Gujarati Article કલેકટર બનવું એ સૌથી વધુ લોકોનું સપનું હોય છે. હર વર્ષે લાખો ની સંખ્યા માં યુવાઓ યુપીએસસીની પરીક્ષા આપે છે. પરંત...

Gujarati - વેઈટરનું કામ કરતા કરતા બની ગયો આઈએએસ સફળતાની કહાની વાંચીને તમે પણ કરશો સલામGujarati Article

કલેકટર બનવું એ સૌથી વધુ લોકોનું સપનું હોય છે. હર વર્ષે લાખો ની સંખ્યા માં યુવાઓ યુપીએસસીની પરીક્ષા આપે છે. પરંતુ ઘણા લોકોના હાથમાં આ ફક્ત નિરાશા આવે છે. કંઈક એવી જ કહાની એક કેન્ટીન ના વેઈટરનું કામ કરનાર જયા ગણેશની છે. જેને ઘણીવાર અસફળતાનો સામનો કરવો પડ્યો છે પરંતુ તેમની સાચી લગન એ તેમને આ મુકામ હાસિલ કરવામાં મદદ કરી છે. 

જયા ગણેશ એક એવા યુપીએસસી ઉમેદવાર છે જેણે એક બે વાર નહીં પરંતુ છ વાર યુપીએસસીમાં નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ સાતમી વાર તેણે 156 મુ રેન્ક મેળવ્યો. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ મુકામ મેળવવામાં તેમને એક વેઈટરનું કામ પણ કરવો પડ્યો હતો. કહી દઇએ કે જયા ગણેશના પિતા એક લેધર ફેકટરીમાં સુપરવાઇઝર નું કામ કરે છે જ્યાં તેમને ફક્ત સાડા ચાર હજાર રૂપિયા સેલેરી આપવામાં આવે છે. સ્થિતિ ખૂબ જ ખરાબ હોવા છતા પણ આ સફળતા મેળવી છે. જયા ગણેશ ને ચાર ભાઇ બહેન છે જેમાં જયા ગણેશ સૌથી મોટાભાઈ છે. અને એટલા માટે તેમણે તેમના ઘરની બધી જ જિમ્મેદારી પણ હતી. જયા ગણેશ એ 12 મા 91 ટકા મેળવ્યા હતા ત્યારબાદ તેણે મિકેનિકલ એન્જિનિયરિંગ નું ભણતર પૂર્ણ કર્યું. જયા ગણેશ એ એન્જિનિયરિંગ કર્યા પછી તેમને જોબ મળી ગઈ હતી જ્યાં તેમની સેલેરી 25 હજાર રૂપિયા હતી. ગામ ની પરિસ્થિતિ જોઈને અચાનક તેમને આઈએએસ બનવા નો વિચાર આવ્યો. 

ત્યારબાદ તેમણે મિકેનિકલ એન્જિનિયર ની આ જોબ છોડી દીધી આ જોબ છોડી આવ્યા પછી જયા ગણેશ ચેન્નઈમાં આઈએએસની તૈયારી કરવા લાગ્યા. આ દરમ્યાન તેણે એક સરકારી કોચીંગ સેન્ટર વિશે ખબર પડી. આ કોચીંગ સેન્ટરમાં આઈએએસની તૈયારી કરાવવામાં આવતી હતી પરંતુ પોતાનો અને ઘર ખર્ચો ચલાવવા માટે તેમને પૈસાની જરૂર પડી જેના માટે તેણે સત્યમ સિનેમાહોલમાં બિલિંગ ઓપરેટર નું કામ કરવું પડ્યું જ્યાં તેમને ફક્ત ત્રણ હજાર રૂપિયા સેલેરી મળતી હતી. આ દરમિયાન તેમણે યુપીએસસીની પરીક્ષા આપી. વર્ષ 2004માં તે આઈ.એ.એસ.ની મેન્સ ની પરીક્ષામાં ફેલ થયા ત્યારબાદ તેમણે સિનેમા હોલ ની નોકરી છોડી દીધી અને વેટર ની નોકરી કરવા લાગ્યા. આ નોકરીમાં તેમને વાંચવાનો સમય પણ મળી રહેતો હતો.

પોતાના પહેલા બેક પ્રયત્નમાં જ્યા ગણેશ ફ્રી એક્ઝામ પણ ક્લિયર ના કરી શક્યા. ત્યારબાદ તેણે એક કોચિંગમાં સામાજિક શાસ્ત્ર ભણાવવાનું શરૂ કર્યું પોતાના છઠ્ઠા પરીક્ષામાં તેણે ઈન્ટેલિજન્સ બ્યૂરો ની પરીક્ષા આપી. 

જયા ગણેશે એ છઠ્ઠા પ્રયાસમાં મેન્સ ની પરીક્ષા તો પાસ કરી લીધી પરંતુ ઇન્ટરવ્યૂ ક્લિયર કરી ના શક્યા. ત્યારબાદ તેમણે સાતમા પ્રયત્નમાં સફળતા મેળવી જેમાં તેણે 156 રેન્ક મેળવ્યા. 


તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog