Gujarati Article  હમેશા તમે લોકોને આ કહેતા સાંભળ્યું હશે કે કિસ્મત મહેરબાન તો ગધા ભી પહેલવાન. આનો મતલબ આ થાય છે કે જેની સાથે નસી...

Gujarati - આને જ કહેવાય છે કિસ્મત, નળિયાવાળા ઘરમાં રહેતી છોકરી લગ્ન પછી વિદાઈ થઇ હેલિકોપ્ટર માંGujarati Article 

હમેશા તમે લોકોને આ કહેતા સાંભળ્યું હશે કે કિસ્મત મહેરબાન તો ગધા ભી પહેલવાન. આનો મતલબ આ થાય છે કે જેની સાથે નસીબ હોય છે તેની સાથે બધું સારું થાય છે. ખરાબ થી ખરાબ સમયમાં પણ તે વ્યક્તિને પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી. ઘણા લોકોને જીવનમાં પહેલાથી નક્કી હોય છે તેમને જીવનમાં સુ કરવાનું છે. સારા નસીબ વાળા લોકો જે વસ્તુના વિષે ક્યારે વિચારતા પણ નથી, તેવુંજ તેમની સાથે થાય છે. હમણાં જ એક એવી જ ઘટના જોવા મળી છે, જેના વિષે જાણીને તમે હકીકતમાં વિચારમાં પડી જશો.માતા -પિતા બોલ્યા અમારી દીકરી છે ખુબ નસીબદાર :

ઇંદોરની પાસે જાવરા માં પઠાનટોલી ની એક નાની ગલી ફક્ત ચાદરથી ઢાકેલ બે રૂમ માં રહેવા વાળી શાહિસ્તા નું જીવન અચાનક બદલાઈ ગયું, જેના વિષે તેણે કે બીજા કોઈએ ક્યારેય નહોતુ વિચાર્યું. જે શાહિસ્તા ક્યારેક તૂટેલ-ફૂટેલ ઘરમાં રહેતી હતી અચાનક મંગળવારે આ હેલિકોપ્ટર માં બેસીને વિદાઈ લીધી. દીકરીના વિદાઈ દરમિયાન ફળ વેચવા વાળા પિતા અને સિલાઈ કરવા વાળી માં ની આંખો આંસુઓ થી ભરાઈ ગઈ. તે રડતા રડતા બોલી કે અમારી દીકરી ખુબ વધારે નસીબદાર છે.

ત્રણ વર્ષ પહેલા થઇ હતી શાહીસ્તાની સગાઇ :

મૈટ્રીક પાસ શાહીસ્તા કહેવું છે કે, “મેં સપના માં પણ આવું વિચાર્યું હતું નહિ કે મારી સાથે લગ્ન કરવા માટે કોઈ હેલિકોપ્ટર માં બેસી ને આવશે. ખુદા એ વગર માંગે જ મને આખી દુનિયા ની ખુશીઓ આપી દીધી” તમને જણાવી દઈએ કે પઠાનટોલી ના રહેવા વાળા વાહીલ ખાનની દીકરી શાહીસ્તા ની સગાઈ આજથી ત્રણ વર્ષ પહેલા રાજસ્થાનના કોટા જિલ્લામાં રહેવા વાળા ખનીજ વ્યાપારી આરીફ ખાન દીકરા હાજી આસિફ ખાન જોડે થઇ હતી. સોમવારે આસિફ રતલામ હેલિકોપ્ટર માં બેસીને લગ્ન કરવાના માટે આવ્યો અને મંગળવારની સવારે દુલ્હન ને હેલિકોપ્ટર થી લઇ ગયો.પહેલી જ નજરમાં શાહીસ્તા ને કરી નાખી હતી પસંદ

શાહીસ્તા ની માં આસિફ બી ને જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા આ મુગલપુર માં પોતાની બહેન ને મળવા માટે ગઈ હતી. અહીંયાજ પડોસમાં રહેવા વળી રહના બી એ શાહીસ્તા ને જોતાજ કહ્યું કે આટલી સુંદર સુશીલ છોકરી મને પહેલા કેમ દેખાઈ નહિ. આના પછી તેમને સુકેત ના રહેવા વાળા ખનીજ વ્યાપારી આરીફ ખાન દીકરા જોડે લગ્નની વાત કરી. તેના પછી સુકેત જોડે આરીફ ખાન પોતાની માં ની સાથે મુગલપુરા માં દીકરીને જોવા આવ્યા. પહેલી નજરમાં તેમણે પણ શાહીસ્તા ને પસંદ કરી લીધા. તે સમયે રહના બી એ જણાવ્યું કે તારી દીકરી ખુબ નસીબદાર છે તેમને જણાવ્યું કે આ લોકો 50 થી વધારે છોકરીઓ જોઈ ચુક્યા છે. પરંતુ ક્યાંય પણ સંબંધ જોડાયો નહિ.

અમીરી-ગરીબી થી નથી કોઈ મતલબ, શાહીસ્તા પસંદ છે અમને :

તમને જણાવી દઈએ કે આસિફ ખાન ના ભાઈ આદિલ ખાન ના પણ લગ્ન સોમવારે જાવરા ના જ જુલાહપુરા માં એક ખેડૂતની દીકરી સાથે થયા. બંને ભાઈ એક સાથે જ હેલિકોપ્ટર માં બેસીને સુંકેતના માટે રવાના થયા. શાહીસ્તા ની માં એ જણાવ્યું કે સંબંધની વાત ચાલવા પર જયારે તે સુકેત પહુંચ્યા તો તેમને ખબર પડી કે આસિફ અને તેમના પિતા આરીફ ખુબ મોટા કારોબારી છે. તેમનો ઠાઠ-બાઠ જોઈને મેં કહ્યું તમે આમિર છો અમે ગરીબ, અમારી પાસે તો રહેવા માટે ઘર પણ નથી. હું સિલાઈ કરું છું અને મારા પતિ ફળ વેચે છે. એવામાં સંબંધ કેવી રીતે જોડાશે? એટલું સાંભળીને આસિફ અને તેમના પિતાએ જણાવ્યું કે અમીર-ગરીબ થી કઈ હોતું નથી અમને શાહીસ્તા પસંદ છે બસ અમને બીજું કઈ જોઈતું નથી

આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog