Gujarati Article નોકરી છોડીને બિઝનેસ શરૂ કરવાનું રિસ્ક ખૂબ ઓછા લોકો લેવાનું પસંદ કરતા હોય છે. પરંતુ જે લોકો રિસ્ક લે છે તેમને સફ...

Gujarati - 70 હજારની નોકરી છોડીને શરૂ કર્યો બિઝનેસ, 2 વર્ષમાં બની ગયો કરોડપતિGujarati Article

નોકરી છોડીને બિઝનેસ શરૂ કરવાનું રિસ્ક ખૂબ ઓછા લોકો લેવાનું પસંદ કરતા હોય છે. પરંતુ જે લોકો રિસ્ક લે છે તેમને સફળતા પણ ચોક્કસ મળે છે. કોલકાતામાં રહેતાદીપક અગ્રવાલની વાત પણ કઈક આવી જ છે. સવારે 9થી સાંજે 5 વાગ્યાની નોકરીથી કંટાળી ગયેલા દીપકે રૂ. 70,000ની સેલરીવાળી નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. પોતાની મહેનતથી બે જ વર્ષમાં દીપક કરોડપતિ બની ગયો છે. બિઝનેસ વધારવા માટે હવે તે પોતાની કંપનીની ફ્રેન્ચાઈઝી પણ ઓફર કરી રહ્યા છે. હાલ તેઓ દેશના 6 શહેરો તથા સિંગાપોર અને દુબઈમાં તેમની સર્વિસ આપી રહ્યા છે.

રૂ. 1 લાખમાં શરૂ કર્યો બિઝનેસદીપક અગ્રવાલે ભાસ્કર.કોમ સાથે વાત કરતા જણાવ્યું કે, કોમર્સમાં ગ્રેજ્યુએશન સાથે તેણે પહેલાં સીએ અને પછી સીએસનો અભ્યાસ કર્યો હતો. 2010માં ગ્રેજ્યુએશન પછી હું દિલ્હી આવી ગયો હતો અને અહીં તેણે એક બિઝનેસ કન્સલ્ટિંગ ફર્મમાં રૂ. 18,500ના પગારથી નોકરી શરૂ કરી હતી. ફેમિલિ બેકગ્રાઉન્ડ બિઝનેસ બેઝ હોવાથી નોકરીમાં મન જ નહોતું લાગતું. આમ દીપકે નોકરી છોડી ત્યારે તેની સેલરી રૂ. 70,000 હતી. નોકરી છોડ્યા પછી દીપકે ડિજીટલ એડ્વરટાઈઝિંગમાં કામ કરવાનું વિચાર્યું હતું. તેણે જોયું કે, રિટેલ સેક્ટર અને બિઝનેસમેન તેનો પ્રોપર ફાયદો નથી લઈ શકતા. તેમણે તેમના ક્લાઈન્ટને ડેટા બેઝના ફાયદા વિશે જમાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, કસ્ટમર્સના કોન્ટેક્ટ નંબર અને ઈ-મેલ એડ્રેસનો ડેટા બેઝ બનાવવો કેટલો જરૂરી છે. તેમણે પોતાની બચતના રૂ. 1 લાખની રકમ વનએક્સ સોલ્યુસન્સની શરૂઆત કરી હતી.

SMSથી કસ્ટમર્સને કરે છે અપડેટવનએક્સ સોલ્યુસન્સ બ્લક શોર્ટ મેસેજ સર્વિ (એસએમએસ) બિઝનેસમાં ડીલ કરે છે. કંપની તેમના ક્લાઈન્ટ માટે કસ્ટમર્સને એસએમએસ મોકલીને નવી ઓફર અને સર્વિસ વિશે માહિતી આપે છે. 160 કેરેક્ટરના એક એસએમએસનો ચાર્જ 12 પૈસા હોય છે.

1 કરોડને ક્રોસ થયું ટર્નઓવર

પહેલા વર્ષમાં જ કંપનીનું ટર્ન ઓવર રૂ. 32 લાખ થઈ ગયું હતું. પહેલાં વર્ષે કંપની સાથે 500 ક્લાઈન્ટ જોડાયા હતા. સારી સર્વિસ મળવાના કારણે કંપનીને રેફરન્સની પણ ઘણાં ક્લાઈન્ટ મળ્યા છે. ક્લાઈન્ટ બેઝ વધવાના કારણે દીપકે તેની ઓફિસ ઘરેથી કોલકાતાના લાલ બજારમાં શિફ્ટ કરી. 2015-16માં વર્ષમાં 2500 ક્લાઈન્ટ સાથે કંપનીનું ટર્નઓવર રૂ. 1 કરોડને ક્રોસ થઈ ગયું હતું. કંપનીમાં ગ્રોથ ચાલુ રહ્યો અને 2016-17માં કંપનીનું ટર્નઓર 2.25 કરોડ રૂપિયા થઈ ગયું હતું. કંપની પાસે હવે કુલ 4,000 ક્લાઈન્ટ છે.

4 લાખમાં કંપની આપી રહી છે ફ્રેન્ચાઈઝીદીપકે જણાવ્યું કે, તે બિઝનેસને અન્ય શહેરોમાં વધારવાના ઉદ્દેશથી વનએક્સ સોલ્યુસન્સની ફ્રેન્ચાઈઝી આપવાની શરૂઆત કરી છે. કંપની ફ્રેન્ચાઈઝી માટે રૂ. 4 લાખનો ખર્ચ કરે છે. આ રિફન્ડેબલ સિક્યુરિટી તરીકે લેવામાં આવે છે. હાલ કંપની પાસે એડિડાસ, એચયૂએલ, તનિષ્ક, પિત્ઝાહટ, શોપર્સ સ્ટોપ, બાટા જેવી અગ્રણી કંપનીઓ પણ છે. દીપકનો લક્ષ્યાંક આ વર્ષે ટર્નઓવર રૂ. 5 કરોડને ક્રોસ કરવાનું છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog