Gujarati Article શ્રી ચામુંડા માતાજી – ચોટીલાનો ઇતિહાસ સુરેન્‍દ્રનગર જિલ્‍લાના ચોટીલા તાલુકો રર.૧૩ અક્ષાંશ અને ૭પ.૧પ રેખાંશ વચ્‍ચે...

Gujarati - શ્રી ચામુંડા માતાજી – ચોટીલાનો ઇતિહાસ


Gujarati Article
શ્રી ચામુંડા માતાજી – ચોટીલાનો ઇતિહાસ
સુરેન્‍દ્રનગર જિલ્‍લાના ચોટીલા તાલુકો રર.૧૩ અક્ષાંશ અને ૭પ.૧પ રેખાંશ વચ્‍ચે આવેલો છે. આ તાલુકાની વિસ્‍તારની વાત કરીએ તો ઉતર દક્ષિણ આશરે ૮ર કી.મી. લંબાઇ ધરાવે છે. તેમજ પુવૅ પશ્‍વીમ ૩૦ કી.મી. પહોળાઇ ધરાવે છે.

માં ચામુંડાના જયાં બેસણા છે. તે ચોટીલાના ચંડી ચામુંડા માતાજીની ઉત્‍પતિ લોક વાયકા પ્રમાણે હજારો વષૅ પહેલા અહિં ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો બહુ જ ત્રાસ હતો. ત્‍યારે ઋષિ મુનીઓએ યગ્‍ન કરી આધ્‍યા શકિતમાંની પ્રાથૅના કરી ત્‍યારે આધ્‍યા શકિતમાંના હવન કુંડમાંથી તેજ સ્‍વરૂપે મહાશકિત પ્રગટ થયા.

અને તે જ મહાશકિતએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો સંહાર કરેલ. ત્‍યારથી તે જ મહાશકિત નું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાયેલ. અને ચંડી ચામુંડા માતાજીએ અનેક પરચાઓ પુરેલ છે. તેવી લોક વાયકાથી આજે પણ સાક્ષાત તેના ભકતજનો તપ અને ભકિત થી માં ચંડી ચામુંડા માતાજીની પુજા કરે છે
એવો આ તાલુકો ગુજરાત રાજયમાં સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં આવેલ છે. જેનું આગવુ અને અનોખુ મહત્‍વ છે. ચોટીલા તાલુકાની પુવૅ બાજુ સાયલા તાલુકો આવેલ છે. ઉતર પશ્‍વીમે તેમજ દક્ષિણે રાજકોટ જિલ્‍લો આવેલ છે.ભૌગોલિકતાની દ્રષ્‍ટીએ જોઇએ તો આ આખો તાલુકો ડુંગરાળ પ્રદેશ છે.

સૌરાષ્‍ટ્રની મુખ્‍ય નદીઓ ભાદર, સુકભાદર, ભોગાવો, વાસણ, મચ્‍છુ નું ઉદગમ સ્‍થાન ચોટીલા તાલુકો છે. આ તાલુકાને પાંચાળ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અહીં મહાભારત કાળનાં વખતની વાત કરીએ તો મહાભારત કાળમાં માંડવના મહંતનું મહત્‍વ છે. જે આ તાલુકામાં આવેલ છે. પાંડવો વનવાસ દરમ્‍યાન આ વિસ્‍તારમાં રોકાયા હતા.

જયાં ‍‍ઋષિ મુનીઓએ તપ દ્રારા ગંગા પ્રગટ કરી શીવાલયની સ્‍થાપના કરી એવા ત્રિનેત્રેશ્‍વર મહાદેવના સાનિધ્‍યમાં દ્રુપદ રાજાએ દ્રૌપદી સ્‍વયંવર રચેલ હતો. તે તરણેતર પણ આજ તાલુકામાં આવેલ છે.

આ તાલુકાનો વિસ્‍તાર પાંચાલ પ્રદેશ તરીકે જગવિખ્‍યાત છે.અહીં સ્‍થાનકોની વાત કરીએ તો ચોટીલામાં આવેલ શ્રી ચામુંડા માતાજીનું મંદિર જગવિખ્‍યાત છે.

તેમજ જલારામ બાપાનું મંદિર વીરપુરની ઝાંખી પાડે છે. તેમજ ત્રિનેત્રેશ્‍વર મહાદેવનું મંદિર તરણેતર, સુરજદેવળ, અવાલીયાઠાકર, ઝરીયા મહાદેવ, બાંડીયાબેલી તેમજ ગેબીનું ભોંયરૂ વગેરે સ્‍થાન આ તાલુકામાં આવેલ છે.

તેમજ બાવન હનુમાનની જગ્‍યા પણ અત્રે નાની મોલડી ગામે આવેલ છે. રેશમીયા ગામે મેલડી માતાજીનું મંદિર પણ પ્રખ્‍યાત છે. સિધ્‍ધરાજ જયસિંહ વખતની ચોટીલાની વાવ તેમજ આણંદપુર(ભા) મુકામે અંતેશ્‍વર મહાદેવનું મંદિર પણ આવેલ છે. તેમજ ભહુયા હનુમાન પણ પ્રખ્‍યાત છે.

જયાં ઘણાં શ્રધ્‍ધાળુ લોકો દશૅનાથૅ આવે છે. તેમજ ભીમોરા મુકામે આવેલ ગુફા જોવાલાયક છે. અને ચોટીલા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું જન્‍મ સ્‍થાન છે.
આ તાલુકામાં માનવ વસ્‍તીની વાત કરીએ તો કાઠીદરબાર, ગરાસીયા દરબાર, રજપુત, રબારી, ભરવાડ, તળપદા કોળી, ચુંવાળીયા કોળી, બ્રાહમ્‍ણ, બાવાજી, મુ‍સ્‍લીમ, જૈન વણીક, દેવીપુજક, વણકર વગેરે લોકો આ તાલુકામાં વસવાટ કરે છે.
રીત રીવાજોમાં દ્રષ્‍ટીપાત કરીએ તો અ‍હીં લગ્‍ન પ્રસંગો તહેવારો વગેરે ધામધુમથી ઉજવે છે. પહેરવેશની વાત કરીએ તો પુરૂષો ચોરણી, કેડીયુ, માથા પર પાઘડી પહેરે છે.
અને સ્‍ત્રીઓ કાપડુ,ચણીયો અને ઓઢણી પહેરે છે. અને અંગો પર ભાતભાતના ચાંદીના ઘરેણાં ધારણ કરે છે. તથા શરીર પર છુંદણા ત્રોફાવે છે.

તહેવારોમાં દ્રષ્‍ટીપાત કરીએ તો નવરાત્રી, દિવાળી, સાતમ-આઠમ વગેરે ધામધુમથી ઉજવવામાં આવે છે. નવરાત્રી દરમ્‍યાન રાસ ગરબા તેમજ મુખ્‍ય નાટકો દ્રારા ઉજવણી કરવામાં આવે છે.
સાતમ-આઠમ દરમ્‍યાન મેળો પણ યોજાય છે. અહીં તરણેતરમાં ભરાતો મેળો જગવિખ્‍યાત છે. તેમજ ઠાંગાનો મેળો વગેરે જુદા-જુદા નાના-મોટા મેળા પ્રખ્‍યાત છે. જેમા લોકો ઉત્‍સાહ પુવૅક આનંદ કિલ્‍લોલ કરે છે.

નૃત્‍ય માં હુડો રાસ ખુબ પ્રખ્‍યાત છે. તેમજ ખેતી-પશુપાલન વગેરેનો ધંધો છે. થાનગઢ વિસ્‍તારમાં સીરામીક નો મોટો ઉધોગ આવેલ છે.
જેને કારણે જુદા-જુદા રાજયોમાંથી રોજગારી અથૅ માણસો અહિં આવે છે.આમ સુરેન્‍દ્રનગર જિલ્‍લાનો ચોટીલા તાલુકો ઐતિહાસિક રીતે અનેરૂ અને આગવું મહત્‍વ ધરાવે છે.
તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog