Gujarati Article  આપણા દેશ માં એવા નેતા તો ભાગ્યેજ મળશે જે આર્થિક રીતે સુખી ના હોય. પરંતુ હાલ જ મધ્યપ્રદેશ ના વિધાનસભા નીચૂંટણી મ...

Gujarati - ઝૂંપડી માં રહેવા વાળા ધારાસભ્ય માટે લોકો ના દાન ના પૈસા થી બનશે ઘર



Gujarati Article 

આપણા દેશ માં એવા નેતા તો ભાગ્યેજ મળશે જે આર્થિક રીતે સુખી ના હોય. પરંતુ હાલ જ મધ્યપ્રદેશ ના વિધાનસભા નીચૂંટણી માં એક એવા નેતા ને જનતા એ જીતાડ્યા છે જે એ વાત ની સાબિતી છે કે નેતા ગરીબ પણ હોઈ શકે છે. મધ્યપ્રદેશ ની વિધાનસભા ની સીટ ના ઉમેદવાર બીજેપી ના ધારાસભ્ય સીતારામ આદિવાસી આજે પણ ગરીબી માં જ તેન પત્ની સાથે કાચા મકાન માં રહે છે.

ગયા વર્ષે નવેમ્બર માં મધ્યપ્રદેશ ચૂંટણી માં કોંગ્રેસે બહુમતીથી સરકાર બનાવી છે પરંતુ સીતારામે તેન ઈસ્ટર માં મજબૂત હરીફ ને હરાવી ને ચૂંટણી જીતી હતી. અને પેહલા સીતારામે બે વાર ચૂંટણી લડી હતી પરંતુ બંને વાર તેને હાર નો સામનો કરવો પડ્યો હતો. સીતારામ ખૂબ જ સાદગી થી જીવે છે. આજે પણ તે કાચા મકાન માં રહે છે અને ખાટલા ઉપર બેસી ને લોકો સાથે ચર્ચા કરતા નજરે પડે છે.

જોકો લોકો તેના આ અંદાજ થી ઘણા ખુશ છે અને લોકોએ તેના માટે પાક્કું મકાન બનાવવા ની પહેલ છાલું કરી છે.વિજ્યપૂર વિધાનસભાના પીપરની ગામ ના ધનરાજ નું કેહવું છે કે તેના ધારાસભ્ય આટલી ગરીબી માં રહે તે પસંદ નથી માટે તેના માટે 2 રૂમ નું પાક્કું મકાન બનાવવા માટે પૈસા ભેગા કરવા નું ચાલુ કરાયું છે.ધનરાજે એ પણ કહ્યું કે તે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ માં પણ લોકો ની સાથે રહે છે માટે જ ગામ ના લોકો એ તેના માટે ઘર બનાવવાનું નક્કી કર્યું છે.

સીતારામે એપણ કહ્યું છે કે તેની પાસે પણ એટલા પૈસા નથી કે તે પાક્કું મકાન બનાવી શકે.તેને કહ્યું કે લોકો 100 રૂપિયા થી લઈને 1000 રૂપિયા સુધી નું દાન કરે છે જેનાથી તે એક પાક્કું મકાન બનાવી શકે. જયારે હું ચૂંટણી જીત્યો ત્યારે લોકો એ મને સિક્કા થી તોલ્યો હતો અને એ પૈસા પણ મકાન બનાવવા માટે વાપરવા માં આવ્યા છે.અને જયારે મને પગાર મળશે ત્યારે એ પૈસા હું ક્ષેત્ર ના વિકાસ માં વાપરીશ.

ચૂંટણી ફળ દરેક ઉમેદવારે સંપત્તિ ને લગતી માહિતી રજુ કરાવી પડે છે. સીતારામે જે માહિતી રજુ કરી તે મુજબ તેની પાસે 46,733 રૂપિયા છે જેમાં 25,000 રોકડા અને 21,733 બે બેન્ક ખાતા માં જમા છે. તેના સિવાય તેની પાસે 2 વીઘા જમીન અને 600 વર્ગ ફૂટ નું વરસ માં અમાંલેલું મકાન છે જેની બજાર કિંમત 500000 રૂપિયા જેટલી છે.

આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog