Gujarati Article જ્યાં એક બાજું દેશમાં હિન્દુ-મુસ્લિમના નામ પર રાજનીતિ થઈ રહી છે, તો બીજી તરફ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે બંન...

Gujarati - એક મુસ્લિમ યુવકે રોજા તોડીને બચાવ્યો હિન્દુ યુવકનો જીવ ! માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ….વાંચો



Gujarati Article

જ્યાં એક બાજું દેશમાં હિન્દુ-મુસ્લિમના નામ પર રાજનીતિ થઈ રહી છે, તો બીજી તરફ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે બંને સમુદાયની વચ્ચે ભાઈચારાનો સંદેશ આપ્ય છે. હકીકતમાં એક મુસ્લિમ યુવકે એક હિન્દુ યુવકનો જીવ બચાવવા રમજાનમાં પોતાના રોજા તોડી નાખ્યા.

વાંચો સમગ્ર ઘટના

કેટલીક વખત આપણી સામે એવા કિસ્સા આવે છે જેના વિશે સાંભળીને માણસાઈ પરથી વિશ્વાસ વધી જાય છે. જેમ કે હમણા દહેરાદૂનનો એક કિસ્સો સામે આવ્યો છે જેના અનુસાર 20 વર્ષના અજય બજલવાનની અચાનક તબિયત ખરાબ થઈ ગઈ અને તેને તે શહેરમાં મેક્સ હોસ્પિટલના આઈસીયૂમાં એડમીટ કરવામાં આવ્યો હતો. અજયને લીવર ખરાબ થઈ ગયું હતું અને તેણે લોહી બહપ જરૂરિયાત હતી. હકીકતમાં લીવર ખરાબ થવાને કારણે શરીરમાં રક્ત પ્લેટલેટ્સ ઝડપથી ઘટી જાય છે.અજયનું બ્લડ ગ્રુપ A+ છે અને અહીં બહુ શોધખોળ કરવા છતા લોહી ન મળ્યું. તેવામાં અજયના પિતાની હાલત જોઈએ બધા હેરાન થઈ ગયા હતા. અને તેણા પિતાએ સોશિય મીડિયાની મદદથી લોકો પાસે મદદ માંગી હતી અને એક ભગવાનના રૂપમાં મુસ્લમાન યુવક મળી ગયો જે એક ફરિશ્તાથી કમ નહતો. મુસ્લિમ યુવકનું નામ આરિફ ખાન હતું, જેને રોજા દરમિયાન લોહી આપીને અજયનો જીવ બચાવ્યો હતો.



હકીકતમાં આરિફની આ વાત સોશિયલ મીડિયા દ્વારા પહોંચી હતી કે કોઈ અજય નામના છોકરાને A+ લોહીની જરૂરિયાત હતી. આરિફે આ સમાચાર સાંભળીને એ વાતનો પણ વિચાર ના કર્યો તે તેના રોજા તૂટી જશે અને તે અજયની મદદ કરવા માટે હોસ્પિટલ પહોંચી ગયો હતો. અહીં ડોક્ટરને તેને રક્તદાન પહેલા કંઈક ખાવાનું કહ્યુ હતું તો આસિફે કહ્યું તે તેને રોજા છે. પરંતુ ડોક્ટરે તેને કંઈ પણ ખાધા વગર રક્તદાન કરવાની ના પાડી દીધી.



ત્યારે આવી પરિસ્થિતિ જોઈએને આરિફે અજયનો જીવ બચાવા માટે રોજા તોડી નાખવાનો એક મીનિટનો પણ વિચાર ના કર્યો. અજયનો જીવ બચાવીને આરિે સાબિત કરી દીધું કે આજે પણ માનવતા જીવે છે અને ધર્મની દીવાલ અત્યારે પણ માણસાઈના રસ્તામાં પથ્થર નથી બનતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરિખ ખાન નેશનલ એસોસિયેશન ફોર પેરેન્ટસ અને સ્ટૂડંટ રાઈટ નામની સંસ્થાનો પ્રમુખ છે. તે હંમેશા કોઈની પણ મદદ કરવા માટે આગળ હોય છે. તેણું માનવું છે તે જીવ બચાવા માટે તે હંમેશા તત્પર જ રહે છે.

આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog