Gujarati Article આજના સમયમાં જ્યારે મોંઘવારી કુદકેને ભુસકે વધી રહી છે ત્યારે લોકો પણ ઈચ્છતાં હોય છે કે તેમની આવકમાં પણ વધારો થાય...

Gujarati - ગુરુવારના આ ઉપાયથી ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ, ભર્યા રહેશે ધન-ધાન્યના ભંડાર



Gujarati Article

આજના સમયમાં જ્યારે મોંઘવારી કુદકેને ભુસકે વધી રહી છે ત્યારે લોકો પણ ઈચ્છતાં હોય છે કે તેમની આવકમાં પણ વધારો થાય. પરંતુ કેટલાક લોકોના નસીબ એવા હોય છે કે માંડ માંડ બે છેડા જોડવા જાય કે કંઈક એવું બની જાય કે હતા ત્યાંને ત્યાં જેવો ઘાટ ઘડાય. આવા ઉતાર-ચઢાવ ભર્યા જીવનમાં જ્યોતિષ શાસ્ત્ર તરફ લોકોની શ્રદ્ધા વધવા લાગી છે. કારણ કે જ્યોતિષ શાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે જે જીવનની સ્થિતીને સુધારી શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર પણ સકારાત્મક અને નકારાત્મક ઊર્જાને માન્યતા આપે છે. સકારાત્મક ઊર્જામાં વધારો થાય એટલે સમસ્યાઓ દૂર થાય અને જીવનમાં શાંતિ વધે. આ જ રીતે ઘરનું વાતાવરણ શાંત અને શુદ્ધ રહે એટલે ઘરમાં સમૃદ્ધિ વધે છે, બીજા શબ્દોમાં કહીએ તો ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. હવે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય અને તે પણ સ્થાયી રહે તે માટે જરૂરી છે કે ઘરમાં એવું વાતાવરણ જળવાઈ રહે જેમાં લક્ષ્મી માતાને સ્થાયી વાસ કરવો ગમે અને આ કામ ત્યારે જ થાય જ્યારે ઘરમાં સાફ-સફાઈ અને ચોખ્ખાઈ હોય. ઘરમાં ચોખ્ખાઈ હશે તો લક્ષ્મીજીની કૃપા સદા તમારા પર રહેશે.



આ ઉપરાંત લક્ષ્મી પ્રાપ્તિ માટે આ ઉપાય પણ કરવો. સપ્તાહના દર ગુરુવારે સવારે વહેલા પથારીનો ત્યાગ કરી અને ઘરની સાફ-સફાઈ કરવી. ત્યારપછી એક પાત્રમાં થોડું પાણી લઈ તેમાં મહાલક્ષ્મી માતાનું સ્મરણ કરી અને હળદર ઉમેરવી અને તેનો છંટકાવ ઘરના દરેક રૂમમાં કરવો. પાણી છાંટતી વખતે મહાલક્ષ્મી માતાનો કોઈપણ મંત્ર બોલવો. દર ગુરુવારે આ ઉપાય કરવો, ઉપાય શરૂ કરશો એટલે ત્રણ જ સપ્તાહમાં તમને આર્થિક સ્થિતીમાં સુધારો જોવા મળશે.

તમો અમોનો લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો , અમોનો આ લેખને  તમોએ વાંચવા બદલ અમોની ટીમ આપનો  આભાર માનીયે છીએ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમોને જણાવો....
 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમોનું ફેસબુક પેજ નીચે લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog