Gujarati Article ભારતમાં ઘણી એવી જગ્યા છે જે તેમના રહસ્યોથી ભરેલી છે. એવી જ એક જગ્યા છે વૃંદાવન સ્થિત નિધિ વન. જેના વિશે માન્યતા છ...

Gujarati - રહસ્યમયી અને અલોકિક નિધિવન - અહીં આજે પણ રાધા અને કૃષ્ણ રચાવે છે રાસ


Gujarati Article

ભારતમાં ઘણી એવી જગ્યા છે જે તેમના રહસ્યોથી ભરેલી છે. એવી જ એક જગ્યા છે વૃંદાવન સ્થિત નિધિ વન. જેના વિશે માન્યતા છે કે અહીં આજે પણ હર રાત કૃષ્ણ ગોપીઓ સંગ રાસ રચાવે છે એ જ કારણ છે કે સવારે ખોલવા વાળું નિધીવન ને સંધ્યા આરતી પછી બંધ કરી દેવામાં આવે છે. ત્યારબાદ ત્યાં કોઈ પણ રહેતું નથી. તે વનમાં દિવસમાં રહેતાં પશુ પક્ષી પણ સંધ્યા થતાની સાથે જ નીધી વન ને છોડીને ચાલ્યા જાય.


જોવા જઈએ તો સાંજે જતાની સાથે જ આ વન બંધ થઈ જાય છે અને બધા જ લોકો ત્યાંથી ચાલ્યા જાય છે. પરંતુ છતાં પણ અહીં કોઈ જો સંતાઈને રાસલીલા જોવાની કોશિશ કરે છે તો તે પાગલ થઈ જાય છે. આવું જ એક લગભગ 10 વર્ષ પહેલા થયું હતું જ્યારે જયપુર થી આવેલા એક કૃષ્ણ ભક્ત રાસલીલા જોવા માટે આ વનમાં છુપાઈને બેસી ગયા. જ્યારે સવારે તેમનો ગેટ ખોલ્યો તો તે બેભાન અવસ્થામાં મળ્યા તેમનું માનસિક સંતુલન બગડી ચૂક્યું હતું. એવા બીજા ઘણા કિસ્સા લોકો કહે છે એવા એક બીજા વ્યક્તિ પણ હતા પાગલબાબા જેમની સમાધી નિધિ વનમાં બનેલી છે. તેમના વિશે પણ કહેવામાં આવે છે કે તેમણે પણ આ વનમાં છુપાઈને રાસલીલા જોવાનો પ્રયત્ન કર્યો હતો. તે કૃષ્ણ ના અનન્ય ભક્ત હતા એટલા માટે તેમના મૃત્યુ પછી મંદિરના કમેટી યે તેમની સમાધિ આ વનમાં બનાવી દીધી. 


નિધીવન માં અંદર છે રંગ મહેલ. જેના વિશે માન્યતા છે કે રોજ રાત્રે અહીં રાધા અને કૃષ્ણ આવે છે. રંગ મહેલમાં રાધા અને એ કૃષ્ણ માટે રાખવામાં આવેલ ચંદનની પલંગને સાંજ સમયે સજાવવામાં આવે છે. પલંગની બાજુમાં એક લોટો પાણી, રાધાજીનો શૃંગાર નો સામાન અને સાથે પાન રાખવામાં આવે છે. 


નિધિવન ના વૃક્ષ પણ ઘણા અજીબ છે જ્યાં બધા જ વૃક્ષની ડાળીઓ ઉપર તરફ વધે છે તો ત્યાં જ નીધીવન ના વૃક્ષ ની ડાળી ઓ નીચે તરફ વધે છે. રસ્તો બનાવવા માટે આ વૃક્ષ ના ડાળીને ડંડા સહારે રોકવામાં આવી છે. 


તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog