Gujarati Article કેવડિયા કોલોની સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ૮૦ દિવસમાં ૮.૧૨ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી છ...

Gujarati - સ્ટેચ્યૂ ઓફ યુનિટીની 80 દિવસની આવક જાણીને આંખે આવી જશે અંધારા



Gujarati Article

કેવડિયા કોલોની સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ૮૦ દિવસમાં ૮.૧૨ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને ટિકિટોથી લગભગ ૧૯.૦૯ કરોડની આવક થઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૧મી ઓક્ટોબરે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાપર્ણ કર્યુ હતું. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટિકિટનો દર રૃ.૩૫૦થી ૧,૦૦૦ છે. ગત ૩૧ ઓક્ટોબરથી ૩૧મી જાન્યુઆરી દરમિયાન ૮.૧૨ લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.

નવેમ્બરમાં ૨.૭૯ લાખ મુલાકાતીઓથી ૬.૩૯ કરોડ ટિકિટની આવક, ડિસેમ્બરમાં ૨.૫૦ લાખ મુલાકાતીઓથી ૫.૭૦ કરોડ અને જાન્યુઆરીમાં ૨.૮૩ લાખ મુલાકાતીઓથી ૭.૪૨ કરોડ આવક સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું સંચાલન કરતી સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને થઈ છે. ઉલ્લખેનીય છે કે, ૮૦ દિવસમાં જ કુલ ૮.૧૨ લાખ મુલાકાતીઓ થકી ૧૯.૦૯ કરોડની જંગી આવક સ્ટેચ્યૂ ઓફ યુનિટીને થઈ છે.

આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog