Gujarati Article જલજીરા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક હોય છે. ગરમી મોસમ માં તમે તેને નિયમિત રીતે સેવન કરી શકો છો. ચાલો જાણીએ જલજીર...

Gujarati - પીવો ઠંડુ અને તાજું જલજીરા પાણી, બનાવી લો આ સરળ રીતે


Gujarati Article

જલજીરા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક હોય છે. ગરમી મોસમ માં તમે તેને નિયમિત રીતે સેવન કરી શકો છો. ચાલો જાણીએ જલજીરા પાણી બનાવવા ની આ સરળ રીત.

જરૂરી સામગ્રી

  • અડધો કપ ફુદીના ના પાંદડા
  • અડધો કપ ધાણા ના પાંદડા
  • 2 લીંબુ
  • અડધો કપ રાયતા ની બુંદી
  • 1/2 - 1 ઇંચ આદુનો ટુકડો
  • 1 ચપટી હિંગ
  • 3/4 નાની ચમચી મરી
  • 2 નાની ચમચી જીરું
  • 1 નાની ચમચી સંચળ
  • નમક સ્વાદાનુસાર


સૌથી પહેલા ફુદીના અને ધાણા ના પાંદડા ને પાણીમાં ધોઈ લો. આદુ ને છીલી ને રાખી લો. થોડું પાણી નાખીને મસાલા ને લો. લીલા ધાણા અને ફુદીના ને જાર માં નાખો અને સાથે જ તેમાં આદુ ના નાના નાના ટુકડા કાપીને નાખો.


હવે તેમાં મરી, જીરું, હિંગ, સંચળ તેમજ સાદું નમક મિક્ષ કરો. પીસેલા મસાલા નાખીને તેમાં ચાર કપ ઠંડુ પાણી મિક્ષ કરો. લીંબુ નો રસ પણ તેમાં મિક્ષ કરો. તૈયાર જલજીરા ને એક ગ્લાસ માં નાખીને તેના પર 1-2 ચમચી બુંદી નાખો. હવે તે ઠંડુ જલજીરા પાણી તૈયાર છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog