Gujarati Article જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલા જવાનો શહીદ થતા સમગ્ર દેશમાં આતંકવાદ પ્રત્યે ભારે રોષ પ્રગટ થઈ ર...

Gujarati - પાકિસ્તાનને 56 ઇંચની છાતીનો પાવર બતાવવા 8 વર્ષની બાળકીએ PM મોદીને લલકાર કર્યો, સાંભળો વિડીયો



Gujarati Article

જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલા જવાનો શહીદ થતા સમગ્ર દેશમાં આતંકવાદ પ્રત્યે ભારે રોષ પ્રગટ થઈ રહ્યો છે તેમજ સમગ્ર દેશમાં કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ સભા યોજીને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવી રહ્યા છે ત્યારે સાથે સાથે દેશની જનતામાં એવી પણ માગ ઉઠી છે કે 56 ઇંચની છાતી ધરાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આતંકવાદના સફાયા માટે નક્કર પગલા ભરે



તાજેતરમાં ગુજરાતના સુરતમાંથી એક બાળકીએ નરેન્દ્ર મોદીને આતંકવાદ સામે પગલાં ભરવા માટે પત્ર લખ્યો હતો. તો બીજી બાજુ સોશિયલ મીડિયામાં અન્ય એક આઠેક વર્ષની બાળકીનો વીડિયો વાયરલ થયો છે, જેને એક નાનકડી કવિતા ના અનોખા અંદાજમાં 56 ઇંચની છાતી નો ઉલ્લેખ કરનાર નરેન્દ્ર મોદીને આતંકવાદ સામે પગલાં ભરવા માટે લલકાર કર્યો છે. આ બાળકી વીડિયોમાં કહે છે કે, ” આતંકવાદીઓ ના સમજે તો એમને એમની ભાષામાં સમજાવી દો, હવે તો આપણી આદત બદલો ડરી ડરી ને જીવવાની, પાકિસ્તાનને અહેસાસ કરાવી દો 56 ઇંચની છાતી ની ”



અત્રે ઉલ્લેખનીય છે કે કવિતાની આ પંક્તિઓ એક નામાંકિત કવિ ડો. હરિઓમ પવારની છે. જેઓએ દેશભક્તિ વિશે અનેક કવિતાઓ લખી છે. સંવિધાનમાં નિપુણતા ધરાવતા ડો.પવારના વીડિયો પણ તાજેતરમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે.જેમાં આતંકવાદ સામે તેમણે લડી લેવાનો મિજાજ બતાવ્યો છે. હરિઓમ પવારે નાનકડી બાળકી નો દેશદાઝ ધરાવતો આ વિડીયો તેમના ફેસબુક પેજ ઉપર અપલોડ કર્યો છે.



તમો અમોનો લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો , અમોનો આ લેખને  તમોએ વાંચવા બદલ અમોની ટીમ આપનો  આભાર માનીયે છીએ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમોને જણાવો....
 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમોનું ફેસબુક પેજ નીચે લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog