Gujarati Article દૂધી ખવાઈ શરીર માટે ખુબજ ફાયદાકારક હોઈ છે. પરંતુ ઘણા ઓછા લોકોને દૂધી નું શાક ભાવતું હશે અને ગરમી માં લોકો દૂધી નું...

Gujarati - દૂધી નું શાક જો બાળકો ને ના ભાવતું હોઈ તો બનાવી લો આ સ્વાદિષ્ટ દૂધી પુરી... આ છે સરળ રેસિપી


Gujarati Article

દૂધી ખવાઈ શરીર માટે ખુબજ ફાયદાકારક હોઈ છે. પરંતુ ઘણા ઓછા લોકોને દૂધી નું શાક ભાવતું હશે અને ગરમી માં લોકો દૂધી નું શાક ખાવું ખુબજ ઓછું પસંદ કરે છે. તો એવામાં તમે બનાવી શકો છો બાળકો તેમજ બધાજ માટે દૂધી પુરીની આ સ્વાદિષ્ટ વાનગી. તો ચાલો જાણીએ તેની આ સરળ રેસિપી.

જરૂરી સામગ્રી

  • દૂધી : 400 ગ્રામ
  • લોટ : 400 ગ્રામ
  • ચણાનો લોટ : 200 ગ્રામ 
  • મીઠું : સ્વાદ અનુસાર
  • જીરું પાવડર : 1 ટી સ્પૂન
  • હળદર : 1 ટી સ્પૂન
  • અજમા : 2 ટી સ્પૂન
  • આદુ : 2 ઇંચ ટુકડા
  • લીલું મરચું : 10
  • લસણ : 7 કળી
  • ધાણા પાવડર : 2 ટી સ્પૂન
  • તેલ : તળવા માટે
  • ચાટ મસાલો : 1 ટી સ્પૂન

બનાવની રીત

દૂધી ની પુરી બનાવવા માટે દૂધી ની છાલ કાઢીને તેને પીસી નાખો. લોટ માં દૂધી, ચણાનો લોટ, મીઠું, હળદર, જીરું પાવડર, (આદુ, લીલું મરચું, અને લસણ ની પેસ્ટ) અને ધાણાનો પાવડર ને ભેળવીને સરખી રીતે તેને ગુંથી લો. સરખી રીતે મિક્ષ થઇ જાય પછી તેને 10-15 મિનિટ સુધી ઢાંકી ને રાખી મુકો. ત્યાર બાદ તેની નાની પુરી બનાવીને તેલ માં તળી લો.

તળેલી પુરી ને પ્લેટ માં રાખીને તેમાં ચાટ મસાલો ઉપર થી સ્વાદ અનુસાર નાખો અને તેને ધાણા ટામેટા ની ચટણી અને દહીં સાથે તેને ખાઈ શકો છો.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog