Gujarati Article  શાહજહાંને પોતાની બેગમ મુમતાઝ પ્રત્યે કેટલો પ્રેમ હતો તે તો સૌકોઇ જાણે જ છે. તેણે પોતાની બેગમની યાદમાં આગ્રામાં...

Gujarati - આ સમાચાર વાંચીને દુનિયાની દરેક સ્ત્રી આવો પતિ જ ઇચ્છશે



Gujarati Article 

શાહજહાંને પોતાની બેગમ મુમતાઝ પ્રત્યે કેટલો પ્રેમ હતો તે તો સૌકોઇ જાણે જ છે. તેણે પોતાની બેગમની યાદમાં આગ્રામાં તાજમહેલ બનાવી દીધો હતો. પરંતુ આજના સમયમાં પણ આવુ બને છે તેવુ

તમને કહીએ તો તમને કદાચ વિશ્વાસ નહી થાય. એક એવો વ્યક્તિ છે જેણે તેની પત્નીની યાદમાં મંદિર બનાવી નાંખ્યું.

આ મંદિર તેલંગાણાંના સિદ્દિપેત જિલ્લાનું છે જ્યાં વિજળી વિભાગના નિવૃત્ત કર્મચારી ચંદ્ર ગૌડે પોતાની પત્ની રાજમણિનીયાદમાં મંદિર બનાવી નાંખ્યુ.

ચંદ્ર પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતા હતા. પત્નુંનું લાંબી માંદગી બાદ નિધન થયું હતુ. તેના કારણે તેઓ ભાંગી પડ્યાં અને તેની યાદોને જીવંત રાખવા માટે મંદિર બનાવવાનો નિર્ણય લીધો.

સિદ્દિપેત જિલ્લાના દુબ્બકા મંડળમાં તેમણે રાજમણિની યાદમાં મંદિર બનાવડાવ્યું. અહી તેઓ દરરોજ પૂજા કરે છે અને ફૂલ અર્પણ કરે છે.



રોજ મંદિરમાં આવવું ચંદ્રનું નિયમિત કામ થઇ ગઇ ગયું છે. તેઓ પોતાની પત્નીને યાદ કરીને ભાવુક થઇ જાય છે.

જો કે આજુબાજુમા ગામમાં મંદિર આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. દૂર દૂરથી લોકો આ મંદિરને જોવા માટે આવે છે. જો કે આવું પહેલીવાર નથી બન્યું. એક ખેડૂતે પણ એક મંદિર બનાવ્યું છે અને તે મંદિરમાં પોતાની પત્નીની મૂર્તિની સ્થાપના કરી છે. આટલું જ નહિ 12 વર્ષથી ખેડૂત તે મંદિરમાં પૂરી આસ્થા અને શ્રદ્ધાથી પૂજા પણ કરે છે.

કર્ણાટકના ચામારાજાનગર જિલ્લાના કૃષ્ણપુરા ગામમાં રજુ ઉર્ફે રાજુશ્વામી નામના ખેડૂતે પોતાની પત્ની રાજમ્માના નામ પર 2006માં ‘રાજમ્મા મંદિર’ બનાવ્યું હતું આ મૂર્તિને રાજુશ્વામીએ જાતે બનાવી છે આ મંદિરમાં રાજમ્મા સાથે નિશ્વરા, સિડડપ્પાજી, નવગ્રહ અને ભગવાન શિવની મૂર્તિઓ પણ છે.

આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog