Gujarati Article કર્ણાટક ના કોપ્પલ થી એક તસ્વીર સામે આવી છે જે તમને હલાવીને રાખી દેશે. કહે છે કે માતા અને દીકરી નો સબંધજ કહીક અલગ ...

Gujarati - હોસ્પિટલ માં ભર્તી બીમાર માતા માટે આ 6 વર્ષ ની માસુમ બાળકી ભીખ મંગાવા માટે મજબુર


Gujarati Article

કર્ણાટક ના કોપ્પલ થી એક તસ્વીર સામે આવી છે જે તમને હલાવીને રાખી દેશે. કહે છે કે માતા અને દીકરી નો સબંધજ કહીક અલગ હોય છે. આ તસ્વીર માં 6 વર્ષ ની બાળકી હોસ્પિટલ માં ભર્તી પોતાની માતા ના ઈલાજ માટે ભીખ માંગતી જોવા મળી રહી છે.

સોસીયલ મીડિયામાં આ ફોટો ખુબજ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ બાળકી ના વખાણ કરી રહ્યા છે અને તેમની માતા જલ્દી થી સારી થઇ જાય તે માટે પ્રાર્થના પણ કરી રહ્યા છીએ. હવે ખબર એ છે કે રાજ્ય ના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ એ મહિલા ના ઈલાજ અને બાળકી નું ભણતર નો ખર્ચો ઉઠવાનું નક્કી કર્યું છે.

આ 6 વર્ષ ની માસુમ બાળકી ની માતા દારૂ પીવા ના કારણે બીમાર થઇ ગઈ હતી. જેના કારણે તેને હોસ્પિટલ માં ભર્તી કરવામાં આવી હતી. પરિવાર ની આર્થિક પરિસ્થિતિ ખુબજ ખરાબ હોવાના કારણે 6 વર્ષ ની બાળકી ને તેમની માતા ના ઈલાજ માટે ભીખ મંગાવા માટે મજબુર થઇ હતી.

કહેવામાં આવી રહ્યું છે કે આ બાળકી છેલ્લા અઠવાડિયા થી હોસ્પિટલ માં ભીખ માંગીને તેમનું અને તેમની માતા નું પેટ ભરી રહી હતી. ત્યારેજ કોઈએ તેમની આ તસ્વીર સોસીયલ મીડિયામાં નાખી. જયારે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ને આ વિષે ખબર પડી તો માતા અને પુત્રી ની જિમ્મેદારી તેમણે લેવાનું એલાન કર્યું.

સોસીયલ મીડિયા માં આ તસ્વીર ને લઈને ઘણા પ્રકાર ની કમેન્ટ કરવામાં આવી રહી છે. ઘણા લોકો આ છોકરી ના હિંમત ના વખાણ કરી રહ્યા છે અને થોડા લોકો મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ના વખાણ કરી રહ્યા છે. ઘણા લોકો તેમની બેન્ક ડિટેઇલ પણ માંગી રહ્યા છે જેથી તેમની મદદ કરી શકે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog