Gujarati Article  કરનાલ ની દીકરી શીતલ ચૌધરી નાસા જવા માટે તૈયાર છે. જેમના માટે સ્કુલ પ્રશાસન દ્વારા સ્કૂલ પરિસરમાં ફેરવેલ પાર્ટી આ...

Gujarati - કરનાલ ની દીકરી શીતલ ચૌધરી નાસા માટે ભરશે ઉડાન


Gujarati Article 

કરનાલ ની દીકરી શીતલ ચૌધરી નાસા જવા માટે તૈયાર છે. જેમના માટે સ્કુલ પ્રશાસન દ્વારા સ્કૂલ પરિસરમાં ફેરવેલ પાર્ટી આપવામાં આવી. શીતલને નાસા જવા માટે ની ઘણી બધી શુભકામનાઓ અને સ્કૂલના બાળકો દ્વારા તેમને બુફે પણ આપવામાં આવ્યું હતું.

શીતલ એ કહ્યું કે તેમણે તેના માટે નાસા દ્વારા લેવામાં આવેલી ઓનલાઇન પરીક્ષા આપી હતી. જે માટે સૌથી વધુ અંક મેળવીને તેમનો નાસા દ્વારા પસંદગી કરવામાં આવી છે.


શીતલ એ કહ્યું કે કલ્પના ચાવલાની જેમ જ તે દેશ, પ્રદેશ તેમજ કરનાલ નું નામ રોશન કરવા માંગે છે. સાથે જ તેમણે કહ્યું કે નાસા જઈને તે ભારતની સંસ્કૃતિ ને પણ બતાવશે અને પોતાનું જ્ઞાન વધારવાની સાથે સાથે નાસામાં અંતરિક્ષ જ્ઞાન પણ અર્જિત કરશે. તેમણે કહ્યું કે સારું છે કે સરકાર ના તરફથી બજેટ નથી મળતું જોકે મળવું જોઈએ તે તેના ઉપર કામ કરવા માંગે છે.


નાસા જવાના પહેલા 11 માની વિદ્યાર્થીની શીતલ ચૌધરી નો સ્કૂલમાં જોરદાર સન્માન કરવામાં આવ્યું. ટેગોર બાલ નિકેતન સિનિયર સેકન્ડરી સ્કૂલમાં શુક્રવારે આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ શુભકામનાઓ ના ગ્રીટિંગ્સ આપીને તેમનો ઉત્સાહ વધાર્યો. સ્કૂલના તરફથી પણ છાત્રાને ૨૫ હજાર રૂપિયા નકદ નો પુરસ્કાર આપવામાં આવ્યો. નાસા માં શરૂ થનાર યુનાઈટેડ સ્પેસ સ્કુલ 2019માં સ્કુલ નો આ 20મોં બેન્ચ રવાના થયો છે. 1998 થી અત્યાર સુધી કુલ 36 વિદ્યાર્થી નાસાના સ્કુલમાં જઇ ચુક્યા છે. કાર્યક્રમમાં વોર્ડ પાર્ષદ મેઘા ભંડારી, પ્રિન્સિપલ રાજન લાંબા નિર્દેશ રવિન્દ્ર મોહન રહેજા હાજર રહ્યા.


કાર્યક્રમમાં પ્રિન્સિપલ ડો. રાજન લાંબાએ વિદ્યાર્થીઓની સાથે થયેલ વાક્યો બધાની સામે રાખ્યા તેમણે કહ્યું કે હંમેશા બાળકો બીજા બાળકો ને થોડી વાતોથી લઈને હેરાન કરે છે. શીતલ ની સાથે પણ આવું જ થયું હતું જ્યારે તે સાઇકલ થી સ્કૂલ આવતી હતી. બાળકોના વર્તાવ થી હેરાન થઈને તેમની પાસે આવી તો તેમને સમજાવ્યું કે બધા જ બોલે છે પરંતુ ભણવા વાળા એક દિવસ જરૂર કંઈક બને છે. તમે મહેનત કરતા રહો એક દિવસ સફળતાની ઉંચાઈ પર પહોંચી જશો. ત્યારે હેરાન કરવા વાળા પણ જોતા રહી જશે. જ્યારે આ વાક્ય ને સાંભળ્યું તો શીતલ ની આંખો માં ખુશીના આંસુ છલકાઇ ઉઠ્યા.

જતા પહેલા શીતલ ચૌધરીએ બધાને શુભ કામનાઓ નો આભાર વ્યક્ત કર્યો. તેમણે પોતાના જુનિયર્સ ને પ્રેરિત કરતાં કહ્યું કે બીજાની વાતો પર ના જાઓ કે તમારે શું કરવું છે. પોતાનું લક્ષ ને ધ્યાનમાં રાખીને મહેનત કરતા રહો સફળતા જરૂર મળશે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog