સામગ્રી  રીંગણ : અડધો કિલો તેલ : 2-3 ટેબલસ્પૂન દહીં : 1-2 ટેબલસ્પૂન ઘવ નો લોટ : 2-3 ટેબલસ્પૂન  લીલા ધાણા : 2 ટેબલસ્પૂન ...

Gujarati - ખાઈ લો એકવાર રીંગણ ફ્રાય ખાતા રહી જશો, બનાવો આ રીતે


સામગ્રી 

 • રીંગણ : અડધો કિલો
 • તેલ : 2-3 ટેબલસ્પૂન
 • દહીં : 1-2 ટેબલસ્પૂન
 • ઘવ નો લોટ : 2-3 ટેબલસ્પૂન 
 • લીલા ધાણા : 2 ટેબલસ્પૂન (બારીક કાપેલા)
 • હળદર પાવડર : 1/4 ટેબલસ્પૂન
 • ધાણા પાવડર : 1/2 ટેબલસ્પૂન 
 • લાલ મરચું પાવડર : 1/4 ટેબલસ્પૂન 
 • ચેટ મસાલો : 1 ટેબલસ્પૂન
 • મરી પાવડર : 1/4 ટેબલસ્પૂન
 • નમક : સ્વાદ અનુસાર

વિધિ :


દહીં માં લાલ મરચું, ધાણા, નમક અને મરી પાવડર નાખીને સરખી રીતે મિક્ષ કરો.

હવે રીંગણાં ને સરખી રીતે પતલી સ્લાઈસ માં કાપી લો અને કાપેલી સ્લાઈસ માં થોડા કટ લગાવો જેનાથી મસાલો સરખી રીતે અંદર જઈ શકે. હવે તે રીંગણાં ની સ્લાઈસ ને બંને બાજુએ દહીંમાં નાખેલા મસાલા સાથે બોળી લો. હવે રીંગણાં ના સ્લાઈસ ને લોટ સાથે સરખું કોટિંગ કરો.

હવે કડાઈ માં તેલ નાખો અને રીંગણાં ની સ્લાઈસ ને તેલ માં એવી રીતે નાખો કે તે એક બીજાના ઉપર ના આવે. હવે તે સ્લાઈસ ને થોડી ધીમી આંચ પર શેકો. બંને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. હવે તેને ગરમા ગરમ પુરી અથવાતો પરાઠા સાથે સર્વ કરી શકો છો.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog