Gujarati Article ભગવાન શિવ ને દેવોના દેવ કહેવામાં આવે છે. ભગવાન શિવ જોવામાં વિચિત્ર દેખાઈ આવે છે. ગાળામાં સર્પ ની માળા, શરીર ઉપ...

Gujarati - ભગવાન શિવ માટે ઉતારવામાં આવે છે ભસ્મ આરતી જાણો તેના પાછળ નું આ ખાસ મહત્વ




Gujarati Article

ભગવાન શિવ ને દેવોના દેવ કહેવામાં આવે છે. ભગવાન શિવ જોવામાં વિચિત્ર દેખાઈ આવે છે. ગાળામાં સર્પ ની માળા, શરીર ઉપર વાઘ ની ખાલ, શરીર ઉપર ઘણા રુદ્રાક્ષ ને ધારણ કરીને હાથ માં ડમરું અને ત્રિશુલ લઈને દુનિયાની મોહ માયા થી દુર. જેવું તેનું રૂપ છે તેવીજ તેની આરતી પણ છે. ભગવાન શિવ ની આરતી માટે ખાસ કરીને ભસ્મ નો ઉપયોગ કરવામાં આવે છે.ભગવાન શિવ ની પૂજા માટે ભસ્મ ખાસ વિશેષ અને ખાસ વસ્તુ માનવામાં આવે છે.

ભગવાન શિવ ની આ ભસ્મ ચઢાવવા માટે પોરાણિક કથામાં કહેવામાં આવે છે કે જયારે દેવી સતી એ પોતાના શરીર નો ત્યાગ કર્યો હતો અને ભગવાન શિવ તેના શરીર ના વિયોગ માં હતા તે દરમિયાન ભગવાન વિષ્ણુ દ્વારા દેવી સતી ના શરીર ને છિન્ન ભિન્ન કરી નાખ્યું હતું અને જે સ્થાન ઉપર દેવી સતી ના શરીર ના અંગ પડ્યા ત્યાં આજે પણ દેવી સતી ના શક્તિપીઠ સ્થાપિત છે.

તે દરમીયા ભગવાન શિવ નો સંતાપ દુર કરવા માટે ભગવાને દેવી સતીના શરીર ને ભસ્મ માં પરિવર્તન કરીને ભગવાન શિવ ના શરીર ઉપર લગાવ્યું. જેને ભગવાન શિવ એ દેવી સતીની છેલ્લી નિશાની મનીની પોતાના શરીર ઉપર લગાવ્યું.

તેજ ભસ્મ ને લઈને એ પણ કહેવામાં આવે છે કે જે પ્રકાર એ ભગવાન શિવ વિનાશ અને મૃત્યુ ના દેવતા છે. દુનિયાને મોહ માયા ત્યાગ કરવાનો સંદેશો આપે છે અને જીવનના અંત માં બધુજ રાખ થઇ જશે એવો સંદેશો પણ આપે છે. ભગવાન શિવ વિધ્વન અને વિનાશ ના દેવતા છે અને રાખ પણ એક પ્રકાર એ વિનાશ એટલે કે અંત ને દર્શાવે છે એટલા માટે તેની ભસ્મ ની આરતી કરવામાં આવે છે.

શરીર ઉપર ભસ્મ લગાવવાનો એજ અર્થ છે કે જીવન માં ક્યારેય પણ ઘમંડ ની જરૂર નથી કેમ કે એક દિવસ બધુજ ભસ્મ થઇ જવાનું છે.


આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog