Gujarati Article ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક જેવા પણ ફીચર્સ આપવામાં આવેલ છે Itel Mobile  ભારત માં પોતાનો નવો સ્માર્ટફો...

Gujarati - સૌથી સસ્તો અને સારા ફીચર્સ માં લોન્ચ થયો સ્માર્ટફોન, કિંમત છે ફક્ત આટલી



Gujarati Article

ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક જેવા પણ ફીચર્સ આપવામાં આવેલ છે

Itel Mobile ભારત માં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તેમાં યુઝર્સ ને 2 બેક કેમેરા પણ મળશે. આ સ્માર્ટફોન ને કંપની એ Itel યા A46 નામ આપ્યું છે. જેની કિંમત ફક્ત 4,999 રૂપિયા છે. આ ફોન ની સીધી ટક્કર બજાર માં રેડ મી માં જોવા મળશે. ગ્રાહક આ સ્માર્ટફોન ને Diamond Gray, Fiery Red, Neon Water અને Dark Water કલર માં ખરીદી શકશે. કંપની આ ફોને સાથે ગ્રાહકો ને જબરદસ્ત ઓફર પણ આપી રહી છે.


Itel Mobile એ પોતાના આ સ્માર્ટફોન માટે રિલાયન્સ જિયો ની સાથે ભાગીદારી કરી છે, જેના ચાલતા યુઝર્સ ને ફોન ખરીદવા ઉપર 50GB ડેટા ફ્રી મળશે. તેના સિવાય યુજર્સ ને 198 અને 299 રૂપિયાના રિચાર્જ ઉપર 1200 રૂપિયા નું કેશબેક પણ મળશે. એટલેકે આ ફોન ને 4999 રૂપિયા ની જગ્યાએ 3,799 રૂપિયા માં પોતાનો કરી શકો છો.

Itel A46 ના સ્પેસિફિકેશન ની વાત કર્યે તો આ સ્માર્ટફોન માં 5.45 ઇંચ ની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે છે, જેનું રિસોલ્યુશન 1440 X 720 પિક્સલ છે અને ફોન માં 1.6GHz Octra-Core પ્રોસેસર નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોન માં 2જીબી રેમ સાથે 16જીબી ઇન્ટરનલ પણ આપવામાં આવી છે. જરૂર પડે તો સ્ટોરેજ ને એચડી કાર્ડ દ્વારા 128GB સુધી વધારી પણ શકાય છે.


સ્મરફોન માં ફોટોગ્રાફી માટે AI ડ્યુઅલ રિયર કેમેરા પણ આપવામાં આવ્યો છે. તેમાં પહેલો 8 મેગાપિક્સલ અને બીજો VGA કેમેરો આપવામાં આવ્યો છે. પાછળ એલઇડી ફ્લેશ નો પણ ઓપ્શન છે. તેમજ ફ્રન્ટ માં સેલ્ફી વિડીયો કોલિંગ માટે 5 મેગા પિક્સલ નો કેમેરો છે જે સોફ્ટ ફ્લેશ ની સાથે છે. ફોન માં પાવર માટે 2400mAh ની બેટરી આપવામાં આવેલી છે.

તેના સિવાય ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક જેવા પણ ફીચર્સ આપવામાં આવેલ છે. ફોન ની બીજી કનેક્ટિવિટી ની વાત કર્યે તો Dual 4G VoLTE, Bluetooth 4.2, Wifi, GPS, Dual Sim અને microUSB port પણ આપવામાં આવ્યો છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog