Gujarati Article  ઈતિહાસમાં ઘણા એવા યુદ્ધ છે જેનું નામ બુકમાં દર્જ થયેલા છે. તમે અને આપણે આવા જ યુદ્ધ વિશે ભણીએ છીએ અને સમજતા આવ...

Gujarati - 21 શીખ સૈનિકો એ 10000 અફઘાની સૈનિકો ને ચટાડી હતી ધૂળ જાણો એ પરાક્રમ ની વાત.Gujarati Article 

ઈતિહાસમાં ઘણા એવા યુદ્ધ છે જેનું નામ બુકમાં દર્જ થયેલા છે. તમે અને આપણે આવા જ યુદ્ધ વિશે ભણીએ છીએ અને સમજતા આવ્યા છીએ. પરંતુ આના સિવાય પણ ઘણા એવા યુદ્ધ થયા છે જે પુસ્તકમાં ભલે શામેલ ના થયા હોય પરંતુ તે પોતાનામાં જ એક ઇતિહાસ છે. સારાગઢી યુદ્ધ એક એવા જ યુદ્ધ નું નામ છે જેમાં ૨૧ શીખ સૈનિકોએ મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં પણ અફઘાનના દસ હજાર સૈનિકોને ઘુંટણ ઉપર લાવી દીધા હતા. આજ અંગે કુરબાની અને વીરતાની એક નવી કહાની લખી હતી. યુનેસ્કોએ આ યુદ્ધને દુનિયાની સૌથી 8 સારી લડાઈ માં સામેલ કરેલું છે. 1897 સમય હતો. બ્રિટિશ સેના નો દબદબો વધતો જઈ રહ્યો હતો. બ્રિટિશ ભારતના બહારના વિસ્તારમાં પણ પોતાનો રાજ કરવાનો પ્લાન કરવા લાગ્યા હતા. તેણે અફઘાની ઉપર હમલા શરૂ કરી દીધા હતા. ભારતની તે સીમા ઉપર ત્યારે તે સમયમાં બે કિલ્લા હતા. ગુલિસ્તાં નો કિલ્લો અને લોક હાર્ટ નો કિલ્લો. આ બંને કિલ્લા સીમારેખા ઉપર સ્થિત છે .લોક હાર્ટ નો કિલ્લો બ્રિટિશ સેના માટે હતો જ્યારે ગુલિસ્તાં નો કિલ્લો બ્રિટિશ સેનાની સંચાર માટે હતો. એ બંને વચ્ચે સારાગઢી કિલ્લો હતો. જ્યાં 21શીખો ને રાખવામાં આવેલા હતા. તેમની સંખ્યા ઓછી જરૂર હતી પરંતુ તેમની બહાદુરી ઉપર અંગ્રેજોને સંપૂર્ણપણે ભરોસો હતો. બ્રિટિશ સૈન્ય લગાતાર અફઘાની ઉપર હુમલા કરતો આવતો હતો એટલા માટે અફઘાની  તેમનાથી નારાજ રહેતા હતા.  બંને વચ્ચે આ કારણોસર આગ સળગતી હતી આ કારણોસર સારાગઢી માહોલ ગરમ હતો. એટલા માટે સૈનિકોને સતર્ક રહેવાનું કહી દીધેલું હતું.  12 સપ્ટેમ્બર 1897માં સવારનો સમય હતો જ્યારે બધા જ સૈનિક સૂતેલા હતા. જ્યારે સવારે તેમની આંખ ખુલી ત્યારે નજારો કંઇક ચોકાવી દે તેવો હતો. અફઘાની ના 10000 સૈનિક તેમની તરફ આગળ વધી રહ્યા હતા આટલી બધી સંખ્યા જોઇને બધા જ લોકો હેરાન હતા. કોઈને પણ સમજ આવી રહ્યું ન હતો 21 સૈનિકો દ્વારા તેમને રોકવું મુશ્કેલ હતું. અત્યારે કઈ વિચારવાનો સમય ન હતો તેને મોર્ચોં સંભાળવાની જરૂરત પડી. તે પોતાની બંદૂક લઇને ઊભા રહી ગયા. તેમની પાસે બંદૂક હતી પણ એટલી માત્રામાં ન હતી કે તે વધુ સમય સુધી તેમની સાથે લડી શકે. સ્થિતિને જોઈને તેમણે અંગ્રેજી સેનાઓને સંદેશ મોકલવાનો પ્રયત્ન કર્યો લોકહાર્ટના કિલ્લા ઉપર અંગ્રેજી સૈનિકો બેસેલા હતા. શીખોએ તેમણે સંદેશ મોકલ્યો કે અફઘાની ઓએ તેમને મોટી સંખ્યામાં તેમની ઉપર ચડાય કરી દીધી છે. તેમને જલદી મદદની જરૂર છે પરંતુ અંગ્રેજોનું કહેવું હતું કે આટલું જલ્દી મદદ નહીં મળી શકે. તેમણે મોરચો સંભાળ્યો જ પડશે શીખ માટે કરો યા મરો ની સ્થિતિ બની ચૂકી હતી. શીખજો ઈચ્છે તો તે ત્યાં મોરચો મૂકીને ચાલ્યા જય શકતા હતા. પરંતુ તેમણે ભાગવા કરતા દુશ્મનોનો સામનો કરવો ઉચિત સમજી તે પોતાની જગ્યા પર ઊભા રહી ગયા. પોતાની બંદૂક લઇને કીલ્લાના ઉપરના ભાગમાં ઊભા રહી ગયા હતા. શાંતિ બધી જગ્યાએ થઈ ગઈ હતી ફક્ત અફઘાની ના ઘોડા નો અવાજ સાંભળવા મળી રહ્યો હતો. થોડી જ વારમાં એક ગોળી ના અવાજ સાથે જંગ શરૂ થઈ ગઈ. બંને બાજુ અંધાધૂંધ ગોળીઓ ચાલુ થઈ ગઈ હતી. અફઘાની ઓને ખબર પડી ગઈ હતી તે શીખોને હરાવી નહીં શકે એટલા માટે તેણે બધાને જ ભેગા થઈને તેમની ઉપર હુમલો કરી દીધો. અફઘાની સૈનિકોની એક ટુકડી એ ત્યાંના કિલ્લાના દરવાજા અને તોડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે સફળ ના થયા.  ત્યારબાદ તેમણે દીવાલને તોડવાનો પ્રયત્ન શરુ કર્યો ત્યારબાદ તેમાં સફળ રહ્યા. અફઘાની સૈનિકો ઝડપથી કિલ્લાની અંદર આવી રહ્યા હતા. ત્યારબાદ બંદૂકોની લડાઈ હાથ અને તલવારમાં ચાલુ થઈ ગઈ. અફઘાની ઓ સાથે લડવું આસાન  ન હતું. તેમની સંખ્યા ખૂબ જ વધુ હતી આટલી સંખ્યા હોવા છતાં પણ શીખ સૈનિક લડતા રહ્યા. પરંતુ ધીમે-ધીમે અફઘાન તેમના ઉપર ભારી પડવા લાગ્યા. ઘણા લોકો તેમાં ઘાયલ થઈ ગયા હતા.  ૨૧ શીખ સૈનિકો માં થોડા થોડા લોકો એવા પણ હતા જે સંપૂર્ણપણે સૈનિક ન હતા. તેમાં અમુક રસોયા પણ હતા. અને કોઈક સિગ્નલ મેન પણ હતો. પરંતુ તે બધા પોતાના સાથીઓ માટે જંગમાં ઉતર્યા હતા. શીખોનું મનોબળ તૂટવા લાગ્યું હતું પરંતુ ત્યારે જ જો બોલે સો નિહાલ ના અવાજે તેમના માં જોશ ભરી દીધું ત્યારે તે બધા લોકો એકસાથે જો બોલે સોનિહાલ સસરીયા કાલ ના નારા સાથે આગળ વધતા ગયા અને અફઘાની ઓને મોતના ઘાટ ઉતારતા ગયા. ત્યારબાદ બધા જ શીખ સૈનિક માર્યા ગયા તે બધા જ શહાદતને પ્રાપ્ત થયા.  પરંતુ મરતા પહેલા તે લગભગ 600 અફઘાની હોને મારી ચૂક્યા હતા. ત્યારે દુશ્મનો થાકી ગયા અને બ્રિટિશ ના સૈનિકો સામે તે બે દિવસમાં હારી ગયા ત્યારે બ્રિટિશ પાર્લામેન્ટ એ એક જ સ્વરમાં તેમના શીખ લોકો ના વખાણ કર્યા હતા. ત્યારે તેમને 21 શીખ લોકોને પરમવીર ચક્ર બરાબર વિક્ટોરિયા ક્રોસ થી સન્માનિત કરવામાં આવ્યા. બ્રિટનમાં આજે પણ સારાગઢી ની જંગને શાન થી યાદ કરવામાં આવે છે. ભારતીય સેનાની શીખ રેજિમેન્ટ 12 સપ્ટેમ્બરે સારાગઢી દિવસ મનાવે છે. આ દિવસ ઉત્સવનો હોય છે તેમાં તે મહાન વીરો ના બલિદાન અને પરાક્રમ માં જશ્ન મનાવવામાં આવે છે.  તે ૨૧ શીખ સૈનિકોએ દેખાડી દીધું હતું કે જો પોતાના દમ હોય તો તમને કોઈ પણ રોકી શકતું નથી.સારાગઢી નું યુદ્ધ કહે છે કે ભારત વીરોની ભૂમિ છે અહીં લોકો પોતાના વતન ઉપર હસતા હસતા પોતાના પ્રાણ ત્યાગે છે. તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો.

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog