સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી. આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થ...

સુરતનો અસલી 'HERO', જેણે જીવ જોખમમાં મુકી બચાવ્યા બાળકોને


સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી. આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.
જોકે, આ આગમાં 18થી વધુ વિદ્યાર્થીઓના મોત થયાનું સુત્રો જણાવી રહ્યા છે. આગ લાગવા સમયે આ વ્યક્તિ અસલી હિરો બન્યો હતો. જેણે બે વિદ્યાર્થીનીઓના જીવ બચાવ્યા હતા.સુરતના આ અસલી હીરોએ પોતાનો જીવ જોખમમાં મુકી, આગથી બચવા બીજા માળેથી મોતની છલાંગ લગાવી રહેલા બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યોઆગની ઘટનામાં વિદ્યાર્થીઓના જીવ બચાવવાનો પ્રયાસ કરનાર આ હીરોનું નામ છે, કેતન નારણભાઈ જોરવાડીયા, જેણે બે લોકોના જીવ બચાવ્યા અને જીવ જોખમમાં બાળકોને બચાવવાનો પ્રયાસ કરતો રહ્યોસુરતના અસલી હીરો કેતને જણાવ્યું કે, આગ લાગવાની ઘટના સમયે મે જોયુ કે બાળકો બચવા કૂદકો લગાવી રહ્યા છે તો મે બીજા માળે જઈ તેમને બચાવવાની કોશિસ કરી. બે બાળકોને ઉપરથી ઉતારવામાં સફળ રહ્યો.

ઉલ્લેખનીય છે કે, આગની આ ઘટનામાં 13થી વધુ વિદ્યાર્થીઓ આગમાં બળીને ખાખ થયા હતા. જ્યારે પોતાનો જીવ બચાવવા માટે રીત સરના ચોથા માળેથી નીચે કૂદકા માર્યા હતા.એમાંથી 4 વિદ્યાર્થીઓના મોત થયા છે. આમ કુલ મૃત્યુઆંક 20 પહોંચી ગયો છે.

પોતાના વ્હાલસોયા બાળકોના મોતના પગલે વાલીઓમાં શોકની લાગણી ફેલાઇ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્કૂય ઓપરેશન હાથધરાયું હતું. ઇજાગ્રસ્ત બાળકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog