Gujarati Article લોકપ્રિય ફળઃ કેળા એ આખી દુનિયામાં ખૂબ જ લોકપ્રિય ફળ છે. તેની પરફેક્ટ સાઈઝ, ટેસ્ટ અન ગુણોને કારણે તે લોકોને ...

Gujarati - રોજના બે કેળા ખાવ, શરીરમાં થવા માંડશે આવા ફેરફારGujarati Article

લોકપ્રિય ફળઃ

કેળા એ આખી દુનિયામાં ખૂબ જ લોકપ્રિય ફળ છે. તેની પરફેક્ટ સાઈઝ, ટેસ્ટ અન ગુણોને કારણે તે લોકોને ખૂબ જ પ્રિય છે. વળી, બીજા ફળોની સરખામણીએ કેળા ઘણા સસ્તા પડે છે અને તે પોષક તત્વોનો ખજાનો છે. શું તમે જાણો છો કે તમે રોજના બે કેળા ખાશો તો પણ તમારા શરીરમાં કેવા ગજબ ફેરફાર થશે?

રોજના બે કેળા ખાવાથી ફાયદાઃ

તમે જો રોજના બે કેળા ખાશો તો તમારુ બ્લડ પ્રેશર કાબુમાં રહેશે, તમારું પાચનતંત્ર તંદુરસ્ત રહેશે. કેળા ખાવાથી વજન વધતુ હોવાની માન્યતા છે પરંતુ હકીકત એ છે કે નિયમિત કેળા ખાવાથી તમારુ વજન કાબુમાં આવે છે અને તમારી આંખો પણ તેજ બને છે.

કેળાના ગુણોઃકેળામાં સુક્રોઝ અને ફ્રુક્ટોઝના સ્વરૂપમાં નેચરલ શુગર રહેલી હોય છે જેને કારણે કેળા સ્વાદમાં ગળ્યા લાગે છે. આ ઉપરાંત કેળામાં અનેક વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર હોય છે જેથી તમે ભોજન સાથે પણ કેળા ખાવ તો તમને ફાયદો થાય છે.

કેળામાં રહેલા પોષક તત્વોઃ

કેળામાં મુખ્યત્વે વિટામિન B6, વિટામિન સી, મેંગેનિઝ અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. 1 કેળામાં લગભગ 467 મિ.ગ્રા પોટેશિયમ, 1 મિ.ગ્રા સોડિયમ હોય છે જે હાડકાના રોગ, હૃદય રોગ વગેરેથી રક્ષણ આપે છે. આ ઉપરાંત કેળા પેશાબ વાટે વેડફાઈ જતા કેલ્શિયમનું પ્રમાણ પણ ઘટાડે છે જેથી હાડકા મજબૂત થાય છે. કેળા જેમ જેમ પાકતા જાય તેમ તેમના પોષક તત્વો ઘટતા જાય છે.

પાકુ કેળુ વધુ ગુણકારીઃ

કેળુ જેમ પાકતુ જાય તેમ તેનામાં તમારા શરીરને હૃદય રોગ અને ઘડપણથી બચાવનારા એન્ટિ ઓક્સિડન્ટ્સની માત્રામાં વધારો થાય છે. જાપાનમાં થયેલા એક સંષોધન મુજબ પાકેલા કેળામાં કેન્સરને અટકવવાની પણ ક્ષમતા રહેલી છે. આથી પાકુ કેળુ ખાવુ વધારે હિતાવહ છે. લીલા કેળા કરતા પાકા કેળામાં તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાની ક્ષમતા 8 ગણી વધારે હોય છે. આથી પાકા કેળાને ફેંકી દેતા પહેલા વિચાર જરૂર કરજો.

ભરપૂર માત્રામાં ફાઈબરઃકેળામાં પુષ્કળ માત્રામાં ફાઈબર એટલે કે રેસા હોય છે. આને કારણે કેળા ખાવાથી તમને લાંબો સમય તમારુ પેટ ભરાઈ ગયુ હોય તેવુ લાગે છે. આથી જ ઘણા લોકો સવારે દૂધ સાથે કેળા લેવાનું પસંદ કરે છે. સવારે કેળા ખાશો તો તમને જલ્દી જમવાની ઈચ્છા નહિ થાય. વળી ફાઈબર્સને કારણે પાચનતંત્ર પણ સુધરે છે.

હૃદયનું સ્વાસ્થ્યઃજે ખાદ્યપદાર્થોમાં ફાઈબર વધારે હોય તે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. એક અભ્યાસ મુજબ કેળા ખાવાથી હૃદયરોગની શક્યતા ઘટે અને કોરોનરી હાર્ટ ડિસિઝની શક્યતા ઘટી જાય છે.

પાચન શક્તિ સુધરે છેઃ

આયુર્વેદમાં જણાવ્યા મુજબ કેળાનો સ્વાદ ખાટો મીઠો હોય છે. ગળ્યો સ્વાદ તમારુ પેટ ભરાઈ ગયુ હોવાનો અનુભવ કરાવે છે જ્યારે ખાટો સ્વાદ તમારા જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. આથી કેળા પાચનતંત્ર માટે એકદમ આદર્શ ખોરાક છે અને તે પાચનતંત્ર મજબૂત બનાવવામાં મદદ કરે છે.

શરીરને તંદુરસ્ત રાખે છેઃ

પોષકતત્વોની વાત કરીએ તો કેળા જેટલા પોષકતત્વો ભાગ્યે જ કોઈ બીજા ફળમાં હોય છે. તેમાં પોટેશિયમ, મેંગેનિઝ, કેલ્શિયમ, આયર્ન, ફોલેટ, નિયાસિન, રિબોફ્લેવિન અને બી6 જેવા અનેક પોષક તત્વો હોય છે. આ બધા જ શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે અને તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.

વિપુલ માત્રામાં પોટિશયમઃ

કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. પોટેશિયમને કારણે હૃદયના ધબકારાની નિયમિતતા જળવાઈ રહે છે, બ્લડ પ્રેશર કાબુમાં રહે છે અને તમારુ મગજ સજાગ રહે છે.

બ્લડ પ્રેશરઃતમને ખ્યાલ જ હશે કે બ્લડ પ્રેશરના રોગમાં મીઠુ વિલનનો રોલ નિભાવે છે. કેળામાં મીઠુ સાવ નજીવા પ્રામણમાં હોય છે અને પોટેશિયમ વધારે હોય છે. જેને કારણે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે કેળુ ખૂબ જ ફાયદાકારક પુરવાર થાય છે.

લોહીની ઉણપ પૂરે છેઃ

કેળામાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. આથી લોહીની ઉણપથી પીડાતા લોકો અર્થાત્ એનિમિયાના દર્દીઓ માટે કેળા ખૂબ જ ફાયદાકારક છે. આ રોગમાં રક્તકણો ઘટી જાય છે અને હિમોગ્લોબિન ઘટી જાય છે જેને કારણે થાક લાગવો, શ્વાસ ટૂંકા થઈ જવા અને શરીર ફિક્કુ પડી જવું વગેરે સમસ્યા થાય છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog