Gujarati Article જુવારમાં પ્રોટીન, વિટામીન, કાર્બોહાઈડ્રેટ, મિનરલ્સ વગેરે જેવા પોષક તત્વો રહેલા હોય છે જે શરીર ને સ્વસ્થ અને તં...

Gujarati - ઘઉં ના જુવાર થી કરો લોહી ની ઉણપ ને દુર અને જાણો બીજા ઘણા બધા ફાયદાઓ




Gujarati Article

જુવારમાં પ્રોટીન, વિટામીન, કાર્બોહાઈડ્રેટ, મિનરલ્સ વગેરે જેવા પોષક તત્વો રહેલા હોય છે જે શરીર ને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવે છે. શારીરિક કમજોરી રહેતી હોય તો તેના માટે જુવારનો રસ ખુબજ ઉપયોગી સાબિત થઇ શકે છે. તેને કોઈ પણ ઉમર ના વ્યક્તિ સ્ત્રી, પુરુષ અને બાળકો પણ પીઈ શકે છે. તેની આ ખાસ ગુણવતાના કારણે તેને ગ્રીન બ્લડ પણ કહેવામાં પણ આવે છે. જુવારનો રસ શરીર માં વિશેષ પદાર્થોને કાઢીને પાચન પ્રક્રિયાને મજબુત બનાવે છે.

અમેરિકા એ ઘઉં ના પોષક અને ઔષધી ગુણો ના લાંબા સમય પછી અભ્યાસ કરીને એ મેળવ્યું કે શારીરિક કમજોરી, લોહીની ઉણપ, દમ, ઉધરસ, ડાયાબીટીશ જેવી બીમારીઓ માટે ઘઉં ના જુવારનો રસ ખુબજ ફાયદાકારક છે.

કોષોને ફરી બનવવાની ક્ષમતા અને ઉચ્ચકોટી ના ઓક્સીડેન્ટ હોવાના કારણે જુવાર કેન્સર જેવી બીમારી ની શરૂવાત માં ખુબજ ઉપયોગી સાબિત થાય છે. તેને પીસી ને ફોડલી-ખીલ જેવા ઘા ઉપર લગાવવા થી એન્ટીસેપ્ટિક અને એન્ટીફ્લેમેટ્રિ ની જેમ કામ આપે છે. તેમાં રહેલ ફ્લોરોફિલ ખુબજ ફાયદાકારક હોય છે. તે શરીર માં રહેલા ખરાબ પદાર્થોને બહાર કાઢી નાખે છે અને શરીર ની સફાઈ રાખે છે. તેના લીધે પાચનક્રિયા માં ખુબજ સુધારો થાય છે.

આ રીતે કરો તૈયાર

માટી ના કુંડા માં ખાતર મેળવી લો અને તેમાં ઘઉં વાવી દો. પાણી નાખી તેને છાયા માં મૂકી દો. ધ્યાન રાખો કે સુરજ ના સીધા કિરણો તેના ઉપર ના પડે. રોજે પાણી નાખો. આઠ અથવાતો નવ દિવસ પછી આવેલા જુવારા નો ઉપયોગ કરી શકો છો.

જુવાર કાપીને તેને ધોઈ નાખો. ત્યારબાદ તેને પાણીમાં નાખીને સરખી રીતે મિક્સ કરો. તેમાં મધ અથવા તો આદુ પણ નાખી શકો છો. ત્યારબાદ તેને ગાળી ને તેને પીઈ શકો છો. આ જુસ ને હમેશા તાજુજ પીવો કેમ કે ત્રણ કલાક બાદ તેમાં રહેલા પોષક તત્વો નો નાશ થઇ જાય છે. ભૂખ્યા પેટે આ રસ પીવાથી જજો લાભ મળે છે. આને પીવાના અડધા કલાક પછી અને પહેલા કશું ના ખાવું જોઈએ.


આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog