Gujarati Article રેખા ઉત્તર પ્રદેશ માં પોલીસ થાણા માં એક મહિલા કોસ્ટેબલ છે, પરંતુ આ દિવસો માં તે ડ્યુટી પર જાઈ છે, તો વર્દી માં નહ...

Gujarati - એક લાવારિસ બાળકીને પોતાની દીકરીની જેમ સાચવી રહી છે આ મહિલા પોલીસ


Gujarati Article

રેખા ઉત્તર પ્રદેશ માં પોલીસ થાણા માં એક મહિલા કોસ્ટેબલ છે, પરંતુ આ દિવસો માં તે ડ્યુટી પર જાઈ છે, તો વર્દી માં નહિ પરંતુ સાદા કપડામાં નીકળે છે. અત્યારે તેનું કર્તવ્ય આ દીકરી ને સાંભળવાનું છે.

આ છોકરી કોની છે અને ક્યાં મળી?

એક વર્ષ ની આ દીકરી ને તમને માતા પિતા એ તેમનું નામ નથી આપ્યું પરંતુ જે હોસ્પિટલ માં તેમની સારવાર થઇ રહી છે તે લોકોએ તેમનું નામ આપ્યું છે.

લગભગ 5 દિવસ પહેલાજ આ દીકરી ઘાયલ આવસ્થામાં શેરડીના ખેતર માં મળી હતી. એક મહિલા નો શવ તેનાથી લગભગ 50 મીટર ની દુરી પર હતો. એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે મૃતક મહિલા આ છોકરીની માં હોઈ શકે છે. પરંતુ હજુ સુધી તેમની પુષ્ટિ થઇ શકી નથી.

બડોત થાણા ના પુલીસ અધિકારી (સીઓ) રામાનંદ કુશવાહ એ કહ્યું "ગામ ના મુખિયા એ થાના માં આવીને એ જાણકારી આપી કે શેરડી ના ખેતર માં એક શવ પડ્યો છે અને તેમનું એક બાળક પણ છે, પરંતુ બાળક ઘાયલ છે. પરંતુ તેમની જાઁચ ચાલી રહી છે. પોલીસ એ શવ ને પોસ્ટમોટમ માટે મોકલી આપી છે અને છોકરી ને હોસ્પિલ માં ભર્તી કરાવવા માં આવી છે ત્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે."

રામાનંદ કુશાવહ નું કહેવું છે કે એ સપષ્ટ છે કે મહિલા ની મૃત્યુ કઈ રીતે થઇ છે. પરંતુ જાઁચ ચાલી રહી છે કે મહિલા કોણ છે અને બાળક ના સબંધી ક્યાં છે.

છોકરી ની હાલત કેવી છે?

બાગપત ના વિશ્વાસ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ના નિર્દેશક ડો. અનિલ જેન ની દેખરેખ માં છે. તે કહે છે કે જે સમયે બાળકી ને હોસ્પિટલ માં ભર્તી કરવામાં આવી હતી, ત્યારે તેમની હાલત ખુબજ ખરાબ હતી. બાળકી ને માથે, આંખ માં ખુબજ ચોટ આવી હતી.

તે કહે છે કે મોટી સમસ્યા એ હતી કે બાળકી ની સારવાર તો થઇ જશે પરંતુ તે બાળકી ને જોશે કોણ પરંતુ પોલીસ એ તેમાં ખુબજ મદદ કરી.

ડોકટર જેન કહે છે કે બાળક લગભગ 5 દિવસ થા ભૂખ્યો અને તરસ્યો હતો. પરંતુ સારવાર પછી તેમની આ સ્થિતિ માં ખુબજ સુધાર આવ્યો છે અને હવે તે પોતેજ ખાઈ રહી છે અને પહેલા થી ખુબજ સારું છે.

પરંતુ હજુ તેને એ ચિંતા છે કે આ બાળકી ના ભવિષ્ય નું શું થશે, કેમ કે હજુ સુધી બાળકી ના પરિવાર ની કોઈ જાણકારી થઇ શકી નથી.

આ હોસ્પિટલ માં આ બાળકી ની સંભાળ રાખવા માટે નર્સ અને ડોક્ટર છે પરંતુ દીકરી સૌથી વધુ રેખા સાથે રહે છે. રેખા પણ રોજે સવારે હોસ્પિટલ જાય છે અને રાત્રે 9 વાગ્યા સુધી ત્યાંજ રહે છે.

લગભગ 12 કલાક માં આ છોકરી સાથે ત્યાં આંટા મારે છે તેમજ તેમની સાથે રમે પણ છે. ક્યારેક તે કંઈક ખાવાનું માંગે છે તો તે દુકાન પર પણ લઇ જાય છે.

રેખા કહે છે કે લગભગ 5 દિવસ થી હર રોજ હું અહીં આવું છું. તે કહે છે કે એવું થઇ ગયું છે કે તે દીકરી છે મારી.

રેખા સદા કપડામાં હોસ્પિલ જાય છે જેનાથી દીકરી ને થોડું અજીબ ના લાગે અને તે તેમની વચ્ચે હોવાનું મહેસુસ પણ કરે.

રેખા કહે છે કે તે આ દીકરી ને ગોદ લેવા માંગે છે પરંતુ લગભગ તે આ જિમ્મેદારી ને પૂર્ણ નહિ કરી શકે કેમ કે તેમનો 5 વર્ષ નો એક દીકરો પણ છે અને તેમની નોકરી એવી છે કે તેને મોડે સુધી કામ પણ કરવું પડે છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog