Gujarati Article તમારા અથવા ઘરના કોઈ વડીલના સ્માર્ટ ફોનમાં ગૂગલ મે૫ તો તમે જોયું જ હશે. એની જાહેરાત ટીવી પર આવે છે. તમે કોઈપણ જગ...

Gujarati - જાણો ગૂગલ મેપને ખબર શી રીતે પડે કે તમે ક્યાં છો ?Gujarati Article

તમારા અથવા ઘરના કોઈ વડીલના સ્માર્ટ ફોનમાં ગૂગલ મે૫ તો તમે જોયું જ હશે. એની જાહેરાત ટીવી પર આવે છે. તમે કોઈપણ જગ્યાએ હોવ ત્યાંથી આગળ તમારે જ્યાં પહોંચવું હોય ત્યાં જવા માટે ગૂગલ મેપ ચાલુ કરો તો તમે જ્યાં ઊભા હોવ ત્યાંથી આગળનો રસ્તો તમને મોબાઈલ સ્ક્રીન ઉપર દેખાવા લાગે. તમને ઓડિયોનું બટન ટચ કરો તો મહિલાનો અવાજ તમને સૂચના આપવા લાગે 400 મીટર આગળ જઈને તમારે ડાબી બાજુ વળવાનું છે. તમે આગળ વધતા જાઓ એમ એમ આગળ કેટલે દૂરથી જમણી કે ડાબી બાજુ વળવાની સૂચનાઓ આવતી જાય અને તમારે જ્યાં જવું હોય ત્યાં તમે પહોંચી જાવ!


આમાં સૌથી મોટો સવાલ એ છે કે તમે અત્યારે ચોક્કસ કઈ જગ્યાએ ઊભા છો એની ગૂગલ મેપને શી રીતે ખબર પડે?

જવાબ છે, જીપીએસથી! જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. આ સિસ્ટમ અમેરિકાએ બનાવી છે. એમાં આકાશમાં ૨૦,૦૦૦ કિલોમીટર ઊંચે રહીને પૃથ્વી ફરતે ચક્કર લગાવતા રહે એવા ૩૦ ઉપગ્રહો ગોઠવાયેલા છે. આ સિસ્ટમ મૂળ અમેરિકાએ સામ્યવાદી દુશ્મન દેશો પર નજર રાખવા બનાવી હતી.


ગૂગલ મેપ આખા જગતનો નકશો પણ આ ઉપગ્રહોની મદદથી જ બનાવી ચૂક્યું છે. એમાં માત્ર શહેરો કે ગામ જ નહીં, શહેર કે ગામના મકાનો, મંદિરો, રસ્તા, હોસ્પિટલો, દુકાનો વગેરેની વિગતો અને રસ્તાઓ નોંધી લેવામાં આવ્યા છે. ઉપગ્રહોની મદદથી નવા રસ્તા કે ઈમારતો બને તો નકશામાં આપોઆપ સુધારો થઈ જાય છે.


આ નકશો દરેક ઉપગ્રહમાં છે. દરેક ઉપગ્રહ પૃથ્વી પર સતત રેડિયો સિગ્નલ મોકલતા રહે છે. આપણા ફોનમાં એ સિગ્નલ ઝીલાય છે. જવાબમાં આપણો ફોન પણ સતત રેડિયો સિગ્નલ મોકલતો રહે છે. એ ઉપગ્રહમાં ઝીલાય છે. ઉપગ્રહ આપણા ફોનનું સિગ્નલ ક્યાંથી મળે છે એ પેલા ગૂગલ મેપના આધારે જાણી લે છે. દરેક ઉપગ્રહ પાસે રીયલ ટાઈમ ઘડિયાળ છે. એ સમયને મિલિ-સેકન્ડમાં માપી શકે છે.


તમારા મોબાઈલના સિગ્નલ કેટલી વારમાં મળ્યા એ તપાસીને ઉપગ્રહ નક્કી કરે છે કે તમે ચોક્કસ કઈ જગ્યાએ છો. પછી આસપાસના ત્રણ ઉપગ્રહો પાસેથી તમારા સિગ્નલ કેટલી વારમાં મળ્યા એનો સમય જાણીને તમારો મોબાઈલ ચોક્કસ કઈ જગ્યાએ છે એની ચોકસાઈ કરે છે. એના આધારે એ તમને રસ્તો બતાવે છે અને આસપાસ કઈ કઈ ઈમારતો કે વાહનો ક્યાં ક્યાં છે એ પણ કહે છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો.... આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog