Gujarati Article રિલાયન્સ જિયોએ લેટેસ્ટ ઈન્ડીયાના સ્માર્ટફોન સીરીઝ વાળા Jio Phone 3 પર કામ શરૂ કરી દીધુ છે. આ ફોન સાથે જોડાયેલા ...

Gujarati - Jio Phone 3માં હશે ટચસ્ક્રીન ડિસ્પ્લે, આટલી હશે કિંમત



Gujarati Article

રિલાયન્સ જિયોએ લેટેસ્ટ ઈન્ડીયાના સ્માર્ટફોન સીરીઝ વાળા Jio Phone 3 પર કામ શરૂ કરી દીધુ છે. આ ફોન સાથે જોડાયેલા ફીચર્સને લઈને કેટલાક લીક સામે આવ્યા છે. ભારતીય ટેલીકોમ પ્રોવાઈડર રિલાયન્સ જિયોએ 2017માં જિયોફોન સીરીઝ શરૂ કરી હતી. જિયોફોનના લૉન્ચબાદ ગયા અઠવાડિયે સારા ફીચર્સવાળો જિયોફોન 2 લઈને આવ્યા હતા. હવે કંપની આ સીરીઝનો ત્રીજો ફોન લાવવાની તૈયારીમાં છે. આ જિયોફોન 3 કહેવામાં આવે છે.

રિલાયન્સ જિયોફોનના ગ્રોથની સાથે ફીચર ફોન સેગમેન્ટમાં ખુબજ ઝડપથી આવેલી તેજી બાદ ભારતના ટૉપ 10 ફોન બ્રાન્ડ લિસ્ટમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. ભારતીય ટેલીકોમ પ્રોવાઈડર રિલાયન્સ જિયોએ 2017માં જિયોફોન સિરિઝ શરૂ કરી હતી. BeetelBiteના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જિયોફોન 3 ભારતમાં 4,500 રૂપિયાની કિંમતમાં મળશે. જે જિયોફોન 2ની સરખામણીએ થોડી વધારે છે.

રિપોર્ટમાં આ પણ કહેવામાં આવ્યુ છે કે Jio Phone 3માં 5 ઈંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે હશે. સાથે આ ફોન 2 GB રેમ અને 64 GB ઈન્ટરનલ સ્ટોરેજ સાથે મળે છે. જિયોફોન 3માં કેમેરા ફિચર્સની વાત કરીએતો તેમાં 5MPનો રિયર કેમેરા અને 2MPનો સેલ્ફી કેમેરા જોવા મળે છે.

રિપોર્ટમાં એ પણ જણાવાયુ છે કે રિલાયન્સ જિયો પોતાના સ્ટોર્સમાં Jio Phone 3નો સ્ટોક જુલાઈ 2019ની શરૂઆત સુધીમાં લઈને આવશે. ગ્રાહકો આ ફોનને જુલાઈની શરૂઆતમાં પ્રી ઓર્ડર બુક કરાવી શકશે. ઓગસ્ટ સુધીમા આ ફોન તેમને મળી જશે. આ ફોન જિયો સ્ટોર્સ, રિલાયન્સ ડિજીટલ સ્ટોર્સ અને જિયોની ઓફિશિયલ વેબસાઈટ પર સેલ થશે. માનવામાં આવી રહ્યુ છે કે આ ફોન એન્ડ્રોઈડ ગો ઈન્ટરફેસ સાથે આવશે.

આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

1 comment:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog