Gujarati Article              હોટેલ એક આવી જગ્યા છે જ્યાં મોટેભાગે લોકો ત્યાં ખાવા જાય છે રહે છે પરંતુ ઘણીવાર એવું બને છે કે પૈસા...

Gujarati - દુનિયા ની 5 એવી હોટેલ જ્યાં જવું બધા લોકો નું સપનું હશે


Gujarati Article

             હોટેલ એક આવી જગ્યા છે જ્યાં મોટેભાગે લોકો ત્યાં ખાવા જાય છે રહે છે પરંતુ ઘણીવાર એવું બને છે કે પૈસા ખર્ચ કર્યા પછી પણ આપણને સંતુષ્ટિ થતી નથી. આજે આપણે દુનિયા ની 5 અજીબ પણ લાજવાબ હોટલ વિષે જાણીશું જે તમારા વાપરેલા પૈસા ને પૂરી રીતે વસુલ કરી આપશે.

જુકાસારવી આઈસ હોટેલ, સ્વીડેન            કહેવામાં આવે છે કે ભારત માં 2 જગ્યાએ સવથી વધુ બરફ પડે છે એક છે કાશ્મીર અને બીજી છે દારૂ ના ગ્લાસ માં. આવામાં આપણ ને બરફ નો વરસાદ જોવા નથી મળતો પરંતુ પશ્ચિમ ના દેશો માં આ એક જીંદગી બની ચુકી છે. સ્વીડેન માં જુકાસારવી એક એવી હોટેલ છે જેની બધીજ દીવાલ બરફ થી બનેલી છે. જુમર થી લઈને ટેબલ જેવી હર એક ચીજ જે બરફ થી બનેલી છે અને તમને આપવા માં આવતા પીણા પણ બરફ ના ગ્લાસમાજ આપવામાં આવે છે. આ દીવાલો માં આવતા કિરણો ને લીધે અહી નું વાતાવરણ મોહિત કરી દેઈ તેવું બની જાય છે. બરફ દ્વારા બનાવામાં આવેલી કલાકૃતિ તમારી આંખો ને ઠંડક પહોચાડી દેઈ છે.

 હોટેલ Kakslauttanen, ફિનલેન્ડ             કામ અને ચિંતા માં જીવી રહેલા લોકો રજા ની મજા માણવા માટે એવી જગ્યા ની શોધખોળ માં હોય છે જે જગ્યા તેમને સુખ અને શાંતિ મળી રહે. હોટેલ કાક્સલાઉંનેન કુદરત ના ખોળામાં માનો કે એક ઘર હોય. અહી આવેલા બરફ ના વરસાદ માં જો તમે પહેલો પગ મુકો ત્યાજ એવી અનુભૂતિ થાય છે કે બરફ વાળા વૃક્ષો તમારું સ્વાગત કરી રહ્યા છે. બહાર પડી રહેલ બરફ અને અંદર સળગી રહેલ લાકડાના અંજવાળા માં ડીનર કરવાની મજા અહી અલગજ છે.

Villa Escudero, Philippines           જયારે કુદરત સાથેની વાત થાય ત્યારે વોટરફોલ ના આવે તે થઈજ ના શકે. Villa Escudero એક એવા રિસોર્ટ નું નામ છે જ્યાં મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર અહીનું તળાવ છે. તમારે પણ પડી રહેલા પાણી માં ટેબલ નાખીને જો ખાવાનો આનંદ લેવો છે તો તમારે પણ Villa Escudero જવું પડશે.

Attrap Reves, France             એક પરપોટા બાળકોનાજ નથી પરંતુ મોટા લોકો ના પણ આકર્ષણ નું કેન્દ્ર બને છે. આ આકર્ષણ ના કેન્દ્ર ને ધ્યાન માં રાખીને ફ્રાંસ એ આ હોટલ ના રૂમ ને તૈયાર કરવામાં આવ્યા છે. ત્યાં સમય વિતાવી રહ્યા હોય ત્યારે એવી અનુભૂતિ થાય છે કે તમે એક પરપોટામાં સમય વિતાવી રહ્યા છો.

hanging Gardens of Bali             ઈન્ડોનેશિયાનું એક નાનું એવું ગામ, જંગલ અને ખુબજ સીધા લોકો થી મશહુર છે. બધાલોકો ને મોહી લેતું આ hanging Gardens ત્યાં જંગલ માં આવેલું છે. આ જગ્યા ને આકાશ થી જોવામાં આવે તો કુત્રિમ અને કુદરતી વસ્તુ નો અજબ નો સંગમ નો નજારો જોવા મળે છે. આ 7 સ્ટાર હોટલ નું આકર્ષણ છે હોટલ નો સ્વીમીંગ પુલ. 5.5 ફૂટ ઊંડા પુલ પુલ ના ઉપર ઉભા રહીને આ ખુબસુરત જગ્યાનો લુપ્ત લઈ શકો છો.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog