Gujarati Article આપણો દેશ પ્રાચીન સંસ્કૃતિ તથા પ્રભુ ની લીલાઓ થી યુકત છે. અહી જગ્યાએ જગ્યાએ પ્રભુ ના દેવ સ્થાનકો આવેલા છે. આજે આપન...

Gujarati - ગુજરાતમાં આવેલ ખુદ ભગવાન સ્વમીનારાયણે નિર્માણ કરેલ સુપ્રસિદ્ધ યાત્રાધામનો ઇતિહાસ જાણો


Gujarati Article

આપણો દેશ પ્રાચીન સંસ્કૃતિ તથા પ્રભુ ની લીલાઓ થી યુકત છે. અહી જગ્યાએ જગ્યાએ પ્રભુ ના દેવ સ્થાનકો આવેલા છે. આજે આપને એક એવા જ દેવસ્થાનક વિશે જણાવીશુ જેને હાલ મા જ સુપ્રસિદ્ધ યાત્રાધામ નુ બિરુદ આપવા મા આવ્યુ છે. આ દેવસ્થાનક છે ગુજરાત ના વડૅતાલ મા આવેલુ પ્રભુ સ્વામિનારાયણ નુ મંદિર.


હાલ મા જ આપણા કિફ મિનિસ્ટર વિજયભાઈ વડતાલ ના દર્શનાર્થે આવ્યા હતા તથા ત્યા ના થતા વિકાસ કાર્યો ના લોકાર્પણ ની સાથે-સાથે આ વડતાલ ને યાત્રાધામ તરીકે જાહેર કરી દીધુ તો આ ચાલો જાણીએ આ યાત્રાધામ વિશે. ઈસુ ની ૧૮મી સદી મા આપણા દેશ મા અરાજકતા , અંધશ્રદ્ધા , અજ્ઞાન વગેરે જેવા દુષણો નો વ્યાપ વધી ગયો હતો.


ત્યારે ૧૮૩૭ ની સાલ મા રામનોમ ના દિવસે ધર્મદેવ તથા ભક્તિ ના ઘેર સર્વોત્તમ પુરુષોત્તમ નારાયણ પુત્ર સ્વરૂપે જનમ્યા. જે બાળપણ મા ઘનશ્યામ તરીકે ઓળખાતા. ફક્ત ૨૧ વર્ષ ની નાની વયે ગૃહ નો ત્યાગ કરી સંસાર ની મોહમાયા થી મુક્ત થઈ પોતાનુ જીવન સંસાર નુ ક્લ્યાણ કરવા મા વ્યતિત કરવા લાગ્યા. તમે જોયુ હશે કે કોઈપણ મંદિર મા માત્ર જે-તે પંથ ના પ્રભુ ની પ્રતિમા જોવા મળે છે.


જ્યારે વડતાલ મા સ્વામિનારાયણ પ્રભુ ની પ્રતિમા સાથે-સાથે લક્ષ્મીનારાયણ તથા નરનારાયણ ની પ્રતિમાઓ પણ સ્થાપવા મા આવી છે. આ મંદિર નુ નિર્માણ સ્વયં પ્રભુ સ્વામિનારાયણ દ્વારા કરવા મા આવેલ છે. પ્રભુ એ પોતાના કર્મો થી તથા પોતાની લીલા થી આ ભુમિ ને અનન્ય બનાવી દીધી છે.


આ મંદિર મા મુખ્યત્વે ત્રણ માટી થી નિર્મિત હવેલી , ગોમતી તળાવ તથા એક વિશાળ કલાત્મક સભામંડપ નુ નિર્માણ કરવા મા આવ્યુ છે. આ સભામંડપ મા બે માળ આવેલા છે જ્યા સરખા અંતરે પાંચ પાંચ પગથિયા રાખવા મા આવ્યા છે જેના દ્વારા તેમા પ્રવેશ થઈ શકે.


આ મંદિર ની થાંભલીઓ મા બારીક કોતરણીકામ કરવામા આવ્યુ છે. સભામંડપ ૫૮ ફુટ પહોળાઈ અને ૧૪૩ ફુટ લંબાઈ ધરાવે છે. મંદિરની ઉત્તર દીશા મા અક્ષરભવન આવેલુ છે. જેમા પ્રભુ ના ગાદલા , રજાઈ , પાત્રો , વસ્ત્રો , ચિત્રો , કોઠીઓ , પુસ્તકો , સિક્કા વગેરે નો સંગ્રહ કરવા મા આવેલા છે.જે રથ મા બિરાજી ને શ્રીજી મહારાજ બોયાસણ થી વડતાલ ની સફર કરી હતી તે પણ હાજરાહજુર છે. 

આ મંદિર ની દક્ષીણ દીશા મા ગોમતીજી તિર્થક્ષેત્ર આવેલ છે. જેને ત્રીવેણી કરતા પણ પવિત્ર ગણવા મા આવ્યુ છે. પ્રભુ એ જાતે અહી ચોકડીઓ ખોદી તળાવ નુ નિર્માણ કર્યુ જે હાલ ગોમતી તળાવ તરીકે પ્રસિદ્ધ છે.


પ્રભૂ શ્રી સ્વામિનારાયણે ઉપદેશ આપ્યો છે કે જે વ્યક્તિ ધર્મ અને ભક્તિ કર્યા વગર પ્રભુ ને પામવા ની ઈચ્છા ધરાવતો હશે તે ક્યારેય પ્રભુ ને પામી નહી શકે. જે પણ ભક્ત પોતાના જીવન નુ આચરણ પ્રભુભક્તિ મા લીન થઈ ને વિતાવશે તેને સ્વયં પ્રભુ પોતાના ધામ મા લઈ જશે અને તેમને મોક્ષ આપી વૈકુંઠ ઘામ મા સ્થાન આપશે. આમ , સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ખ્યાતિ પામેલુ વડતાલ એ સ્વામિનારાયણ સંપ્રદાય નુ મહાતીર્થ બન્યુ છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog