Gujarati Article જાપાનના મિલિયોનેર મિત્સુતોકી શિગેતાનો વધારેમાં વધારે બાળકોના પિતા બનવાના શોખે તેને દુનિયાભરમાં પોપ્યુલર કરી દીધ...

Gujarati - બિઝનેસ ટાયકૂનના દીકરાને 1000 બાળકોના પિતા બનવાનું ચડ્યું ઝનૂન, 16 બાળકોની લગાવી દીધી લાઇન



Gujarati Article

જાપાનના મિલિયોનેર મિત્સુતોકી શિગેતાનો વધારેમાં વધારે બાળકોના પિતા બનવાના શોખે તેને દુનિયાભરમાં પોપ્યુલર કરી દીધો છે. તે 2014માં ત્યારે ચર્ચા આવ્યો હતો જ્યારે તેના 16 બાળકોના પિતા હોવાની વાત સામે આવી હતી. મિત્સુતોકીને દુનિયા બેબી ફેક્ટરીના નામથી ઓળખે છે. તેના આ દરેક બાળકો સરોગસીની મદદથી જન્મેલાં છે. મિત્સુતોકી 1000 બાળકોની ફોજ તૈયાર કરવા માંગે છે. જેની માટે તેણે દર વર્ષે 10 થી 15 બાળકોને જન્મ આપવાની ઇચ્છા જાહેર કરી હતી.

થાઈ ક્લિનિક પાસેથી માંગી હતી સરોગેટ મધરઃ-



28 વર્ષના શિગેતાએ સરોગેટ મધર માટે થાઈલેન્ડની ન્યૂ લાઇફ ક્લિનિકને અપ્રોચ કર્યું હતું. ક્લિનિકે તેને બે મહિલાઓ પ્રોવાઇડ કરાવી હતી, જેમાંથી એક મહિલાએ શિગેતાના જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. પરંતુ તે વધુ સરોગેટ મધરની ડિમાન્ડ કરવા લાગ્યો હતો. ક્લિનિક ફાઉન્ડર મરિયમ કુકુનાશવિલીએ 2014માં જણાવ્યું હતું કે શિગેતાને વર્ષમાં 10થી 15 બાળકો જોઇએ છીએ. તે પોતાના મૃત્યુ સુધી આ પ્રોસેસ ચાલુ રાખવા માંગે છે. તેમણે ક્લિનિક સ્ટાફ પાસેથી સ્પર્મ ફ્રીજ કરવાની રીત પણ પૂછી હતી.

શિગેતાના ઘરમાંથી મળ્યાં 9 બાળકોઃ-

આ પ્રક્રિયા ચાલી રહી હતી કે ક્લિનિકને જાણવા મળ્યું કે શિગેતાએ અન્ય એજેન્સીઓ પાસેથી સરોગસી માટે મહિલાઓ લીધી છે. ત્યાર બાદ ન્યૂ લાઇફ ક્લિનિકેફરી શિગેતા સાથે કામ કર્યું નહીં, પરંતુ ઇન્ટરપોલને તેના વિશે જાણકારી આપી. ક્લિનિકની ફાઉન્ડર મરિયમે ફરિયાદ કરતાં ગરબડનો અંદેશો દર્શાવ્યો હતો, પરંતુ ઇન્ટરપોલે ધ્યાન આપ્યું નહીં. તેના એક વર્ષ બાદ 2014માં શિગેતાના આ સ્કેન્ડલનો ખુલાસો થયો. થાઈ પોલીસે તેના બેંકોક કોંડોમિનિયમમાંથી બે સપ્તાહથી લઇને 2 વર્ષ સુધીના 9 બાળકો મળ્યાં હતાં. દરેક બાળકની સાથે નૈની હતી અને રૂમમાં બાળકોનો બધો જ સામાન હતો.

અનેક વર્ષો બાદ મળી 16 બાળકોની કસ્ટડીઃ-



કોર્ટ ડોક્યુમેન્ટ્સ પ્રમાણે, તેમણે થાઈલેન્ડમાં 2013માં સરોગસી માટે 9 મહિલાઓને હાયર કરી હતી, જેમણે 2014માં બાળકોને જન્મ આપ્યો હતો, પરંતુ જ્યાં સુધી તે બાળકોને પોતાના ઘર લઇને આવે, ત્યાં સુધી ઇન્ટરપોલે ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દીધી હતી. જોકે, તેને બાળકોની કસ્ટડી મળી શકી નહીં. શિગેતા હ્યૂમન ટ્રૈફિકિંગની શંકા હેઠળ આવી ગયો હતો. ત્યાર બાદ બાળકોની કસ્ટડી માટે લાંબી લડાઈ લડવી પડી, ત્યારે જઇને તેને 2015માં પહેલાં ત્રણ બાળકોની કસ્ટડી મળી હતી. પછી આ વર્ષે ફેબ્રુઆરીમાં કોર્ટે તેને અન્ય 13 બાળકોની કસ્ટડી સોંપી હતી.

બિઝનેસ ટાયકૂનનો દીકરોઃ-



જાપાન ટાઇમ્સ પ્રમાણે, શિગેતા ટાયકૂન યસૂમિત્સુ શિગેતાના ત્રણ દીકરાઓમાં સૌથી મોટો છે. તેના પિતાની નેટવર્થ 37837 કરોડ રૂપિયા છે. તે ટેલિકમ્યુનિકેશન એન્ડ ઓફિસ ઓટોમેશન ફર્મ હિકારી સુશિન (Hikari Tsushin) ના ફાઉન્ડર છે. મિત્સુતોકી શિગેતા તેમાં શેયરહોલ્ડર છે અને પોતાનો અલગ બિઝનેસ પણ છે. શિગેતાએ પોતાના બધા જ બાળકોના નામ સંપત્તિ ખરીદી રાખી છે. તે દરેકનાનામે સેવિંગ એકાઉન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ છે. ત્યાં જ સરોગસી માટે તેણે એક-એક મહિલાને સાડા 8 લાખ રૂપિયા આપ્યાં હતાં. શિગેતા સરોગસીથી અન્ય બાળકોને જન્મ આપવાની તૈયારી કરી રહ્યો છે.

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog