Gujarati Article  હરિયાણાની સીમા પર વસતુ રાજસ્થાનનું માત્ર 1500 લોકોની આબાદી ધરાવતું ગામ ટીકલા જેમાં કોઈ ધૂમ્રપાન નથી કરતું. આટ...

Gujarati - વૃદ્ધ હોય કે જવાન આ ગામમાં દરેક વ્યક્તિ ધૂમ્રપાનથી રહે છે દૂર,આના પાછળનું કારણછે ચોંકાવનાર




Gujarati Article 

હરિયાણાની સીમા પર વસતુ રાજસ્થાનનું માત્ર 1500 લોકોની આબાદી ધરાવતું ગામ ટીકલા જેમાં કોઈ ધૂમ્રપાન નથી કરતું. આટલું જ નહીં અહીં બહાર ગામથી આવતા લોકોને પણ ધૂમ્રપાન ન કરવાની સલાહ આપવામાં આવે છે. કોઈ અજાણી વ્યક્તિ જ્યારે ગામમાં પ્રવેશે છે ત્યારે તેને પહેલો સવાલ એ કરવામાં આવે છે કે તેની પાસે બીડી-સિગરેટ, પાન-મસાલાતો નથી ને, ત્યાર બાદ જ તેને ગામમાં પ્રવેશ આપવામાં આવે છે.

ફક્ત હરિયાણા જ નહીં રાજસ્થાન પણ આ ગામને આદર્શ માને છે. કોઈ પણ પ્રકારના વ્યસનનું સેવન ન કરવાની પ્રથા અહીં આજ કાલની નહીં પરંતુ વર્ષોની છે. દિલ્હીથી લઈને જયપુર સુધી આ ગામને નશા મુક્ત ગામ તરીકે ઓળખવામાં આવે છે. ટીકલા ગામમાં બાબા ભગવાનદાસનું મંદિર અને સમાધિ બનાવેલી છે. તેમની 23મી પેઢી ગાદી સંભાળી રહેલા બાબા અમર સિંહ જણાવે છે કે ભગવાનદાસે તમાકુના સેવનનો બહિષ્કાર કરવાની શરૂઆત કરી હતી.

બાબાના ધણા ચમત્કાર બાદ લોકોની આસ્થા તેમના પર વધવા લાગી અને લોકોએ કોઈ પણ રૂપમાં તમાકુનું સેવન છોડી દીધુ. ત્યારથી શરૂ થયેલી આસ્થા ગામમાં જાગૃતતાના રૂપમાં બદલાઈ ચુકી છે. આ પ્રદેશમાં હુક્કો સામાજીક અને પંચાયતમાં સામાન્ય રીતે મળે છે. પરંતુ આ ગામમાં તમાકુ કે કોઈ પણ પ્રકારના નશા પર બેન છે. ગામના યુવાઓનું કહેવું છે કે તે વર્ષોથી ધૂમ્રપાન બંધી વિશે સાંભળે છે અને પોતાને તે નશાથી દૂર રાખે છે અને આ ગામના લોકો બીજા ગામના લોકોને પણ તમાકુનું સેવન ન કરવાની સલાહ આપે છે અને જાગૃતી ફેલાવે છે.

આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog