Gujarati Article  જે ક્યારેય મહેનત થી મોઢું નથી ફેરવતા તેને જીવન માં ક્યારેય હાર નો સામનો નથી કરવો પડતો. ક્યારેય મરિના બીચ ઉપર કટલે...

Gujarati - મહેનત ની અનોખી મિસાલ, 50 પૈસા ની કમાણી ને બદલી 2 લાખ રોજની કમાણી માં


Gujarati Article 

જે ક્યારેય મહેનત થી મોઢું નથી ફેરવતા તેને જીવન માં ક્યારેય હાર નો સામનો નથી કરવો પડતો. ક્યારેય મરિના બીચ ઉપર કટલેસ થી 50 પૈસા ની કમાણી કરનાર પેટ્રીસીયા નારાયણ કઈ રીતે 2 લાખ રૂપિયા સુધી પહોંચી એ સફર વિષે તમને કહેવા જઈ રહ્યા છીએ.

પેટ્રેસિયા નારાયણ નો જન્મ ઇસાઈ પરિવાર માં થયો હતો. પેટ્રેસિયા એ તેમના પરિવાર સામે જઈને એ બ્રાહ્મણ સાથે લગ્ન કર્યા પરંતુ લગ્ન પછી પેટ્રેસિયા ના પતિએ તમની નોકરી પણ છોડી અને દારૂ પીવાની લત લાગી ગઈ અને પેટ્રેસિયા પર અત્યાચાર કરવા લાગ્યો. ત્યારબાદ પેટ્રેસિયાએ બે બાળક ને જન્મ આપ્યા પછી તેમની ભલાઈ માટે તેણે તેમના પતિને છોડવાનું નક્કી કર્યું.

પોતાના પતિ સાથે અલગ થઈને પોતાના બાળકો નું પેટ ભરવા માટે પેટ્રેસિયા ના કુકીંગ હુનર ને પોતાનું હથિયાર બનાવ્યું. પેટ્રેસિયા એ એક થેલો લગાવીને મરિના બીચ પર કોફી અને કટલેસ વેચવાનું કામ શરુ કર્યું પરંતુ પેહલા દિવસે પેટ્રેસિયા ખુબજ નિરાશ થઇ ત્યારે તેની માતા એ તેમને આગળ વધવાનો હોસલો આપ્યો. પેટ્રેસિયાની મહેનત એ રંગ દેખાડ્યો અને વર્ષ 1982 થી 2003 ની વચ્ચે પેટ્રેસિયા ની દિવસ ની કમાણી 50 પૈસા થી વધીને 25000 રૂપિયા થઇ ગઈ.

મરિના બીચ પછી પેટ્રેસિયા એ સ્લમ ક્લિયરેન્સ અને નેશનલ મેનેજમેન્ટ ટ્રેનિંગ સ્કૂલ માં કેન્ટીન લગાવ્યા પછી પેટ્રેસિયા ની કમાણી વધીને 100 રૂપિયા પ્રતિ અઠવાડિયા સુધી પહોંચી ગઈ. જયારે પેટ્રેસિયા નારાયણ નો બિઝનેસ ચાલવા લાગ્યો ત્યારે 2003 માં તેણે પોતાની દીકરી ના લગ્ન કરાવ્યા અને દીકરો પરવીન મર્ચન્ટ નેવી માં નોકરી કરવા લાગી ગયો.

પેટ્રેસિયા દીકરી ના લગ્ન પછી પોતાનું પહેલું રેસ્ટોરેન્ટ ચાલુ કરવાની હતી પરંતુ એક એક્સીડેન્ટ માં તેમની દીકરી અને જમાઈ નું મૃત્યુ થયું. અને આ દુર્ઘટના પછી તે ઘણી તૂટી ગઈ અને તે પોતાના કામ થી દૂર થવા લાગી ત્યારે તેમના દીકરા પ્રવીણે તેમની આ જિમ્મેદારી સંભાળી અને પોતાના બહેન ની યાદ માં "સંદીપા" નામ થી પહેલું રેસ્ટોરેન્ટ ચાલુ કર્યું.

બે કર્મચારી થી શરૂવાત કરવાવાળી પેટ્રેસિયા નારાયણ ની પાસે આજે 200 કર્મચારી છે અને તેમની ખુદ ની રેસ્ટોરેન્ટ ચેઇન છે. સંદીપા રેસ્ટોરેન્ટ ના હાલ માં 14 આઉટલેટ છે. જેનાથી આજે પેટ્રેસિયાની કમાણી 2 લાખ રૂપિયા પ્રતિ દિવસ છે. આ તો પેટ્રેસિયા નારાયણ ની મહેનત અને લગન નું ફળ છે કે તેને વર્ષ 2010 માં "ફિક્કી એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર" નો ખિતાબ મળી ચુક્યો છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog