની શરૂઆત 2016 માં કરી હતી. તેમને ખેતીમાં ટેક્નોલોજીનો ઉપયોગ થી માર્કેટમાં જગ્યા બનાવી લીધી. વલ્લરીએ જણાવ્યું કે, “હું નોકરી છોડીને ખેતી કરવા લાગી તો લોકોએ મને ભણેલી-ગણેલી મૂર્ખ કહેવા લાગ્યા. ઘરમાં ત્રણ પીઢીથી કોઈએ ખેતી નહોતી કરેલ . ખેડૂત, બજાર અને શાકમાર્કેટ થી વાત કરવી શરૂઆતમાં ખુબ મુશ્કેલ થયું હતું.” પિતાએ આ જમીન ફાર્મ હાઉસ બનાવવા માટે ખરીદી હતી, મને અહીંયા ખેતીમાં ફાયદો દેખાયો તો મેં નોકરી છોડીને આવી ગયી. શરૂઆતમાં લોકો છોકરી સમજીને મારી વાતને સિરિયસલી નહોતા લેતા.

વલ્લરીની શાકભાજી દિલ્હી, ભોપાલ, ઇન્દોર, ઓડિશા, નાગપુર, બેગલુરુ સુધી જાય છે. તેમની ખેતરમાં અત્યાર સુધી કારેલા, કાકડી, લીલા મરચા ની ખેતી થઇ ચુકી છે. આ વખતે તેમને ટામેટા અને દૂધીનો ઓર્ડર મળ્યો છે. આનો નવો પાક 60-75 દિવસમાં આવશે, જેને દુબઇ અને ઇઝરાયલ સુધી એક્સપોર્ટ કરવાની તૈયારી છે.

છત્તીસગઢી પણ શીખી

વલ્લરીએ જણાવ્યું કે, “ખેતરમાં કામ કરવા વાળા સાથે સારું કમ્યુનિકેશન માટે મેં છત્તીસગઢી ભાષા પણ શીખી લીધી છે. ખેતીની નવી ટેક્નોલોજી ઈન્ટરનેટ થી શીખી. જોયું કે ઇઝરાયલ, દુબઇ અને થાઈલેન્ડ માં કેવા પ્રકારની ખેતી થાય છે. મારી શાકભાજીને સારી ક્વાલિટી આપી જેથી ધીરે ધીરે ખરીદદાર મળવા લાગશે.

ખેતરજ બની જાય છે છોકરીનો ક્લાસરૂમ

સાંજે પાંચ વાગે ખેતરમાં કામ બંધ થઇ જાય છે. તેના પછી વલ્લરી ગામની 40 છોકરીઓને રોજ બે કલાક અગ્રેજી અને કમ્પ્યુટર ભણાવે છે, એટલા માટે કે તે સેલ્ફ ડીપેડેટ બની શકે. ખેતરમાં કામ કરી રહ્યા ખેડૂતો માટે વર્કશોપ ઓગેનાઈજ કરે છે, જેમાં તેમને ખેતીના નવી-નવી રીતો ના વિષે જણાવવામાં આવે છે.

આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog