Gujarati Article રાજસ્થાનને ભારતમાં રાજાઓની ભૂમિ કહેવામાં આવે છે તેમણે હંમેશા પોતાની પ્રાચીનતા અને ખૂબસૂરતીથી લોકોને પ્રભાવિત કર...

Gujarati - ભારતનો સૌથી અનોખો અને લાંબો કિલ્લો જેમના બધા જ દ્વાર......Gujarati Article

રાજસ્થાનને ભારતમાં રાજાઓની ભૂમિ કહેવામાં આવે છે તેમણે હંમેશા પોતાની પ્રાચીનતા અને ખૂબસૂરતીથી લોકોને પ્રભાવિત કર્યા છે આ ધરતી હંમેશા થી વિદેશી ટુરિસ્ટો આકર્ષિત કરતી રહી છે..અહીં ઘણા કિલ્લા છે જે દુનિયામાં પ્રસિદ્ધ છે જેની મહત્વતા અને તેમનું નામ ઈતિહાસમાં દર્જ કરવામાં આવેલું છે હવામાન ચિત્તોડગઢના કિલ્લા વિશે તમને કહેવા જઈ રહ્યા છીએ જેમના વિશે ઘણા ઓછા લોકોને જાણ કરી છે તો ચાલો જાણીએ

રાજસ્થાનના ચિતોડગઢમા સ્થિત સાત દ્વાર વાળો દૂધ કિલો ખૂબ જ ખાસ છે તેમના વિશે કહેવામાં આવે છે કે તે એકમાત્ર એવો કિલ્લો છે જેમના સાત દરવાજા તેમજ એક શાનદાર સ્વીમીંગ પુલ છે.આ દુર્ગ કિલ્લો સાતમી થી ૧૬ મી સદી સુધી સત્તા નું એક મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. તેમની વિશેષતા તેમના અનોખા મજબૂત કિલા પ્રવેશદ્વાર બુર્જ મહેલ મંદિર તથા જળાશય છે જે રાજપૂતો ની વાસ્તુકલા નો ઉત્કૃષ્ટ નમૂનો છે.

ભારતનો સૌથી લાંબો કિલ્લો
રાજસ્થાનના ચિતોડગઢમાં લગભગ ૭૦૦ એકરમાં ફેલાયેલા અને ૫૦૦ ફૂટની ઊંચાઈએ વાળા પહાડ ઉપર સ્થિત આ કિલ્લાની બનાવટ બહુ જ શાનદાર છે આ એક જ કારણ છે કે તે ભારત નો સૌથી લાંબો કિલ્લો કહેવામાં આવે છે એટલું જ નહીં આ કિલ્લા ઉપર પહોંચવું પણ કોઈ સુખદ યાત્રાથી ઓછો નથી અહીંના રસ્તા ઉપર અને ઉભેલા કિલ્લાઓ માંથી પસાર થવું એક આનંદની અનુભૂતિ છે.

કિલ્લાના દરવાજા જે ના નામ હિન્દૂ દેવતાઓ ના નામ ઉપર છે
આ કિલ્લાના દરવાજા છે જેમના નામ હિન્દૂ દેવતાઓ ના નામ ઉપર પાડવામાં આવેલા છે તેમના નામ છે પેદલ પોલ ભૈરવ, પોલ હનુમાન, પોલ ગણેશ, જોલી પોલ, લક્ષ્મણ પોલ અને રામ પોલ આ કિલ્લામાં ગમે તે દરવાજામાંથી જઇને તમે અંદર જઈ શકો છો.આ શહેરને સૂર્યનું શહેર પણ કહેવામાં આવે છે જે એક પહાડ પર બનેલા અનુઠા દુર્ગ માટે પ્રસિદ્ધ છે આ કિલ્લાએ ઇતિહાસમાં ઉતાર-ચડાવ જોયેલા છે અને આ કિલ્લા આ શહેરનું પ્રમુખ પર્યટન સ્થળ છે. જે ઘણા દર્શનીય અને ઐતિહાસિક સ્થળો થી પરિપૂર્ણ છે. 

વારંવાર મુઘલોએ ચલાવી તલવારો
ઈતિહાસમાં દર્જ છે કે ચિતોડ ઉપર વારંવાર મોગલોની તલવાર ચાલી છે. પરંતુ મહારાણા પ્રતાપ ની આ વીરભૂમિ નો કિલ્લો પૂરી રીતે ધ્વસ્ત નથી કરવામાં આવી શક્યો. 1303 માં દિલ્લી ના સુલતાન અલાઉદીન ખીલજી એ 28 જાન્યુઆરી એ ચિતોડગઢ પર હુમલો કરી દીધો હતો અને 26 ઓગસ્ટ એ કિલો પૂરી રીતે ફતેહ કરી લીધો હતો. કિલ્લામાં એક જગ્યા એવી છે કે જ્યાંથી પુરા ગઢની ગતિવિદ્યો ઉપર નજર રાખી શકાય છે.તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog