Gujarati Article હિંદુ ધર્મના અઠવાડીયાના સાત દિવસો કોઈના કોઈ દેવતાઓ માટે સમર્પિત છે. સોમવાર ના દિવસે ભગવાના શિવ ની પૂજા કરવામાં...

Gujarati - આ 6 વસ્તુઓને ક્યારેય ના વાપરો શિવલિંગ ની પૂજા માં જાણીલો કેમ?




Gujarati Article

હિંદુ ધર્મના અઠવાડીયાના સાત દિવસો કોઈના કોઈ દેવતાઓ માટે સમર્પિત છે. સોમવાર ના દિવસે ભગવાના શિવ ની પૂજા કરવામાં આવે છે. શિવપુરાણ ના અનુસાર આ દિવસે ભગવાન શિવ ની આરાધના કરવાથી ધન સબંધિત અને કુંડળી દોષ માંથી છુટકારો મળે છે. શિવજી ને ખુશ કરવા માટે ભક્તો શિવલિંગ પર ઘણી બધી વસ્તુ ઓ સમર્પિત કરે છે પરંતુ ઘણીવાર ભુલેથી એવી વસ્તુઓ ચડાવી દેતા હોય છે જે શાસ્ત્રો માં વર્જિત માનવામાં આવે છે.

શિવ ઉપાસનામાં શંખ નો ઉપયોગ ના કરવો જોઈએ



શિવ ઉપાસનામાં શંખ નો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે. વાત કઈક  એવી છે કે ભગવાન શિવ એ શંખચુડ નામ ના અસુર નો વધ કર્યો હતો જે ભગવાન વિષ્ણુ નો ભક્ત હતો. શંખ ને તેજ અસુર નું પ્રતિક માનવામાં આવે છે એટલા માટે શિવજી ની પૂજા માં ક્યારેય પણ શંખ ના વગાડવો જોઈએ.

શિવલિંગ ઉપર ના ચડવવું જોઈએ તુલસી



તુલસી હિંદુ ધર્મ માં વિશેષ મહત્વ છે અને બધાજ શુભ કર્યો માં તેમનો પ્રયોગ કરવામાં આવે છે પરંતુ તુલસી ને ભગવાન શિવ ઉપર ચઢાવવાની મનાઈ છે. ભૂલવશ લોકો ભોલેનાથ ની પૂજામાં તુલસી નો ઉપયોગ કરતા હતા જેના કારણે તેની પૂજા પૂર્ણ નથી થતી.

શિવલિંગ પર તલ ને અર્પણ ના કરવા જોઈએ



તલને શિવલિંગ પર ચડાવવું વર્જિત માનવામાં આવે છે કેમ કે તે ભગવાન વિષ્ણુ ના મેલ માંથી ઉત્તપન થયેલું માનવામાં આવે છે એટલા માટે ભગવાન શિવ ને અર્પણ ના કરવું જોઈએ.

શિવલિંગ ઉપર તૂટેલા ચોખા ના નાખવા જોઈએ



ભગવાના શિવ ને અક્ષત એટલે કે તૂટેલા ચોખા અર્પણ કરવા વિષે શાસ્ત્રો માં લખેલું છે. તૂટેલા ચોખા અપૂર્ણ અને અશુદ્ધ હોય છે એટલા માટે શિવજી ચઢાવવામાં નથી આવતા.

કંકુ અથવા સિંદુર વર્જિત છે



કંકુ સૌભાગ્ય નું પ્રતિક છે જયારે ભગવાન શિવ વૈરાગી છે એટલા માટે શિવ જી ને કંકુ ના ચડાવવું જોઈએ. સાથેજ શિવલિંગ ઉપર હળદર ના ચઢાવવી જોઈએ.

નારિયેળ ના ચઢાવવું



ક્યારેય પણ શિવલિંગ ઉપર નારીયેલ ના પાણી નો અભિષેક ના કરવો જોઈએ. નારીયેલ દેવી લક્ષ્મી નું પ્રતિક માનવામાં આવે છે જેનો સબંધ ભગવાન વિષ્ણુ થી છે એટલા માટે શિવજી ને ના ચડાવવું જોઈએ.

તમો અમોનો લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો , અમોનો આ લેખને  તમોએ વાંચવા બદલ અમોની ટીમ આપનો  આભાર માનીયે છીએ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમોને જણાવો....
 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમોનું ફેસબુક પેજ નીચે લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog