Gujarati Article કલેક્ટર ને જયારે વૉટ્સએપ ગ્રુપ માં ખબર પડી કે દર્દી ને લોહી ની જરૂર છે તો તરત જ પહોંચ્યા હોસ્પિટલ અને રક્તદાન કરી...

Gujarati - વૉટ્સએપ ના એક મેસેજે કલેક્ટર મેડમ ને હોસ્પિટલે આવવા મજબુર કરી દીધા જાણો શું છે આખો મામલો


Gujarati Article

કલેક્ટર ને જયારે વૉટ્સએપ ગ્રુપ માં ખબર પડી કે દર્દી ને લોહી ની જરૂર છે તો તરત જ પહોંચ્યા હોસ્પિટલ અને રક્તદાન કરી ને બચાવી દર્દી ની જીંદગી

રાજગઢ ના બ્યાવર જીલા માં મળેલી માહિતી અનુસાર બ્લડ બેન્ક માં લોહી ની કમી ચાલી રહી હતી. એક બાજુ આચારસંહિતા ના કારણે ક્યાંય પણ બ્લડ કેમ્પ ના ચાલ્યા અને આ સમય દરમિયાન બ્લડ બેન્ક માં લોહી ની કંઈ થઇ ગઈ હતી. એવા માં ઘણા કેસ એવા પણ બન્યા કે જેમાં અધિકારીઓએ પોતાનું લોહી ડોનેટ કરી ને દર્દી ની જિંદગી પણ બચાવી હતી. 


હાલ માં જ બે બાળકો ને લોહી ની કંઈ ના કારણે સ્ટાફે બ્લડ ડોનેટ કરી ને બાળકો ની જિંદગી બચાવી હાટી અને બીજી બાજુ એક બીજો કિસ્સો સામે આવ્યો. તમને જણાવી દઈએ કે કવિતા ડાંગી નામની મહિલા ને B પોઝિટિવ લોહી મળી રહ્યું ના હતું એને તેના પરિવાર વાળા નું બ્લડ પણ મેચ ના થયું રાયસિંહ નામના યુવક કે જે બ્લડ કેમ્પ ચલાવે છે તેને જાણકારી આપવા માં આવી અને તેમને વૉટ્સએપ ગ્રુપ ઉપર આ મેસેજ વાયરલ કર્યો અને થોડા સમય માં આ મેસેજ ત્યાંની કલેક્ટર નિધિ નેવીદતા ને મળ્યો અને તે મેસેજ વાંચી ને પોતાને રોકી શકી નહિ.

બ્લડ ડોનેટ કરવા પહોંચ્યા હોસ્પિટલ

નિધિ જે કલેક્ટર છે પોતાને રોકી શકી નહિ અને પ્રથમ બ્લડ બેન્ક જઈને જાણકારી મેળવી અને ત્યારબાદ તે પોતે જાતે હોસ્પિટલ પોહચી અને કવિતા ને બ્લડ ડોનેટ કરી ને તેની જિંદગી બચાવી. નિધિ જણાવે છે કે જયારે તેને આ વાત ની ખબર પડી ત્યારે પરિસ્થિતિ જાણવા તે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે આચાર સંહિતા ના કારણે બ્લડ ની ઉણપ આવી હતી અને ત્યાર બાદ મારે પણ B પોઝિટિવ ગ્રુપ હતું માટે મેં તેને બ્લડ ડોનેટ કર્યું મને ખુશી છે કે રવિવારે મેં મતદાન કર્યું અને અત્યરે હું રક્તદાન કરી રહી છું.


હવે ચલાવશે બ્લડ ડોનેશન કેમ્પ:

નિધિ જણાવે છે કે તેને ક્યારેય પણ આ તરફ ધ્યાન આપ્યું ના હતું પરંતુ જયારે સ્થિતિ સમાજ માં આવી ત્યારે રક્તદાન તરફ મારી ઈચ્છા વધુ મજબૂત થઇ ગઈ અને હવે મારા દરેક વિસ્તાર માં બ્લડ કેમ્પ ચલાવીશ જેના કારણે ક્યારેય પણ આ પ્રકાર ની પરિસ્થિતિ ના થાય આને દરેક વ્યક્તિ એ રકતદાન જરૂર થી કરવું જોઈએ કારણકે રક્તદાન કરવા થી નવું લોહી શરીર માં બનતું રહે છે અને કોઈ ની જિંદગી પણ બચી શકે છે. હું બધાને પ્રાર્થના કરું છું કે લોકો એ જીવન માં એક વાર તો રક્તદાન અવશ્ય કરવું જ જોઈએ 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog