શ્રાવણ માસ નું હિન્દૂ ધર્મ માં ઘણુંજ મહત્વ છે. ચાલો જાણીએ પવિત્ર શ્રાવણ માસ ની 10 ખાસ વાતો વિષે. 1 શ્રાવણ માસ માં ભગવાન શિવ ની પૂજ...

શું છે શ્રાવણ માસ નું મહત્વ : 10 વાતો થી જાણો શા માટે કરવી જોઈએ આ માસ માં પૂજા-અર્ચના


શ્રાવણ માસ નું હિન્દૂ ધર્મ માં ઘણુંજ મહત્વ છે. ચાલો જાણીએ પવિત્ર શ્રાવણ માસ ની 10 ખાસ વાતો વિષે.

1 શ્રાવણ માસ માં ભગવાન શિવ ની પૂજા-આરાધના ના વિશેષ વિધાન છે. હિન્દૂ પંચાંગ અનુસાર આ મહિના વર્ષ નું પાંચમું માહ છે અને અંગ્રેજી કેલેન્ડર ના અનુસાર સાવન નો મહિનો જુલાઈ-ઓગસ્ટ માં આવે છે.

2 આ દરમિયાન શ્રાવણ સોમવાર વ્રત નું સર્વાધિક મહત્વ કહેવામાં આવે છે. શ્રાવણ માસ ભગવાન ભોળાનાથ ને સૌથી પ્રિય છે. આ માસ માં સોમવાર નું વ્રત અને સાવન સ્નાન ની પરંપરા છે. શ્રાવણ માસ માં બીલી પત્ર થી ભગવાન ભોળાનાથ ની પૂજા કરવી અને તેમને જળ ચઢાવવું ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે.

3 શિવ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિ આ માહ માં સોમવાર નું વ્રત કરે છે ભગવાન શિવ તેમની સમસ્ત મનોકામનાઓ પૂર્ણ કરે છે. શ્રાવણ ના મહિના માં લાખો શ્રદ્ધાળુ જ્યોર્તિલિંગ ના દર્શન માટે હરિદ્વાર, કાશી, ઉજ્જેન, નાસિક સહીત ભારત ના ઘણા ધાર્મિક સ્થાનો પર જાય છે.

4 શ્રાવણ ના મહિના નો પ્રકૃતિ સાથે પણ સારો એવો સબંધ છે કેમ કે આ મહિના માં વર્ષ ઋતુ થવાથી ધરતી વરસાદ થી હરિયાળી થી ભરાયેલી રહે છે. ગ્રીષ્મ ઋતુ પછી આ મહિના માં વરસાદ થવાથી માનવ ને રાહત મળે છે. તેના સિવાય શ્રાવણ માસ માં ઘણા પર્વ પણ મનાવવા માં આવે છે.

5 ભારત ના પશ્ચિમ તટીય રાજ્યો (મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત) માં શ્રાવણ માસ ના અંતિમ દિવસે નારિયેળ પૂર્ણિમા માનવામાં આવે છે.


6 શ્રાવણ ના પાવન માસ માં શિવ ભક્તો દ્વારા કાવડ યાત્રા નું આયોજન પણ કરવામાં આવે છે. આ દરમિયાન લખો શિવ ભક્તો દેવભૂમિ ઉત્તરાખંડ માં સ્થિત શિવનગરી હરિદ્વાર અને ગંગોત્રી ધામ ની યાત્રા કરે છે. તે આ તીર્થ સ્થળો થી ગંગા જળ ભરી કાવડ ને પોતાના ખંભે રાખીને ચાલતા લાવે છે અને ત્યારબાદ તે ગંગા જળ શિવ ને ચઢાવવા માં આવે છે. વર્ષે થતી આ યાત્રા માં ભાગ લેતા શ્રદ્ધાળુ ને કાવારીયા અથવ કવાડીયા કહેવામાં આવે છે.

7 પૌરાણિક માન્યતા અનુસાર કેહવેમાં આવે છે કે જયારે દેવતાઓ અને અસુરો ની વચ્ચે સમુદ્ર મંથન થઇ રહ્યું હતું ત્યારે તે મંથન થી 14 રત્નો નીકળ્યા. તે 14 રત્નો માં થી એક હળાહળ વિષ પણ હતું. જેનાથી સૃષ્ટિ નષ્ટ થવાનો ભય પણ હતો. ત્યારે સૃષ્ટિ ની રક્ષા માટે ભગવાન શિવ એ તે વિષ ને પીય ગયા અને તેણે તેને ગળા થી નીચે ના ઉતારવા દીધું. વિષ ના કારણે મહાદેવ નું કંઠ લીલું થઇ ગયું અને તેના કારણે તેમનું નામ નીલકંઠ પડી ગયું. કહે છે કે રાવણ શિવ નો સાચો ભક્ત હતો. તે કાવડ માં ગંગાજળ લઈને આવ્યો અને તેજ જળ ને તેણે શિવલિંગ નો અભિષેક કર્યો અને ત્યારે ભગવાન શિવ ને આ વિષ માંથી મુક્તિ મળી.

8 શ્રાવણ ના આ પવિત્ર મહિના માં ભક્તો દ્વારા ત્રણ પ્રકાર ના વ્રત રાખવામાં આવે છે.

શ્રાવણ સોમવાર વ્રત : શ્રાવણ માસ માં સોમવાર ના દિવસે જો વ્રત રાખે છે તેને શ્રાવણ સોમવાર વ્રત કહેવામાં આવે છે. સોમવાર નો દિવસ પણ ભગવાન શિવ ને સમર્પિત છે.

સોળ સોમવાર વ્રત : શ્રાવણ ના પવિત્ર માસ માનવામાં આવે છે. એટલા માટે સોળ સોમવાર ના વ્રત નો પ્રારંભ કરવા માટે ખુબજ શુભ માનવામાં આવે છે.

પ્રદોષ વ્રત : શ્રાવણ માં ભગવાન શિવ તેમજ માં પાર્વતી ના આશીર્વાદ મેળવવા માટે પ્રદોષ વ્રત પ્રદોષ કાળ સુધી રાખવામાં આવે છે.


9 શ્રાવણ નું જ્યોતિષ મહત્વ એ છે કે શ્રાવણ માસ ના પ્રારંભ માં સૂર્ય રાશિ પરિવર્તન કરે છે. સૂર્ય નું ગોચર બધીજ 12 રાશિઓ માં પ્રભાવ કરે છે.

10 શ્રાવણ માસ શિવજી ની સાથે માં પાર્વતી ને પણ સમર્પિત છે. ભક્ત શ્રાવણ મહિના માં સાચા મન અને પુરી શ્રદ્ધા ની સાથે મહાદેવ નું વ્રત ધારણ કરે છે, તેને શિવ નો આશીર્વાદ અવશ્ય મળે છે. વિવાહિત મહિલા પોતાના વૈવાહિક જીવન ને સુખમય બનાવવા અને અવિવાહિત મહિલા સારા વર માટે શ્રાવણ માં શિવજી નું વ્રત રાખે છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog