જોઈએ તો ફણગાવેલા ચણા ને સેહત માટે ખુબજ સારું માનવામાં આવે છે કેમ કે તેમાં ફાયબર ની સારી માત્રા હોઈ છે. તે શરીર માં રહેલી ગંદગી ને બહાર ...

રોજે સવારે ખાઈ લો એક મુઠી ફણગાવેલા ચણા, થશે આ 10 ફાયદાઓ


જોઈએ તો ફણગાવેલા ચણા ને સેહત માટે ખુબજ સારું માનવામાં આવે છે કેમ કે તેમાં ફાયબર ની સારી માત્રા હોઈ છે. તે શરીર માં રહેલી ગંદગી ને બહાર કાઢવામાં તેમજ શારીરિક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. તેના સિવાય રોજે નાસ્તા માં અંકુરિત ચણા ખાવામાં આવે તો લોહીની ઉણપ, બ્લડ પ્રેશર વગેરે જેવી સમસ્યા માંથી રાહત મેળવી શકાય છે.

1 ફણગાવેલા ચણાને સ્પ્રાઉટ પણ કેહવામાં આવે છે તેમાં ભરપૂર માત્રા માં પ્રોટીન હોઈ છે. તેને રોજે નાસ્તામાં ખાવાથી તાકાત માં વધારો થાય છે. તેનાથી બીમારી માંથી પણ બચાવ થાય છે.

2 ફણગાવેલા ચણા માં ઘણા બીજા વિટામિન્સ પણ હોઈ છે જેના ચાલતા આ શરીર ને એનર્જેટિક બનાવી રાખવામાં મદદ કરે છે. તેને રોજે ખાવાથી શરીર માં ન્યુટિશિયન ની ઉણપ થતી નથી.

આ પણ વાંચો : 15,000 કિલો સોના થી બનેલું છે આ મંદિર, રાત્રી ના સમયે કંઈક હોઈ છે આવો નજારો

3 ફણગાવેલા ચણા ખાવાથી શરીર માં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલ શરીર ની બહાર નીકળી જાય છે અને સારા કોલેસ્ટ્રોલ નો વધારો થાય છે. તેના થી હાર્ટ અટેક નો ખતરો ઓછો થાય છે.

4 અંકુરિત ચણા થી ડાયાબીટીશ જેવી સમસ્યા માંથી પણ રાહત મળે છે. કેમ કે આ શરીર સુગર ને ગ્લુકોજ માં બદલે છે. સાથેજ વધુ પડતા સુગર ને લોહી માં ભળતા રોકે છે.

5 મગજ ને તેજ બનાવવા માં પણ અંકુરિત ચણા ખુબજ ફાયદાકારક છે. કેમ કે તેમાં રહેલ વિટામિન્સ એ, સી અને પ્રોટીન મસ્તિષ્ક ની નસો ને આરામ આપે છે. તેનાથી યાદ શક્તિ માં વધારો થાય છે.


6 જે લોકો ના હાડકા કમજોર છે તેને પણ રોજે અંકુરિત ચણા ખાવા જોઈએ. તેના થી કેલ્શિયમ ની ઉણપ દૂર થાય છે. તેના થી હાડકા લાંબા સમય સુધી મજબૂત રહે છે અને હાડકા ના જોડાણ માં આરામ રહે છે.

7 જો કોઈને પથરી ની સમસ્યા છે તો તેણે રોજે બે ચમચી મધ માં એક મુઠી ચણા ભેળવીને ખાલી પેટ ખાવા જોઈએ. જેનાથી પથરી પેશાબ નળી ના દ્વારા ધીરે ધીરે ગળીને બહાર નીકળી જશે.

આ પણ વાંચોબનાવો ઉપવાસ માં પણ ખાઈ શકાઈ તેવી ફરાળી કટલેસ

8 ચણા નું સેવન સ્કિન ને પણ લાભ પહોંચાડે છે. રોજે તેને ખાવાથી સ્કિન ના ગ્લો માં વધારો થાય છે. તેનાથી દાગ થી છુટકારો મળવા સહીત રંગ માં નિખાર આવે છે.

9 જો તમારા શરીર માં લોહી ની ઉણપ છે તો રોજે અંકુરિત ચણા ખાવા જોઈએ. તેમાં રહેલા આયરન તત્વો હિમોગ્લોબીન વધારવામાં મદદ કરે છે.

10 જે લોકો નું પેટ સાફ નથી થતું તેને પણ રોજે અંકુરિત ચણા ખાવા જોઈએ. તેને નિયમિત રૂપ થી ખાવામાં આવે તો આતર માં રહેલી ગંદગી બહાર નીકળે છે. તેના થી પેટનું ફૂલવું પણ ઓછું થઇ જાય છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog