Gujarati Article   આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, 16 વર્ષનાં બિમલ નર્જીને પાકિસ્તાને બોર્ડર સિક્યોરિટી ફોર્સને સોંપ્યો હતો અને...

Gujarati - ભૂલથી સરહદ પાર કરી ગયેલા બાળકને પાકિસ્તાને ભારતને સોંપ્યો


Gujarati Article 

આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, 16 વર્ષનાં બિમલ નર્જીને પાકિસ્તાને બોર્ડર સિક્યોરિટી ફોર્સને સોંપ્યો હતો અને બંને દેશ વચ્ચેનાં સૌહાર્દભર્યા વાતાવરણને જીવંત કરી હતી. આ બાળક આસામનો વતની છે. પાકિસ્તાને તમામ દસ્તાવેજોની ચકાસણી બાદ આ બાળકને ભારતીય એજન્સીને સોંપ્યો હતો.
ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ભારતે પાકિસ્તાનનાં ઇમરાન કુરેશી વારસી અને અબ્દુલ્લાને અટારા બોર્ડર દ્વારા પાકિસ્તાનને સોંપ્યા હતા.
અબ્દુલ્લાને 2017માં ભારતીય સુરક્ષા એજન્સીઓ અટક કરી હતી. અબ્દુલ્લા બાલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનને મળવાનાં સપના સાથે ભારતમં ઘૂંસ્યો હતો.
ઇમરાન કુરેશી વારસીને ભારતીય સુરક્ષા એજન્સીઓએ જાસૂસનાં આરોપસર પકડ્યો હતો અને સ્થાનક કોર્ટે તેને સજા સંભળાવી હતી. તે 2003માં ભારત આવ્યો હતો અને કોલકાતા સ્થિત તેના
સગાવ્હાલાઓને મળવા આવ્યો હતો. તેના વિઝા પૂરા થઇ ગયા છતાં તે ભારતમાં રોકાઇ ગયો હતો અને ભારતનાં રોકાણ દરમિયાન તે સ્થાનિક છોકરી સાથે પરણી ગયો હતો.

આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog