Gujarati Article  એક ગરીબ કુટુંબમાં એક સુંદર એવી દીકરીએ જન્મ લીધો. બાપ દુખી થઇ ગયા દીકરા નો જન્મ થયો હોત તો થોડું ઘણું કામમા...

Gujarati - દીકરી માટે માં એ આપ્યો એવો ભોગ, જે જાણીને તમારો આત્મા કંપી ઉઠશેGujarati Article 

એક ગરીબ કુટુંબમાં એક સુંદર એવી દીકરીએ જન્મ લીધો.

બાપ દુખી થઇ ગયા દીકરા નો જન્મ થયો હોત તો થોડું ઘણું કામમાં તો મદદ કરત, તેની દીકરીને ઉછેરી જરૂર, પણ મનથી નહિ. તે ભણવા જતી હતી તો ન તો સ્કુલની ફી સમય પ્રમાણે જમા કરાવતા, અને ન તો પુસ્તકો ઉપર ધ્યાન આપતા હતા. હંમેશા દારૂ પી ને ઘરમાં ધમાલ મચાવતો હતો.

તે છોકરીની માં ઘણી સારી અને ઘણી ભોળી હતી તે પોતાની દીકરીને ખુબ લાડ પ્રેમથી રાખતી હતી. તે પતિથી છુપી રીતે દીકરીની ફી જમા કરાવતી અને ઘણો પુસ્તકોનો ખર્ચ આપતી હતી.

પોતાનું પેટ કાપીને ફાટેલા જુના કપડા પહેરીને ગુજરાન ચલાવી રહી હતી, પણ દીકરી નું સંપૂર્ણ ધ્યાન રાખતી હતી. પતિ હંમેશા ઘરમાંથી ઘણા દિવસો સુધી દુર થઇ જતો હતો.

જેટલું કમાતો હતો દારૂમાં જ ઉડાડી આવતો હતો. અને પછી સમયનું પૈડું ફરી ગયું

દીકરી ધીમે ધીમે સમજુ થઇ ગઈ. દસમાં ધોરણમાં તેનો પ્રવેશ થવાનો હતો. માં પાસે એટલા પૈસા ન હતા જે દીકરીને સ્કુલમાં પ્રવેશ કરાવી શકે.

દીકરીએ ડરતા ડરતા પપ્પા ને કહ્યું :

પપ્પા હું ભણવા માગું છું મને હાઈસ્કુલમાં દાખલ કરાવી દો મમ્મી પાસે પૈસા નથી. દીકરીની વાત સાંભળીને બાપ ધુવાફૂવા થઇ ગયો અને બુમો પાડવા લાગ્યો તું કેટલું પણ ભણી ગણી લે તારે તો ઘર અને ચૂલો જ સંભાળવાનો છે શું કરીશ તું વધુ ભણીને. તે દિવસે તેને ઘરમાં તોફાન મચાવી દીધું અને બધાને મારપીટ પણ કરી બાપનું વર્તન જોઇને દીકરીએ મનમાં ને મનમાં વિચારી લીધું કે હવે તે આગળનો અભ્યાસ નહી કરે.

એક દિવસ તેની માં બજારે ગઈ હતી દીકરીએ પૂછ્યું માં ક્યાં ગઈ હતી માં એ તેની વાતને ધ્યાન બહાર કાઢી નાખીને કહ્યું : દીકરી કાલે હું તને સ્કુલમાં દાખલ કરાવી આવીશ

દીકરીએ કહ્યું : નહિ માં હું હવે નહિ ભણું મારા કારણે તમારે કેટલી તકલીફ ઉઠાવવી પડે છે. પપ્પા પણ તમે મારે પીટે છે કહેતા કહેતા રોવા લાગી.

માએ તેને છાતીએ લગાવીને કહ્યું : દીકરી હું બજારમાંથી થોડા રૂપિયા લઇ આવી છું હું કરાવીશ તને દાખલ.

દીકરીએ માં તરફ જોતા પૂછ્યું : માં તું આટલા પૈસા ક્યાંથી લાવી છો? માં એ તેની વાતને ફરી ધ્યાન બહાર કરી દીધી.

સમય પસાર થતો ગયો

માં એ જે તનતોડ મહેનત કરીને દીકરીને ભણાવી ગણાવી. દીકરીએ પણ માં ની મહેનત ને જોતા મન લગાવીને દિવસ રાત અભ્યાસ કર્યો અને આગળ વધતી ગઈ.

ત્યાં બાપ દારુ પી પી ને બીમાર પડી ગયો. ડોક્ટર પાસે લઇ ગયા. ડોકટરે કહ્યું ટી.બી. છે.

એક દિવસ તબિયત વધુ ગંભીર થવાથી બેભાન હાલતમાં હોસ્પિટલમાં દાખલ કર્યો. બે દિવસ પછી તે જયારે ભાનમાં આવ્યા તો ડોકટરનો ચહેરો જોઇને હોંશ ઉડી ગયા. તે ડોક્ટર કોઈ બીજા નહિ પણ તેની પોતાની દીકરી હતી. શરમ થી પાણી પાણી બાપ કપડાથી પોતાનું મોઢું છુપાવવા લાગ્યો

અને રોવા લાગ્યો હાથ જોડીને કહ્યું : દીકરી મને માફ કરજે હું તને સમજી ન શક્યો.

મિત્રો દીકરી છેવટે દીકરી હોય છે

બાપને રોતા જોઇને દીકરીએ બાપને ગળે લગાવી લીધા.

એક દિવસ દીકરીએ માં ને કયું : માં તે મને આજ સુધી નથી જણાવ્યું કે મારી હાઇસ્કુલના પ્રવેશ માટે પૈસા ક્યાંથી લાવી હતી? દીકરીના વારંવાર પૂછવાથી માં એ જે વાત જણાવી તે સાંભળીને દીકરીનો આત્મા કંપી ઉઠ્યો. માં એ પોતાના શરીરનું લોહી વેચીને દીકરીનો પ્રવેશ કરાવ્યો હતો.

મિત્રો ત્યારે તો માં ને ભગવાન નું સ્થાન આપવામાં આવે છે.

માં જેટલું સંતાન માટે ત્યાગ કરી શકે છે એટલુ દુનિયા માં કોઈ બીજા નહી..

આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog