Gujarati Article ભારતીય સેનામાં લેફ્ટિનેન્ટ બનેલી ગરિમા સોમવાર એ પોતાના ગામડે રેવાડી પહોંચી. ગામના લોકોએ તેમનું જોરદાર સ્વાગત કર...

Gujarati - નાના એવા ગામની છોકરી બની સેનામાં લેફ્ટિનેન્ટGujarati Article

ભારતીય સેનામાં લેફ્ટિનેન્ટ બનેલી ગરિમા સોમવાર એ પોતાના ગામડે રેવાડી પહોંચી. ગામના લોકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું અને તેમને સન્માનિત પણ કરી. આ દરમિયાન ક્ષેત્રના વિધાયક એ પણ ગરિમાને દીકરીઓ માટે પ્રેરણા દાયી કહી.ગરિમા એ આર્મી પબ્લિક સ્કૂલ અને સેન્ટ સ્ટીફન કોલેજ માંથી પોતાનું ભણતર પૂર્ણ કર્યું છે. તે સ્કૂલ અને કોલેજ બન્ને માં હોશિયાર વિદ્યાર્થી રહી છે અને આઈએસમાં સામેલ થવાની ઈચ્છા રાખતી હતીપરંતુ ગરિમા યાદવ પોતાના આઇ.એ.એસ મુખ્ય પરીક્ષા ને પાસ કરવામાં અસફળ રહી અને તેણે ત્યારબાદ સીડીએસ પરીક્ષા માટે એડમિશન લીધું. અને ત્યારબાદ ભારતીય સેનામાં સામેલ થઈ.

મીડિયા રિપોર્ટ અનુસાર ગરિમાને એક સૌંદર્ય પ્રતિયોગિતામાં ભાગ લીધો અને તેણે ભારત ના મિસ ચાર્મીંગ નો એવોર્ડ જીત્યો.જણાવી દઈએ કે ગરિમા યાદવ એ આ એવોર્ડ નવેમ્બર ૨૦૧૭ માં જીત્યો હતો તેણે ત્યારબાદ એસએસબી માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તે એક સિંગલ મધર ચાઈલ્ડવુડ છે અને તે મારી સાથે બધી જગ્યાએ રહે છે.

 મારી માતા એ મને હંમેશા પ્રેરિત કરે છે તે એક મજબૂત મહિલા છે અને મારી સાચી પ્રેરણા પણ તેજ છે. હું ફક્ત તેને ગર્વ મહેસુસ કરાવવા માંગું છું. મેં મારું ભણતર આર્મી પબ્લિક સ્કૂલ શીમલામાં પૂર્ણ કર્યું છે જ્યારે પોતાનું ગ્રેજ્યુએશન સેન્ટ સ્ટીફન કોલેજમાંથી કર્યું છે.ઓટીએ માં પોતાના અનુભવ વિશે જણાવતા તેણે કહ્યું કે મને ઓટીએ માં એક અદભુત અનુભવ પ્રાપ્ત થયો છે.  પહેલા તો મારા માટે પરીક્ષણ નો સામનો ખૂબ જ મુશ્કેલ હતો. પરંતુ ગમે તેમ કરીને પહેલા થોડા મહિના સુધી મેં કામ કર્યું અને મેં હાર ના માનતા મારા અંદર ઘણો સુધારો પણ કર્યો. ગતિવિધિઓમાં શક્રિય થઇ ને ભાગ લીધો.

લોકોનું કહેવું ખોટું છે કે પોતાને બધીજ રમતો માં સારું હોવું જોઈએ પરંતુ મારું માનવું છે કે તમારે શારીરિક રૂપથી મજબૂત હોવું જોઈએ એસએસબી માં પાસ થવા માટે. તમારે ફક્ત અને ફક્ત પોતાની કમજોરીઓ ને સ્વીકારીને તેના ઉપર કામ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. હંમેશા સારા થી સારો પ્રયાસ કરવો જોઈએ.

એક વ્યક્તિ ઈમાનદાર, સકારાત્મક, રચનાત્મક હોવું જોઈએ. ત્યારબાદ તમે તમારા જીવનમાં જે પણ ચાહો જો તે વસ્તુઓનું ફક્ત પાલન કરો તમને તે વસ્તુ જરૂર મળશે

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો.

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog