Gujarati Article કહેવાય છે કે, જેટલું કાળુનાણુ વિદેશમાં છે તેથી બમણું દેશમાં છે. જેને બહાર લાવવા આયકર વિભાગ દ્વારા રેડ પાડવામાં...

Gujarati - કબરમાંથી નીકળ્યા એટલાં રૂપિયા કે અધિકારીઓની આંખો પહોળી થઈ ગઇ



Gujarati Article

કહેવાય છે કે, જેટલું કાળુનાણુ વિદેશમાં છે તેથી બમણું દેશમાં છે. જેને બહાર લાવવા આયકર વિભાગ દ્વારા રેડ પાડવામાં આવે છે. કાળુનાણુ ક્યારેક દુકાનથી, ક્યારેક ઘરથી તો ક્યારેક જમીનમાંથી નિકળી શકે છે.

કાળુનાણું જમીનમાંથી કે, ઘરની દિવાલમાંથી નિકળે એવુ તો તમે ઘણી વાર સાંભળ્યું હશે, પરંતુ આ કરોડોનું કાળુનાણુ કોઇ દિવાલ, કે જમીનમાંથી નહીં પણ એવી જગ્યાએથી મળ્યું છે કે, જે સાંભળીને તમને આશ્ચર્ય થશે. આ કાળુનાણુ ત્યાથી મળી આવ્યું છે જ્યાં સેકડો લોકો રહે છે પણ કોઇ બોલી નથી શકતા.

આયકર વિભાગની દેશના ઇતિહાસની લગભગ પહેલી રેડ કબ્રસ્તાનમાં પાડી આ રેડ દરમિયાન જ્યારે કબરને ખોદવામાં આવી તો અંદરથી 433 કરોડની રકમ મળી આવી.

કહે છે કે, કબ્રસ્તાનમાં આવ્યા પછી વાર્તા કાયમી માટે પુરી થઇ જાય છે. માણસ પહેલાં લાશ, પછી કંકાલ અને આખરે ખુદની એક કહાની બની જાય છે, પરંતુ ચેન્નઇની એક કહાની એવી છે જે કબરથી શરૂ થાય છે. આ કહાની લાલચની છે આવી વાત તમે ક્યારેય ક્યાંય નહીં સાંભળી હોય.

સમગ્ર અહેવાલ વિશે જણાવીએ તો, 28 જાન્યુઆરી 2019ના રોજ આયકર વિભાગને માહિતી મળે છે કે, તમિલનાડુના નામાંકિત જ્વેલર્સ, લોટ્સ ગ્રુપ અને સ્કોવયરના માલિકોએ તાજેતરમાં 180 કરોડની પ્રોપર્ટી કેશથી ખરીદી છે અને આ ડિલને છુપાવીને ટેક્સની હેરફેરી કરે છે. આ માહિતી એટલી પાક્કી હતી કે, આયકર વિભાગે આ કંપનીઓ પર 72 જગ્યાએ રેડ માટે ઘણી ટીમો તૈયાર કરી અને રેડ પણ કરી, પરંતુ આટકર વિભાગના હાથે ન રૂપિયા દાગીના કે, પેપર કંઇ આવ્યું નહીં.

આયકર વિભાગની માહિતી એકદમ સાચી હતી છતાં નિષ્ફળતા મળતાં તેમણે સધન કાર્યવાહી હાથધરી તેમણે શહેરના રસ્તાના CCTV ચેક કર્યાં જેમાં તેમને એર એસયૂવીને એ દિવસે આખો દિવસ રસ્તાઓ પર જોઇ. જેથી તેમને વધારે શક ગયો અને બીજા દિવસે પોલીસે ગાડી સાથે ડ્રાઇવરને ગિફ્તાર કરી લીધો.

ડ્રાઇવર પૂછપરછ બાદ આયકર વિભાગની ટીમે કબ્રસ્તાનમાં રેડ કરી ડ્રાઇવરે બતાવેલ કબર અધિકારીઓ ખોદી જેમાં કોઇ લાશ નહીં પણ આયકર વિભાગના અધિકારીઓને મળી આવ્યો 433 કરોડનો ખજાનો, જેમાં 25 કરોડ રોકડ, 12 કિલો સોનું અને 626 કેરેટ હિરા. ત્યારબાદ આયકર વિભાગ દ્વારા ડ્રાઇવરની વધારે પૂછપરછ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, માલિકોને રેડની પહેલાથી ખબર હતી જેથી આ બધુ કાળુનાણુ કબ્રસ્તાનમાં સંતાડવામાં આવ્યું હતુ.

આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog